Ghar Sabha 55

DHOON


KIRTAN


CHARITRA

"ક્ષમા"

    એકવાર શ્રીજીમહારાજ સમારખે ગામે જઈને વખતા પગીને ઘરે નિવાસ કરીને રહ્યા હતા. તે સમયે આણંદ ગામથી દિનકર પંડયા, હરિશંકર વગેરે હરિભક્તો દર્શન કરવા આવ્યા. તેવો વિનંતી કરી કહેવા લાગ્યા - હે પ્રભુ ! અમારું ગામ નજીક છે. આપ દયા કરીને પધારો. શ્રીહરિ કહે આણંદમાં અમારા પ્રત્યે દ્વેષ રાખનારા લોકો ધણા છે. અમો ત્યાં આવીએ તો વિરોધ કરશે અને વિના કારણે હોબાળો મચાવશે. તેઓ ઉપદ્રવ કરશે તેથી અમે નહિ આવીએ. શ્રીહરિના વચનો સાંભળી ને ભક્તો રડવા લાગ્યા. આપ પધારો તો હરિભક્તોને હિંમત મળે, ઉત્સાહ વધે. નવા મુમુક્ષુ ને આપના દર્શન થાય. આપ સમર્થ છો ચાહો તો સંકલ્પ માત્રથી દ્વેષીનો નાશ કરો તેમ છો. ભક્તોની પ્રાર્થના સાંભળી શ્રીજીએ આણંદ આવવાની હા કહીં.

સ્વામિનારાયણ ભગવાને સર્વે સંતો ભક્તોને સભામાં બોલાવ્યા ને કહેવા લાગ્યા કે હે શસ્ત્રધારી શુરવીર પાર્ષદો, દરબારો ને ભક્તો, તમો યુધ્ધ કળામાં નિપૂણ છો. તમે અપમાન સહન કરતા નથી પરંતુ તમે મારી વાત માંનો છો તેથી કહુ છું કે જે ને આમારી સાથે આણંદ આવવું હોય તેને આમારી જેમ નિર્માની પણું રાખવું. વાંક વગર કોઈ અપમાન કરે તો તેને ગણશો નહિ.

આ રીતે ઉપદેશ આપી આણદમાં આવ્યા. ભક્તો સ્વાગત કરવા આવ્યા. વાજતે ગાજતે સ્વામિનારાયણ ભગવાનને હરિભક્તોએ પોતાને ઘરે પધરાવ્યા . હરિભક્તોનો આનંદ ઉમંગ દ્વેષિ લોકો જોઈ શક્યા નહી તેથી મહારાજ ને સંતો ભક્તો ઉપર ધૂડ ને કાદવ ઉડાડવા લાગ્યા. દરબારો ને પાર્ષદોના રુંવાડા ઉભા થઈ ગયા. હાથ તલવાર સુધી પહોંચી ગયા પરંતુ મહારાજ ની આજ્ઞા હતી તેથી એકપણ શબ્દ બોલ્યા વિના સર્વે એ અપમાન સહન કર્યું. ભગવાને વગર વાંકે અપમાન સહન કર્યું ને માણસ નો તો સહજ સ્વભાવ છે કે વાંક હો
તોય સામે થાય ને પોતાની ભુલ સ્વીકારે નહિ. વગર વાંકે કોઈ અપમાન કરે કે ખીજાય તો તો જોયા જેવી થાય. પરંતુ આપણા સંતો ભક્તોએ ક્ષમા રૂપી ખડગથી હજારોના જીવન પરિવર્તન કર્યાં છે.

જુના સવાર ગામે ગુણાતીતાનંદ સ્વામીને સંતો મીઠાભાઈ સાકરિયાને ઘેર ઠાકોર જમાડવાની તૈયારી કરતા હતા તેવામાં ગામ ધણી દરબાર ના હુકુમથી કેટલાક માણસો આવ્યા ને તૈયાર ભોજન જમીન માથે નાખી દીધું . સંતો ભૂખ્યા ગામ છોડીને જતા રહ્યા. રસ્તામાં

સંતોએ ભગવાનને પ્રાર્થના કરીકે આમને ઘરે સદગુણી દીકરાનો જન્મ થાય. કેવા ક્ષમાવાન એ સંતો!!

