Sabha 1


Dhoon


Kirtan

Charitra

મયારામ ભટ્ટ


       એક વખત મયારામ ભટ્ટ અને તેમના ભાઈ ગોવિંદરામ એ બે ભાઈ ને વિચાર થયો કે આપણે કાંઈક વેપાર કરીએ. પછી રાત્રીએ કથા, કીર્તન ને ધ્યાન ભજન વગેરે પોતાના નિત્યનિયમથી પરવારી વિચાર કરવા બેઠા કે અનાજનો વ્યાપાર આપણો જાણીતો છે. એટલે ઠીક પડશે. થોડી મૂડી હશે તો પણ અમુક બગાડ કરતા આટલો નફો તો મળશે જ પરંતુ ધંધામાં હિંસા બહુ થાય તે પોષાશે નહિ. ઘી, તેલ વગેરે રસનો વ્યાપાર કરીએ પણ તે બ્રાહ્મણને નિષેધ છે. કાપડ નો આપણને અનુભવ નથી તેથી અજાણ્યા ધંધા માં ફાવશે નહિ. આ રીતે દરેક ધંધાના ગુણદોષના અને નાફાખોટના વિચાર કરતાં સવારના ચાર બ્જ્યાનો સમય થઇ ગયો! તેનો ખ્યાલ રહ્યો નહી ત્યાં કુકુડો બોલ્યો ત્યારે મયારામ ભટ્ટે પૂછ્યું કે “ગોવિંદરામ આ શું થયું?” ત્યારે તે કહે, ભાઈ ચાર બજ્યા. મયારામ ભટ્ટ કહે વ્યાપાર કરવાની હજુ વાત કરીએ છીએ ત્યાં આખી રાત્રી પ્રભુ ભૂલ્યા તો પછી માલ ઘરમાં આવશે ત્યારે શું થશે? અત્યારે જે રીતે ધ્યાન, ભજન ને સેવા થાય છે તે વ્યાપાર કરીશું એટલે નહિ થાય એ એટલા અનુભવથી ચોક્કસ થાય છે, માટે પ્રભુના ધ્યાન ભજનમાં હાની પહોંચાડે એવા લાભ ગમે તેવા હોય તો પણ આપણે ન જોઈએ. જેનાથી કાયમ માટે સુખ મળતું રહે અને જન્મમરણથી રહિત થઇ જૈયે એજ ખરો લાભ છે, વળી જોઈએ તેટલા અન્નવસ્ત્ર તો પ્રભુદયાથી મળી રેહશે હવે આપણે બીજી કાઈ પણ પ્રવૃત્તિ કરવી નહિ, આ પ્રમાણે ચોક્કસ કરી જીંદગી પર્યંત વ્યપાર ન કરવો એવી પ્રતિજ્ઞા લીધી.

       એક વખત કોઈ સત્સંગી બાઈ પગમાં પેહેરવાનું કડલું (ઘરેણું) મયારામ ભટ્ટેને ત્યાં મૂકી પૈસા લઇ ગયેલ તેને બે-ત્રણ મહિના વીતી ગયાં પણ બાઈ તેના ઘરેણાં લેવા આવી નહિ. એક દીવસ ભટ્ટેજીએ પટારામાં જોયું તો એક કડલું દીઠું, તેથી પોતાને વિચાર થયો કે કડલું એક ના હોય પગમાં કડલા પેહેરવા માટે જોડીજ હોવી જોઈએ. બાઈ અચાનક આવી ને માગશે તો હું શું કહીશ? પછી પોતાના પૈસા ખર્ચી સોની પાસે તેટલા જ વજનનું બીજું કડલું કરાવી રાખ્યું.એક દિવસ તે બાઈ પોતાનું કડલું લેવા આવી અને કહ્યું લો તમારા પૈસા અને લાવો મારું કડલું એટલે ભટ્ટએ બેઉ કડલા બાઈ પાસે મુક્યા, ત્યારે બાઈ કહે મારું તો એક જ કડલું છે. ભટ્ટજીને કહે મારા દીકરાના સોગન છે કે મેં તમને એક જ કડલું આપયુ હતું.  

      પછી તેનું એક કડલું પાછું આપ્યું તે લઇને બાઈ ઘેર ગઈ, ભટ્ટજી આવા ઉદાર દિલના નિતીવાળા અને ભારે ધર્મચુસ્ત હતા. તેથી તેઓ સ્ત્રી દ્રવ્ય વગેરે કોઈ પણ માયિક પદાર્થના પ્રસંગમાં આવવા છતા જરા પણ બંધન પામતા નહિ.

Forsaking Hometown For Satsang
                Jiva Joshi was a staunch follower of Shreeji Maharaj, in the village of Jetpur. He followed his religious observances, like abstinence from garlic, so strictly that even the most pious would bow to him. However, this was not to the liking of the hostile Brahmins in the village. They once asked the village head to provide a feast for the entire Brahmin community of the village.
                The cook belonged to the hostile party and prepared every food item with garlic in it. The Brahmins told the village head that every Brahmin would come to the feast, but Jiva Joshi would not. Jiva Joshi was told that he should either attend the feast or leave the village with his entire family carrying nothing.
                Jiva Joshi left the village, as he was so strict about his religious observances that he would rather leave his home town than eat food containing garlic. Shreeji Maharaj was very happy to know that Joshi left his village rather than giving up his principles. Maharaj was then at Junagadh. He gave all of the valuable clothes presented to him by his devotees to Jiva Joshi and told one of His followers in Pithavadi Village, “Jiva Joshi of Jetpur village is a front-rank devotee of ours. He has left his village with his family carrying nothing with him. Prepare a comfortable house for him to stay in your village.” It was arranged accordingly. Shree Hari then wrote a letter to Jiva Joshi. On receiving the letter, he left for Pithavadi village and stayed in his new house comfortably.
Moral: We should develop such devotion that Bhagwan would love to care for us.

Katha


Note:
આપને ઘરસભાના સભ્ય બની દર અઠવાડીએ ઘરસભાનું સાહિત્ય મેળવવું હોય તો પૂજ્ય વૃંદાવન સ્વામીને ઇમેલ અથવા ફોને કરી જણાવશો। અથવા blog post ની જમણી બાજુ “Follow by Email” કે “Subscription“ માં subscribe કરશો.
Email: vrundavanswami@gurukul.us
Phone: 847-780-2299

Swaminarayan Gurukul

Shree Swaminarayan Gurukul, Rajkot is a socio-spiritual, non profit organization that believes propagating true education in the world is the noblest work for all.

3 comments: