Ghar Sabha 60

DHOON



KIRTAN


CHARITRA

લાડુબા (ગઢપુર)



જય સ્વામિનારાયણ…

આ ઢીંગલા-ઢીંગલી રમવાની ઉંમરમાં શું આદર્યું? અત્યારથી મીરા બનવાની કોઈ જરૂર નથી… ઓરડામાં પ્રવેશતા એભલખાચર બોલી ઉઠ્યા. પણ અરે બાપુ.... પાંચ વર્ષના લાડુબા બોલ્યા પણ બાપુ કાંઈ નહીં આ બધું એક બાજુ મુકો. પણ બાપુ આ, તો સાક્ષાત પ્રભુ વિરાજમાન છે. મારી સેવા અંગીકાર કરે છે. એમ...ટેરો ભગવાન પ્રગટ હોય તો મને તેના દર્શન થાય અને તારી સેવા અંગીકાર કરે તે મને દેખાય તો હું માનું અથવા આ બધા ફેલ છોડી દે. પણ બાપુ; લાડુબાએ કહ્યું.

આ પાંચ વર્ષના દીકરી લાડુબા બાલપ્રભુ શ્રી કૃષ્ણના ચરણોમાં બેસી પ્રાર્થના કરવા લાગ્યા: હે પ્રભુ તમે તો સાક્ષાત છો  મારી સેવા અંગીકાર કરો  હે લાલ મારા બાપુને તમારો નિશ્ચય કરાવી મારી ભક્તિની લાજ રાખો…
આમ, પ્રાર્થના કરતા કરતા લાડુબાને ભાવસમાધિ થઈ. કૃષ્ણ સ્વરૂપમાં મન એકરૂપ થયું  ચિત્ત શ્રીચરણોમાં ચોટ્યું. આટલું જ્યાં થયું ત્યાં બાલ પ્રભુ લાડુબાના હાથમાં રહેલો દૂધનો કટોરો ઘટ..ઘટ..ઘટ.. પી ગયા, અને એભલબાપુ વિભ્રાંત અવસ્થામાં આ જોતા રહ્યા ત્યાં પ્રભુએ બાપુને નિશ્ચય કરાવવા ખાલી કટોરાને જોરથી બાપુના કપાળ બાજુ ઘા કર્યો. હળવેથી કટોરો જ્યાં બાપુના કપાળમાં વાગ્યો ત્યાં બાપુ સભાન થયા અને લાલાની અકળ લીલાને જોઈ દીકરીની પ્રેમલક્ષણા ભક્તિ જોઈ બાપુ દીકરી લાડુબાના ચરણોમાં લાજ-શરમ છોડી પડ્યા.

હાં..હાં બાપુ આ શું? આપ તો મારા બાપ છો અને અમારું ધ્યાન રાખવું એ આપનો ધર્મ છે. અરે દીકરી મને થયું આ બાળપણાના ભક્તિના ઉભરામાં આમ કરશો ને યુવાન થતા કંઈક નવું કરી બેસશો તો મારે શું મોઢું બતાવવું એમ મને થતું હતું, પણ તારા પ્રભુએ મને તારી ભક્તિની પરાકાષ્ઠા બતાવી માટે જા… આજથી તારે જે રીતે ભક્તિ કરવી હોય અથવા જે આશ્રમમાં રહી ભક્તિ કરવી હોય તેની તને છુટ છે.

આ વાતને વર્ષો વિત્યા, સ્વયં અક્ષરાધિપતિ શ્રીજી મહારાજે ગઢપુરને પોતાનું કાયમી નિવાસ સ્થાન બનાવ્યું, લાડુબા જીવુબા આ બહેનોનો અગાધ પ્રેમ, એમની ભક્તિ. નિત્ય નવા ઉત્સવો કરી મહારાજને ખુબ રાજી કરતા.

ધર્મ નિયમને દ્રઢ પણે પાળી, અનેક બહેનોને સાંખ્યયોગીની દીક્ષા આપી મહારાજના ઉત્તમ ભક્ત બનાવ્યા. ગઢપુરમાં અન્નકુટોત્સવ જેવા ભવ્ય ઉત્સવો ઉજવી અનન્ય સમર્પણ કર્યું.

લાડુબાએ આજીવન બ્રહ્મચર્યના નિયમો પાળી મહારાજની ભક્તિ કરી. પુરુષોત્તમ સિવાય કોઈપણ પુરુષ પોતાના આઠ હાથ આજુબાજુ આવે તો પેટમાં કંઈપણ અન્ન ટકતું નહીં, એટલે સુધી કે, કોઈ બાઈના ગર્ભમાં દીકરો હોય તેને કહેતા અરે બાઈ તારા પેટમાં દીકરો છે માટે આ બાજુ નહીં આવતી, નહિતર મને ઉલ્ટી થશે. આમ, ધર્મો પાળી, મહારાજની આજ્ઞાઓ પાળી, નવા-નવા ઉત્સવો કરાવી મહારાજને ખુબ રાજી કર્યા અને અંતે મહારાજના ધર્મને પામ્યા.


Ego

Bhagwan Swaminarayan has started this unique way of life of not touching money or women for his Sadhus.  Such a way of life has never been seen before.

Once a bawa took maun i.e. a self imposed vow to not to talk to anyone and sat as if meditating. Matara Dhaadhal and Alaiya Khachar were passing by him.  Matara Dhaadhal said to Alaiya Khachar such that the Bawa could hear, “I have a pledge to give five rupees to Bawaji, but he neither talk nor does he have a cloth to which I could tie the money. And what if I leave the money and someone take it?”

At this Alaiya Khachar said, “If your feelings are pure, then the Bawaji would open his mouth”.  The Bawa was listening to all this and the greedy Bawa instantly opened his mouth.

Then Matara Dhaadhal took out the money and said, “I want to give the money to Bawaji while doing Pradakshina”. Saying so, he got up and went behind the Bawa and took a fist full of dirt and then came near the Bawa and put it in his open mouth.

At this the Bawa started cursing Matara Dhaadhal. So Matara Dhaadhal said, “You were not talking to anyone so how come you started talking?”

Hence many people talk about renunciation but really to give up the material world is difficult. One who decides not to see starts seeing and one who decides to give up material pleasures starts collecting those from wherever it is possible.  Not to touch money is something new that Bhagwan Swaminarayan has introduced.


Moral Shreeji Maharaj established this divine and unique saint life in which they don’t touch or keep money among other things.


KATHA

 

Note:
આપને ઘરસભાના સભ્ય બની દર અઠવાડીએ ઘરસભાનું સાહિત્ય (ઇ-મેઇલ) મેળવવું હોય તો blog post ની જમણી બાજુ “Follow by Email” કે “Subscription“ માં subscribe કરશો.

Bhadresh Radadiya

Shree Swaminarayan Gurukul, Rajkot is a socio-spiritual, non profit organization that believes propagating true education in the world is the noblest work for all.

No comments:

Post a Comment