Ghar Sabha 57

DHOON



KIRTAN


CHARITRA

 

    એક વખત ભક્તરાજ પંચાળા નરેશ ઝીણાભાઈના આગ્રહથી ભગવાન શ્રી સ્વામિનારાયણ પંચાળા પધાર્યા. અહીં ઝીણાભાઈના દરબારમાં ઉતારો હતો. સાથે સંતો-ભક્તો હતા. મહારાજ અહીં નિત્ય નવી લીલાથી ભક્તોને અપાર સુખ આપતા. પંચાળા એ સોરઠની ધરતીમાં આવેલું છે. વનરાજીઓની વચ્ચે આ ગામ છે, ઝીણાભાઈના મનમાં મહારાજ અને હરિભક્તો પ્રત્યે અપાર હેત છે. મહારાજને રોજ વાડીઓમાં હિંડોળા બાંધી ઝુલાવે. નિત્યનવા થાળ કરી મહારાજને જમાડે.

મહારાજ પણ ઝીણાભાઈનો ભાવ જોઈ ખુબ રાજી થાય. વચનામૃતના રસની હેલી વર્ષતી હોય એમાં સહુકોઈ ભક્તો ભીંજાઈને રસબસ થાય. ઝીણાભાઈ પણ રોજ મહારાજને પ્રાર્થના કરે, હે મહારાજ તમે કંઈક એવી લીલા કરો કે, જેને એ યાદ રહી જાય અને એનું કલ્યાણ થાય.

એક દિવસ શ્રીજી મહારાજે ઝીણાભાઈને કહ્યું દરબાર આપણે આ પંચાળા ગામ અને આજુબાજુના ગામના માણસોને જમાડવા છે, તો શું જમાડશું? ઝીણાભાઈ
એ કહ્યું મહારાજ! આ લોકો કોરા સુખડા નથી ખાતા...તો શું ખાય છે? શ્રીજી મહારાજે પૂછ્યું. મહારાજ એતો શેલણ હોય તો જમે…

સારું દરબાર આજુબાજુના ગામમાં ઢંઢેરો પિટાવો કે, કાલે સ્વામિનારાયણ જમાડવાના છે. માટે કાલે બધા લોકોએ પંચાળા આવવું. બીજે દિવસે બપોર સુધીમાં બધા માણસો પંચાલ પહોંચ્યા. હૈયામાં એટલો હરખ હતો સ્વામિનારાયણ  શેલણ જમાડવાના છે.
પંક્તિ થઇ, બધાને પીરસાયું  મહારાજના નામનો જયનાદ કરી શેલણ પીવા લાગ્યા. મહારાજે કહ્યું ઘી છૂટથી પિરસજો. લોકો આજે ખુબ તૃપ્ત થયા. રબારી, ભરવાડો વગેરે ખુબ જમ્યા…
માણસો પોતાના ગામ તરફ જવા લાગ્યા. છેલ્લે મહારાજે હરિભક્તોને પૂછયું બધા જમ્યા ને? હા મહારાજ બધા ખુબ જ જમ્યા. ત્યાં મહારાજને નજર એક બાજુ બેઠેલા માણસો ઉપર પડી, ઉભડક બેઠા હતા હાથ જોડીને દિન ચહેરે નીચું જોઈને બેઠા હતા. મહારાજે પૂછ્યું ભક્તો પેલા માણસો જમ્યા? ના મહારાજ! કેમ? અરે મહારાજ! એતો વાઘરી છે, એને ન જમાડાય. એતો હિંસા કરીને પેટ ભરે છે.

મહારાજે ત્યારે કહ્યું: ભક્તો! સુરજ ઉગે ત્યારે એમ નથી જોતો કે આ પાપી છે અને આપુણ્યશાળી છે. માટે એને જમાડવા છે. મહારાજે પોતે તેઓને બોલાવી પોતાના હાથેથી  પીરસ્યું અને અપાર સ્નેહ વરસાવ્યો. એ લોકો પણ પોતાના અહોભાગ્ય માનવા લાગ્યા.

આ વાઘરી લોકોને મહારાજે જમાડ્યા અને તેને મહારાજ પ્રત્યે ખુબ ભાવ થયો, કાયમ એ શેલણ પીરસતી મહારાજની સલૂણી મૂર્તિ દેખાય અને અંતકાળે મહારાજ તેને શેલણ પાઇ પોતાના ધામમાં લઇ ગયા. આમ મહારાજના જે ખરા ભક્ત છે તેના હૃદયમાં સદાય દયા અને સ્નહેના ઝરણાં વહેતા હોય છે... 

Amra bhagat of Timbi

          Amra bhagat of Timbi village was very dedicated to the service of Satsang. Even though he wasn't so well to do financially, he always remained happy.  He used to go to a merchant to get grocery even the merchant wondered how could he remain happy always.  He used to tell the merchant “There is no one as wealthy as me, as I found a treasure called Swaminarayan”. Amra bhagat had not had the darshan of Shreeji Maharaj personally but had satsang from his father Veer bhagat, who himself was a very dedicated devotee.

Amra bhagat once went to Gadhpur to attend celebration when Acharya Maharaj Raghuvirji Maharaj, Sadguru Gopalanand Swami and Sadguru Gunatitanand Swami were also present. During the celebration, Amra bhagat performed all kinds of services. He cleaned the roads and even did the lowliest service like cleaning toilets of devotees and saints. He did so with the great enthusiasm.

Seeing this all saints and Acharya Maharaj were very pleased with him. Being a koli by birth he had little long hair. At the end of the celebration when he went for saints' and Acharaya Maharaj's darshan, Raghuvirji Maharaj and Gopalanand Swami all put their hands on his head and expressed their pleasure and blessed him.

After this incident he felt that since such saints and Acharya Maharaj have put their hand on his head he do not want anyone else to touch his hair. So whole life he neither got his hair cut nor got married. Such was the glory of Shreeji Maharaj in his heart.


Moral: By serving Acharya Maharaj and saints, Amra bhagat's state of mind became pure.


KATHA




 

Note:
આપને ઘરસભાના સભ્ય બની દર અઠવાડીએ ઘરસભાનું સાહિત્ય (ઇ-મેઇલ) મેળવવું હોય તો blog post ની જમણી બાજુ “Follow by Email” કે “Subscription“ માં subscribe કરશો.

Bhadresh Radadiya

Shree Swaminarayan Gurukul, Rajkot is a socio-spiritual, non profit organization that believes propagating true education in the world is the noblest work for all.

No comments:

Post a Comment