Sabha 18

Dhoon

Kirtan

Charitra

અલૈયા ખાચર
ભગવાન સ્વામિનારાયણની બ્રહ્મસભામાં એવા કેટલાક હરિભક્તો હતા,કે તેની વાત સાંભળવાથી સામાન્ય માણસો પણ બ્રહ્મદશાને પામતા. એ ભક્તોમાંથી કોઈક મોટા રાજા હોવા છતાં આજીવન બ્રહ્મચારી હતા. આ ભક્તો મહારાજની માળાના મણકા હતા,મુગટના મોતી હતા,હૈયાના હાર હતા, આવા મહાન ભક્તોને સંભારવાથી આપણને પણ અધ્યામ ગતી કરવાની પ્રેરણા મળે. ગઢડાથી પાંચેક ગાઉ દુર (7 માઈલ) ઝીંઝાવદર નામે ગામ આવેલું છે. ત્યાના ગામધણી કાઠી દરબાર શ્રી અલૈયા ખાચર ભગવાન સ્વામિનારાયણના અનન્ય ભક્ત હતા.બાળવયથી જ શુરવીરપણે ધર્મનિયમ પાળી એમણે અતિક્રૂર પ્રકૃતિના પોતાના પિતા સામત ખાચર અને ભાઈ જેઠસુર વગેરે સર્વ કુટુંબીઓને પણ ધર્મપરાયણ બનવ્યા હતા.પોતાના દરબારમાં કામકાજ કરતા દાસ-દાસીઓને પણ ચુસ્ત સત્સંગીઓ બનાવ્યા હતા.અલૈયા ખાચર ભારે બળપૂર્વક ભગવદ વાર્તા કરતા,એથી એમના યોગમાં આવનારા લોકો પણ સત્સંગી થઈ જતા.'લોકમાં તેની વાતડાહ્યા' તરીકે પ્રસિદ્ધિ હતી.લોકો તેઓને ખુબ ચાહતા. સ્વયં શ્રીજી મહારાજ પણ તેમના સદગુણો દેખીને રાજી થતા. જયારે કરીયાણામાં મહારાજે જયારે હુતાશનીનો સમૈયો કર્યો ત્યારે બહુ કિંમતી પોષાક અલૈયા ખાચરને આપી વીશ પાર્ષદો સાથે વાળાક દેશમાં સત્સંગ પ્રચારાર્થે મોકલ્યા હતા. કરી ઉત્સવ ને પછી માવ, આપ્યો અલૈયાને શિરપાવ કહ્યું રાખજ્યો આવોજ વેશ, ફરી આવજો વાળાક દેશ, સખા સંગે લઈ દશ વીશ, કરજ્યો પ્રભુની વાતો હમેશ એને એટલી આગન્યા કરી, પછી ત્યાંથી પધારિયા હરિ... (ભક્તચિંતામણી પ્ર,66) અલૈયા ખાચરને પોષાક આપ્યો તેની સાથે મહારાજે ઐશ્વર્ય પણ આપ્યું હતું. તેથી તેઓ બીજાને સમાધિ કરાવી અક્ષરાદીક ધામમાં મોકલી શકતા.સોટીનો એક છેડો અડાડે એટલે સમાધિમાંથી જાગે,આવો ભારે ચમત્કાર મહારાજે અલૈયા ખાચર દ્વારા દેખાડયો હતો. એક વખત અલૈયા ખાચર પાસે એક મતવાદી આવ્યો,તેની આગળ યમપુરીની વાત કરી, ત્યારે તે બોલ્યો:યમપુરીતો તમે સ્વામિનારાયણવાળાએ ઉભી કરી છે.પણ યમપૂરી સાચી નથી પણ ખોટી છે. ત્યારે અલૈયા ખાચરે કહ્યું તું મારા સામે જો,પછી તેને જોયું,એટલે તત્કાળ તેને સમાધી થઈ.અને યમપુરીમાં ગયો ત્યાં ચારે બાજુએથી યમદુતો આવી તેના મારવા લાગ્યા. પછી તે સમાધિમાંથી જાગ્યો ત્યારે માફી માંગવા લાગ્યો,અને કહ્યું કે યમપુરી સાચી છે,પણ ખોટી નથી.મને ત્યાં મારી-મારી અધમુઓ કરી દીધો. માટે હવે એથી બચવા માટે મને વર્તમાન ધરાવો. પછી તે સત્સંગી થયો.આ રીતે એમણે સદુપદેશ આપી ઘણા જીવોને સત્સંગી કર્યા હતા.અલૈયા ખાચરને શ્રીજી મહારાજનું માહાત્મ્ય ને નિશ્ચયનું બળ બહુજ હતું એના એકાદ-બે દાખલા આપણે જોઈએ. એક વખત અલૈયા ખાચર પોતાને ઘેર ઢોલીયા પર બેસીને માળા ફેરવતા હતા.એ વખતે એક કુંભાર તેમના ઘર ઉપર બેસી નળિયા ચાળતો હતો.તેને જમ લેવા આવ્યા,એટલે તે અત્યંત ભયંકર જમદુત જોઈ બુમો પાડવા લાગ્યો,કે બાપુ દોડજો,મને મારી નાખ્યો!એમ કહી લીમડાની ડાળે ટીંગાણો. ત્યાં જમે તે જ ડાળ પર પગ મુક્યો. એટલે તે ડાળ અને પેલો કુંભાર બેઉ ફળીયામાં પડયા. અલૈયા ખાચરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ઉંચે અવાજે ભજન કરી જોરથી હાકલ મારી,એટલે યમદુતો નાસી ગયા.પણ પેલો કુંભાર બીકનો માર્યો બાપુના ઢોલીયા નીચે પેસી ગયો,તે ધ્રુજતો આળસે નહી,તેને ધીરજ આપી શાંત કર્યો. અને ભગવાનનો મહિમા સમજાવી સત્સંગી કર્યો,તેણે જીવ્યો ત્યાં સુધી સંતોની સેવા-ભજન કર્યા. અલૈયા ખાચરનો સાથી જેહલો એક વખત બીમાર થયો.અને બોલ્યા વિના અચાનક દેહ મૂકી ગયો.એ વખત અલૈયા બાપુ સીમમાં હતા. તે જેહલાના દેહને સ્મશાને લઈ ગયા પછી આવ્યા ત્યારે અલૈયા ખાચરના કાકાએ કહ્યું ;કે અલૈયા તું કહેતો હતો કે સત્સંગી દેહ મુકે ત્યારે તેને સ્વામિનારાયણ તેડવા આવે છે.ને ધામમાં પણ જાય.પણ તારો સાથી જેહલો મરી ગયો તે કંઈ બોલ્યો નહી ને પાછળના દ્વારેથી જીવ નીકળી ગયો.માટે તમે સત્સંગી જુઠા બોલા છો. તે સાંભળીને અલૈયા ખાચરે હિમતથી કહ્યું:સ્વામિનારાયણનો સાચો સત્સંગી ચોક્કસ અક્ષરધામમાં જ જાય.એટલે મારો જેહલો પણ ધામમાં જ ગયો છે.માટે કાકા,જલ્દી સ્મશાને ચાલો,અગ્નિદાહ નથી થયો ત્યાં તમને પાકી ખાતરી કરવી આપું. બેઉ જણ સ્મ્શાને ગયા,જેહલાના દેહને ચિતામાં ખડકી દીધો હતો,અગ્નિદાહ આપવાનો બાકી હતો. અલૈયા ખાચરે તેની પાસે જઈ ઉતાવળે સાદે જેહલા-એ જેહલા એમ પાંચ-સાત વખત કહ્યું,ત્યાતો જેહલો ચિતામાંથી બેઠો થઈ બોલ્યો :તમે મને શામાટે બોલાવ્યો. મારે ભગવાનના ધામમાંથી પાછું આવવું પડયું,ત્યારે અલૈયા ખાચરે કહ્યું કે મારા કાકા માનતા ન હતા.તેથી તને બોલાવ્યો. પછી જેહલો કહે બહુ સારું,ત્યારે સૌ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરો.પછી સૌ ધૂન કરવા લાગ્યા. તુર્ત જ જેહલાએ દેહ મૂકી દીધો. આ અદ્ભુત આશ્ચર્ય જોઈ સહુ માણસો અત્યંત નવાઈ પામ્યા. અને અલૈયા ખાચરની શ્રદ્ધા,વિશ્વાસ અને નિષ્ઠાની પ્રશંસા કરવા લાગ્યા...

Encounter with Bhairav
During pilgrimage on a dark night, when Nilkanth Varni was seated under a Banyan tree, one Bhairav came there with thousands of ghosts and spirits hanging around him. He had a trident in his hand, had blood-red eyes, was very tall, had a broad face, a sharp beard, had the voice of a donkey and was chewing beast in his mouth. As this was the tree where he lived, he made a fierce noise. Hearing this Hanumanji also started making noise. The noise made by Hanumanji filled all the directions with echos and all the ghosts and Bhairav were terrified. The Samadhi of Nilkanth Varni broke and He saw bhairav in front of Him but did not get scared. Bhairav ordered all the spirits to go and eat the monkey and the tapasvi. Speaking so, he lifted the trishul in his hand to attack Nilkanth Varni. In the mean time, Hanumanji turned himself into a giant form and broke the Bhairav’s head with a punch. The bleeding, Bhairav fell to the ground and started running. All the spirits and ghosts also ran in all directions. Hanumanji sat besides Nilkanth the whole night and in the following morning brought some fruits from the forest for Nilkanth Varni. Praising Hanumanji, Nilkanth said:”O Hanuman! You are our Kuldevta i.e. family deity. You saved Me.” Hearing this, Hanumanji said,”O lord! Please do not put me into dillusion, I know that You are my lord Shree Rama.” Speaking so, he disappeared. Nilkanth then started walking in the northern direction. He rested wherever fell and ate whatever fruit, leaves or roots were available. Walking so, He reached the white Himalayas. Moral: Nilkanth Varni bore such hardships just for His devotees.

પ્રશ્નોત્તરી:
નીચેના પ્રશ્નોનો ઉત્તર શોધી તેનો જવાબ 214-317-5182 ઉપર text કરશો.
  1. મહારાજે પત્ર લખીને 18 પરમહંસો કર્યા હતા તેમાં અલૈયા ખાચરનું નામ હતું કે નહિ?

  1. અલૈયા ખાચર કયા દોષને લીધે મહારાજથી વિમુખ થયા હતા?

Katha


Swaminarayan Gurukul

Shree Swaminarayan Gurukul, Rajkot is a socio-spiritual, non profit organization that believes propagating true education in the world is the noblest work for all.

No comments:

Post a Comment