Ghar Sabha 74

DHOON




KIRTAN




CHARITRA

"સ્વામિનારાયણ મહામંત્રનો મહિમા"

 જય સ્વામિનારાયણ...

       ઝીંઝાવદર નામનું ગામ. અલૈયાખાચર અહીંના બળીયા ભકત. જેમને ઘેર એક સમયે શ્રીજીમહારાજ પધારેલા, તેમણે મહારાજની, સંતોની ને ભકતોની ખૂબ સેવા કરી. મહારાજે અતિ પ્રસન્ન થઇ આશીર્વાદ આપી દીધો કે, "જાવ, અલૈયાખાચર તમારી આ ડેલીમાં જેનો દેહ પડશે તેને અમે અક્ષરધામમાં તેડી જઇશું..."

અલૈયાખાચરને મહાપ્રભુના આ વચનમાં પૂર્ણ વિશ્વાસ હતો જ કે મહારાજનો આશીર્વાદ કદી ખોટો ન પડે. એમાં એક વખત અલૈયાખાચરનો ચાકર (નોકર) જેહલો ખૂબ માંદો પડ્યો ને માંદગી વધી જતા મહાપ્રભુએ એને પોતાના ધામમાં બોલાવી લીધો. અલૈયાખાચરે જેહલાના દેહના અગ્નિસંસ્કારની તૈયારી કરી ને તેને સ્મશાને લઇ જવાયો. પણ... પણ... અલૈયાખાચરના કાકા કુસંગી હતા, તેઓ બહારગામથી ઘેર આવ્યા ને આવતાની સાથે જ જેહલાના મૃત્યુના સમાચાર સાંભળી સીધા જ ઘોડી પર ચડી સ્મશાને આવ્યા ને ‘ઊભા રહો... ઊભા રહો... અટકી જાવ’ અલૈયાખાચરને કહે, ‘મને ખાત્રી કરાવો કે તમારા સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદ મુજબ આ જેહલો અક્ષરધામમાં ગયો છે.’ એમ કહી અગ્નિસંસ્કાર વિધી અટકાવ્યો.

અલૈયાખાચર ખડકેલી ચિતા પાસે આવી નિધડકપણે બોલ્યા કે, ‘કાકા, આ મૃત્યુ પામેલો જેહલો જ ઊઠીને એમ કહે કે મને શ્રીજીમહારાજ એમના અક્ષરધામમાં તેડી ગયા છે. તો આપ બોલો સ્વામિનારાયણની કંઠી બાંધી સત્સંગી થાવ કે નહીં ?’ કાકા બોલ્યા, ‘હા... અલૈયાખાચર, મને એ શરત મંજુર છે પણ જેહલો ચિતામાંથી બેઠો થઇ ન બોલે તો ... તો શું ?’ ‘તો જાવ કાકા, આ જેહલાની ચિતા ભેળો હું પણ બળી જવા તૈયાર છું.’

આવી આકરી પ્રતિજ્ઞા કરી અલૈયાખાચર તો મહારાજને પ્રાર્થના કરીને પહોંચ્યા જેહલાના મૃતદેહ પાસે ને મૃત્યુ પામેલા જેહલાના કાનમાં જયાં ત્રણ વખત ‘સ્વામિનારાયણ... સ્વામિનારાયણ... સ્વામિનારાયણ...’ આ મહામંત્ર જપ કર્યો ત્યાં તો... અહોહો... આ શું... ? કેવો ચમત્કાર સર્જાયો ? સ્માશનમાં આવેલા સેંકડો માણસોના દેખતા મૃત્યુ પામેલો જેહલો ચિતા ઊપર સળવળ્યો અને... આંખો ખોલી આળસ મરડી બેઠો થઇને બોલ્યો, "હે અલૈયાખાચર, તમે મને અહીં શા માટે બોલાવ્યો ? હું તો અક્ષરધામમાં ભગવાનનું અલૌકિક સુખ ભોગવી રહેલો.

એમાં તમારી આકરી પ્રતિજ્ઞાએ કરી મહારાજે મને અહીં કહેવા મોકલ્યો છે તો કોઇ સંકલ્પ ન કરશો પણ હું અક્ષરધામમાં જ છું... લ્યો, જય સ્વામિનારાયણ..." આટલું કહી ફરી પાછો જેહલો સદાને માટે આંખો બંધ કરી ગયો. વાહ પ્રભુ વાહ ! આ સ્વામિનારાયણ મહામંત્રના પ્રતાપે અક્ષરધામમાં પહોંચ્યાના પરમાણ પણ મળ્યા.



Jethur Bhagat

       Facharya was a well-known village, for its prosperity. People of near-by town used to envy people of Facharya. There was satsangi Jethur Bhagat in this village. He had donated a buffalo to the temple of Radha Raman Dev, so that fresh milk can be offered to Radha Raman Dev daily. He owned a couple of hundred buffalos. He was well to do and used to help his fellow villagers when they needed help and so there were others who were jealous of him.

Some of his foes made a plan to rob him. There was the occasion of his sons marriage and the foes knew of it. There was celebration at his home. Lots of his relatives came down for this occasion. They enjoyed the marriage during the day and in the night everyone ate and went to sleep. And due to fatigue they placed the jewelry in the store room above the locker but not inside it. The thieves knew of this through informants.

Some thieves were waiting for this moment. They broke into the store room to steal money and ornaments. They reached near the locker, but they saw two guards with sword in their hand guarding it. Both the thieves left at once.

In morning people started screaming in home as they saw the locks on the doors were broken. Jethur bhagat was relaxed and was doing mala in his front yard he was confident that no one could rob him as he had never disobeyed Maharajs command. When checked he came to know that nothing was gone from home he was so happy and bowed down in front of Maharaj in his temple and figured out that Maharaj had protected him against the thieves.

MoralMaharaj always takes care of His devotees.

KATHA

 

 

Note:
આપને ઘરસભાના સભ્ય બની દર અઠવાડીએ ઘરસભાનું સાહિત્ય (ઇ-મેઇલ) મેળવવું હોય તો blog post ની જમણી બાજુ “Follow by Email” કે “Subscription“ માં subscribe કરશો.

Bhadresh Radadiya

Shree Swaminarayan Gurukul, Rajkot is a socio-spiritual, non profit organization that believes propagating true education in the world is the noblest work for all.

No comments:

Post a Comment