ધૂળેટી ના દિવસે જીવાજોશીએ ગાળ ના બોલી તો ગામ છોડવાનો હુકમ ગામ ધણી બાપુએ કર્યો .

આ બધાજ સંતો ભક્તોએ તેમનુ અહિત, અપમાન કે દ્વેષ કરનાર ને માત્ર માફી જ નથી આપી પણ તેમનું હિત થાય તેવી ભગવાનને પ્રાર્થના કરી છે. જયારે આપણી સાથે કોઈ આવું કરે તો આપણે તેમનું અહિત થાય તેવું કે તેમના પ્રત્યે નકારાત્મક વિચારો કરતા

હોઈએ છીએ. તેથી સમી વ્યક્તિ નો આપણા પ્રત્યે વિરોધનો અભિગમ બદલાતો નથી. પરંતુ હવેથી આપણું અહિત કરનાર નું હિત થાય તેવા વિચાર કરીશું ને ભગવાનને પ્રાર્થના કરવાની કે મને તેના પ્રત્યે દ્વેષ ભાવ ના રહે એમના વિષે સારું વિચારવી ક્ષમતા આપો.

તેમને સુખી કરો સદબુદ્ધિ આપો.

આવી વાત કરાવી સહેલી છે પણ સમય આવતા વિરોધી વિશે નકારાત્મક વિચારો સાહજિક પણે થતા હોય છે. ગુરુમહારાજ કહે છે કે ચાંદ્રયાણ વ્રત કરતા પણ કઠણ વ્રત બીજાના વિષે સારું વિચારવું ને બોલવું તે છે.

Faiba of Village Machhiav

          Faiba of Machhiav was a devotee of Shreeji Maharaj. She drove her daughter-in-law away to her parent's home over a small dispute. The girl and her family of Melasan village, too were devotees of Maharaj. Once in satsang vicharan, Maharaj stopped by Melasan. The daughter’s father approached Maharaj and requested Him to help reconcile with Faiba. Maharaj readily agreed and said, “I will persuade Faiba to accept her daughter-in-law back.” Maharaj called the daughter and asked, “Would you accept My advice?” She replied, 'Oh Maharaj, I am at Your command I will do whatever You and my mother-in-law ask me to do.” Maharaj was assured of her sincerity, and He headed for Machhiav. Faiba welcomed Maharaj. She prepared food for Maharaj and saints. As Shreeji Maharaj climbed the stairs of her home, Faiba bowed onto His feet. Maharaj asked, “Faiba, would you agree to what I propose?” Faiba readily agreed and replied, “Maharaj, let Your will prevail”

Shreeji Maharaj suggested, “Please go and bring your daughter in-law home.” Faiba replied, “How can I do it? It seems You have been misguided and misinformed by that woman.” Thereupon, Shreeji Maharaj asked, “What do you think about Me?” Faiba became rigid and replied, “Maharaj, You are the Supreme God, but You should not interfere in our internal affairs. Please do not insist.”

Shreeji Maharaj did not like this. He did not approve of Faiba's obstinacy. He again tried to convince her by saying, “If you don't reconcile with your daughter-in-law, I and My saints and devotees will not dine at your house and shall quit your village.” But Faiba did not budge.

Seeing Faiba’s attitude Maharaj and saints left Machhiav without taking food and Maharaj never visited Machhiav again.


Moral: Stubborn attitude in satsang only harms us and drives us away from Maharaj.


KATHA



 

Note:
આપને ઘરસભાના સભ્ય બની દર અઠવાડીએ ઘરસભાનું સાહિત્ય (ઇ-મેઇલ) મેળવવું હોય તો blog post ની જમણી બાજુ “Follow by Email” કે “Subscription“ માં subscribe કરશો.

Bhadresh Radadiya

Shree Swaminarayan Gurukul, Rajkot is a socio-spiritual, non profit organization that believes propagating true education in the world is the noblest work for all.

No comments:

Post a Comment