Ghar Sabha 46

DHOON




KIRTAN





CHARITRA

"પ્રભુની આજ્ઞા"

 જય સ્વામિનારાયણ...

       એકવાર બોટાદના ભગાદોશી રસોઈ દેવા ગઢપુર આવ્યા. મહારાજને પ્રણામ કરીને કહે “હે દયાળુ! મારે આપની સેવા કરાવી છે.” મહારાજે પૂછ્યું, ‘શું સેવા કરશો ?’ મારે આપને તથા સંતોભાક્તોને રસોઈ આપવીછે. ત્યારે શ્રીજીએ કહ્યું કે તમારે અમે કહીએ તેમ કરવું છે કે તમારી ઈચ્છા પ્રમાણે કરવુ છે. મારે તો જલેબીને મોતૈયા લાડુની રસોઈ અપાવી છે. ત્યારે શ્રીજી કહે ‘હમણા કડિયાના પગાર ચઢી ગયા છે તો બાજરીના રોટલાને અડદની દાળની રસોઈ કરીએ ને બાકીના રૂપિયા કડિયાના પગાર માટે વાપરીએ તો સારું.’ શ્રીહરિના સમજાવવા છતાં એ ભગાદોશીએ પોતાનો નિર્ણય ન બદલ્યો.

બીજા દિવસે બપોરના પાકી રસોઈ તૈયાર થઇ. ભગાદોશી ચંદનનો કટોરો લઈને પૂજન કરવા આવ્યા. મહારાજ કહે, આજે અમને તાવ આવ્યો છે તેથી માત્ર ચાંદલો જ કરજો. ભગાદોશી એ શ્રીહરિના ભાલમાં ચાંદલો કર્યો. તે સમયે ખોલડિયાદ ગામના ખેંગાર ભગત આવ્યા.  શ્રીહરિએ  તેમને પૂછ્યું ‘ ખેંગાર ભગત! તમારો વ્યવહાર કેવો છે?’  ત્યારે કહે આપની દયાથી સારું છે. પછી મહારાજ કથા કરવા લાગ્યા. થોડી વાર પછી પાછું પૂછ્યું કે, ‘ભગત તમારે વ્યવહારે કેમ છે? ’ મહારાજ! સારું છે’ મહારાજે બે ચાર વાર પૂછ્યું એટલે ખેંગાર ભગતના મનમાં વિચાર થયો કે મહારાજ વારંવાર આમ શામાટે પૂછતા હશે?  ભગત વિચારોમાં ખોવાયા ને સભા પૂર્ણ થઇ.

મહારાજ જમવા પધાર્યા. ખેંગાર ભગતે શુકાનંદ સ્વામીને પોતાના મનના વિચાર વ્યક્ત કરતા પૂછ્યું કે, મહારાજ નો શો મર્મ છે તે કહો ?  શુકાનંદ સ્વામીએ માંડીને વાત કરતા કહ્યું કે ‘ ભગત! હમણા મંદિરનું બાંધકામ ચાલે છે ને કડિયાના પગાર ચઢી ગયા છે તેથી મહારજ વારંવાર પૂછતા હતા. 'સ્વામી! આશરે કેટલા રૂપિયાની જરૂર છે ?' જવાબ આપતા સ્વામી બોલ્યા કે 500 રૂપિયાની જરૂર છે. આવું સાંભળીને ખેંગાર ભગત ગઢપુર ગામમાં તેમના ઓળખીતાને ત્યાં ગયા. તેમને વાત કરીને 800 રૂપિયા ઉધાર લઈ આવ્યા. મહારાજ જમીને ઢોલીયા ઉપર આડે પડખે સુતા હતા.

ખેંગાર ભગતે મહારાજને દંડવત પ્રણામ કર્યા ને 800 રૂપિયા ભેટમાં અર્પણ કરતા કહ્યુકે ‘હે પ્રભુ! 500 રૂપિયા કડિયાના, 150 રૂપિયા આપની દવાના અને 150 રૂપિયા સંતોની રસોઈના સ્વીકારો. આવું સાંભળતા જ મહારાજ બેઠા થઇ ગયા. જીવુબાને કહે, કાલે ચંદન ઘસીને મોટો કટોરો સભામાં મોકલાવજો. બીજે દિવસે ખેંગાર ભગત તરફથી સંતો ભક્તો માટે રસોઈ તૈયાર થઇ. બપોરે ચંદન મંગાવ્યું. ખેંગાર ભગત શ્રીજી મહારાજને ચંદન ચર્ચવા જાય છે કે મુળજી બ્રહ્મચારી તેમને રોકતા કહ્યુ કે, 'ભગત! મહારાજને શરીરે તાવ છે તેથી ચંદન વસમું લાગશે માટે માત્ર ચાંદલો જ કરો.' તે સાંભળીને દયાળુ મહારાજ બોલ્યાં ‘આ ચંદન તો ઔષધ છે, ઔષધ. ભગત! આખ શરીરે ચંદનની અર્ચા કરો.’ તે સાંભળીને ભગાદોશી બોલ્યા કાલે તો મને ના પાડી હતી. શ્રીજીએ કહ્યુકે ‘શેઠ! તમોએ તમારું મન ધાર્યું કર્યું હતું ને ભગતે મારી મરજી જાણી ને સેવા કરી. અમોને આ ચંદનની અંદર અમારી આજ્ઞાનું સાંગોપાંગ પાલન દેખાય છે.’  ભગાદોશીને પોતાની ભૂલ ઓળખાણી ને પારાવાર પસ્તાવો થયો.

