Ghar Sabha 72

DHOON


KIRTAN


CHARITRA



જય સ્વામિનારાયણ..


         ભગવાન શ્રી સ્વામિનારાયણની પરમહંસ મંડળીમાં એવા અમૂલ્ય રત્નો હતા, જેને અજોડ કહી શકાય
એક એક કલાઓમાં તે પૂર્ણ રીતે પારંગત હતા. એમાં આજે પ્રેમાનંદ સ્વામીની કલા,ભક્તિ અને ભાવ જોઈએ.


       પ્રેમાનંદ સ્વામીએ સંગીત કલામાં મહારાજના નવા નવા કીર્તનો રચી સૌનો રાજીપો મેળવ્યો હતો. સ્વામી એક વખત જૂનાગઢમાં બિરાજમાન હતા. સ્વામી વહેલી સવારમાં જાગી મહારાજના પ્રભાતી પદોનું ગાન કરતા હતા. સવારમાં નીરવ શાંતિ હોવાથી દૂર દૂર સુધી તેના સ્વરો રેલાતા હતા. એવામાં જૂનાગઢના નવાબ જગ્યા અને તેને આ સ્વરો સંભળાયા. તેને આશ્ચ્રર્ય થયું, કે આ સુમધુર સંગીતના સ્વરો ક્યાંથી આવે છે? તેમણે તપાસ કરાવી તો જાણવા મળ્યું કે આતો સ્વામિનારાયણ મંદિરમાંથી આવે છે.
      
       બીજે દિવસે નવાબે મંદિરમાં આમંત્રણ મોકલ્યું કે, તમારા સંતો અમારી કચેરીમાં આવી સંગીત રજૂ કરે. નવાબના આમંત્રણને મન આપી બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી આદિ ગવૈયા સંતો નવાબની કચેરીમાં આવ્યા. નવાબે સંતોનું બહુમાન કરી યોગ્ય આસાન આપ્યું. પછી પ્રેમાનંદ સ્વામીએ મહારાજને યાદ કરી મહારાજની માધુરી મૂર્તિનું કીર્તન ગાયું. જેમ જેમ સ્વામી કીર્તન ગાતા ગયા તેમ તેમ સભામાં બેઠેલા તમામના મન મૂર્તિમાં ખેંચવા લાગ્યા. કીર્તનો પુરા થયા અને નવાબ આફરીન પોકારી ગયા. અને સ્વામીનું સંગીત સાંભળ્યા પછી નવાબે બીજાનું સંગીત સાંભળવાનું બંધ કરી દીધું.


        થોડા વર્ષો વીત્યા અને ભારતના પ્રસિદ્ધ ગાયકો જૂનાગઢ આવ્યા, નવાબને કહ્યું અમે તમને અમારું સંગીત સંભળાવવા આવ્યા છીએ અને અમે ભારતના પ્રસિદ્ધ ગાયકો છીએ. એ વખતે નવાબે કહ્યું તમે પહેલા પાંચાળ પ્રદેશના ગઢપુર ગામે સ્વામિનારાયણ ભગવાનના સંત પ્રેમાનંદ સ્વામીનું સંગીત તમે સાંભળો અને પછી તમે અહીં આવજો.
  
       આ ગાયકોને થયું, એ શું એટલું બધું સુંદર ગાતા હશે? જિજ્ઞાસા વૃત્તિથી તેઓ ગઢપુર આવ્યા. દાદાના દરબારમાં આવી મહારાજને કુર્નિશ બજાવી મહારાજને વિનતી કરી, હે સ્વામિનારાયણ તમારા સંત પ્રેમાનંદ સ્વામીનું સંગીત સાંભળવા આવ્યા છીએ તો કૃપા કરી સંભળાવો.


       મહારાજે પ્રેમાનંદ સ્વામી કહ્યું સ્વામી તમે ગાવણુ કરો. સ્વામીએ કહ્યું મહારાજ હું કયો રાગ ગાઉ? સ્વામીએ આમ પૂછ્યું એટલે પેલા ગાયકોને થયુ આમને રાગની પણ ખબર નથી? ત્યાં મહારાજે કહ્યું સ્વામી ભૈરવી રાગ ગાઓ. ત્યાં પાછું ગાયકોને થયું એ પણ ખબર નથી કે કયા સમયે કયો રાગ ગાવો, તો નવાબને આમા શું વિશેષતા લાગી? આતો ગઢપુર સુધી આપણો ખોટો ધક્કો થયો.
    
       આ બાજુ સ્વામી મહારાજની આજ્ઞા થતા ભૈરવ રાગમાં ગાવાનું શરૂ કર્યું. જેમ જેમ સ્વામી કીર્તનો ગાતા ગયા તેમ તેમ સારીએ પ્રકૃતિ પલટાવા લાગી. ભૈરવ રાગ સવારનો રાગ હોવાથી બપોર પછીના સમયે પણ સવારનું વાતાવરણ ખડું થયું. કુકડાઓ બોલવા લાગ્યા. સૂર્યનારાયણે પણ પોતાના કિરણો મંદ કર્યા. સવારનું નિર્મલ દ્રશ્ય ખડું થયુ અને પેલા ગાયકો મહારાજના ચરણે નમી પડ્યા અને સ્વીકાર્યું કે આતો પ્રકૃતિ પર નિયઁત્રણ કરે એવા સાધુ છે, તો સહજાનંદ સ્વામી તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. પ્રગટ ખુદા છે.

      માટે મહારાજ પાસે એવા મહાન સંતો હતા અને છે જેને જોઈને કહી શકાય કે મહારાજ ભગવાન છે જ.

Lakshmichand Sheth of Ghoghala


In a town called Ghoghala there lived a satsangi named Lakshmichand Seth. He previously was not satsangi. But Vrajanand swami once went down to Ghoghala and they met Sethji and preached him about Swaminarayan and explained him the truth and Sethji finally became satsangi.

Seth then decided to go to Africa and earn some money and return. So met with saints and told them about his plan. Saints told him that he shouldt get greedy after going there. Asked him to earn as much as he need and come back so that he could pray and perform service to God. Also told him that he shouldnt lie, do hard work at his job. Also they gifted him mala.

Lakshmichand Seth went to Africa, but never left his bhajan and doing mala. Few months passed by he became rich, but forgot to return back. Once he became sick. He was not able to go to his work. His boss came looking for him as Lakshmichand did not show up at his job for couple of days now. His boss came down and saw Lakshmichand was sick.

He gave him medicine to take with alcohol. Lakshmichand at once replied to his boss saying he was satsangi and he cannot drink alcohol. He would prefer to die instead of breaking rules from Shikshapatri. His boss did not force him. Eventually he became healthy with Maharaj's blessing and he returned back to Ghogha and went to Gadhpur for darshan of Maharaj and then devoted his whole life for satsang. 

MoralFollowing the Shikshapatri is our duty and it pleases Maharaj. 

KATHA



Note:
આપને ઘરસભાના સભ્ય બની દર અઠવાડીએ ઘરસભાનું સાહિત્ય (ઇ-મેઇલ) મેળવવું હોય તો blog post ની જમણી બાજુ “Follow by Email” કે “Subscription“ માં subscribe કરશો.

Bhadresh Radadiya

Shree Swaminarayan Gurukul, Rajkot is a socio-spiritual, non profit organization that believes propagating true education in the world is the noblest work for all.

No comments:

Post a Comment