ખેંગાર ભગતે મહારાજના શરીરે ચંદન ચર્ચ્યું. મહારાજ તેમને ભેટ્યા. મહારાજ નું ચંદન ખેંગાર ભગતના શરીરે ચોટ્યું. મહારાજે ખુબ રાજીપો દર્શાવ્યો. ખેંગાર ભગતને જીવનની સાર્થકતનો ઓડકાર આવ્યો. અંતરમાં અજવાળા પથરાયા. ચંદન ચર્ચેલી મહારાજની મનોહર મૂર્તિ હૃદયમાં વસી ગઈ. સંતો ભક્તોને મહારાજે પોતાના હાથે પીરસીને જમાડયા. આપણા માટે આ સમયમાં ગુરુમહારાજ ને મોટા સંતોની મરજી પ્રમાણે સેવા કરીને તેમને રાજી કરવાનો પ્રયાસ કરીએ.


પ્રભુની આજ્ઞા તપ જાપ તેહ, પ્રભુની આજ્ઞા વ્રત સર્વ તેહ;
આજ્ઞાથી સૌ સાધન સિદ્ધિ થાય , સર્વે પદો  હસ્તિપદે સમય ।।
આજ્ઞા કરે શ્રી હરિ જે પ્રમાણે , તે ધર્મ છે ઉત્તમ તેહ ટાણે ;
આજ્ઞા પ્રમાણે વરતેજ  જેહ , પામે પ્રભુધામ નિવાસ તેહ ।।


Kusang (Bad company)

          Abhel Khachar, Dada Khachar’s father had a brother Jiva Khachar. Both of them lived in Gadhada and both were landlords of 6 villages each. Jiva Khchar was very devout to Bhagwan Swaminarayan. Once during monsoon Shreeji Maharaj got wet and was a little cold.  Jiva Khachar took Maharaj to his home on the way and he decided to light a fire place but he did not have wood so without even blinking he cut a very costly bed of his and used the wood to give warmth to Shreeji Maharaj.

On a different occasion Shreeji Maharaj had to answer natures call immediately, so Jiva Khachar asked him to use the Chula (stove fireplace) in the kitchen instead of going outside.  Such actions are possible only if one has strong faith. He happened to come across a person named Buddha Dhadhal. Buddha Dhadhal was an atheist (one who does not believe in God) and a Jain.  He told Jiva Khachar that Maharaj was a fraud and a pretender and that Maharaj would take away his 6 villages as he did with Dada Khachar and instigated animosity against Maharaj and Dada Khachar to such an extent that he wanted to attack Maharaj and Dada Khachar.  He conspired with Jetha Govaliyo and Meramal Govaliyo of Mandavdhar to attack Maharaj and Dada Khachar. He told these men of Maharaj’s daily activities and also told Maharaj that they were coming to attack him so that Maharaj does not suspect his hand in it.

When Maharaj heard about the attack from them, He went to Madavdhar in a bullock cart and there hit the cart to the ground so hard that it felt like a massive earth quake.  It was so terrifying that the two men gave up their intentions to harm Maharaj and Dada Khachar.


Moral: Kusang (Bad company) destroys our ability to rationalize and act straight.


KATHA



 

Note:
આપને ઘરસભાના સભ્ય બની દર અઠવાડીએ ઘરસભાનું સાહિત્ય (ઇ-મેઇલ) મેળવવું હોય તો blog post ની જમણી બાજુ “Follow by Email” કે “Subscription“ માં subscribe કરશો.

Bhadresh Radadiya

Shree Swaminarayan Gurukul, Rajkot is a socio-spiritual, non profit organization that believes propagating true education in the world is the noblest work for all.

No comments:

Post a Comment