Ghar Sabha 54

DHOON


KIRTAN





CHARITRA

"મહારાજની મરજીમાં વર્તે એ જ સાચું હેત છે"

એક વખત શ્રીજી મહારાજ જેતપુર પધાર્યા ત્યારે સૌ સત્સંગી દર્શન કરવા આવ્યા. જીવા જોશી પુત્રોએ સહીત દર્શને આવ્યા, એટલે મહારાજે કહ્યું, ‘જોશી આ તમારા દીકરા મોટા થઈ ગયા છે, છતાં જનોઈ કેમ નથી આપી?’ જોશીએ કહ્યું, ‘આર્થીક સ્થિતિ નબળી છે. અત્યારે દેશકાળ પણ અનુકુળ નથી.’ મહારાજે તુરંત જ પૂછ્યું ‘જોશી! જનોઈ આપવામાં કેટલું ખર્ચ થાય?’ ત્યારે તેણે કહ્યું, ‘જો સાધારણ કરીએ તો બસો કોરી ખર્ચ થાય. અને સારું કરીએ તો પાંચસો કોરી બેસે.’
    પછી તે વખતે એક ગુણબુદ્ધિવાળા વેપારી દર્શન કરવા આવ્યા હતા. તેને મહારાજે ભલામણ કરી કે, ‘આ જીવા જોશીને અમારે ખાતે માંડીને તમારી દુકાનેથી જે જોઈએ તે પાંચસો કોરી સુધીનો માલ આપશો.’ એટલે શેઠે હા કહી. પછી તત્કાલ મુહુર્ત જોવરાવી બીજે જ દિવસે જનોઈ આપવાનું નક્કી થયું. સાંજે ગોવર્ધન તથા શિવો એ બે ભાઈને ફૂલેકે ફરવાનો સમય થયો, ત્યારે જીવ જોશીએ કહ્યું, ‘કૃપાનાથ! આ મંગળ પ્રસંગે આપ અમારે ઘરે પધાર્યા છો તો તમે પણ માણકીએ ચડી ફુલેકામાં પધારો.’
ભક્તાધીન પ્રભુએ હા કહી. મહારાજની ઘોડી સૌની આગળ રાખી દરેક સત્સંગીઓએ બંનેય ભાઈનું ફૂલેકું સૌને ઘેર ફેરવ્યું. પ્રથમ તો સૌ મહારાજને પસ ભરાવે અને પછી બંને ભાઈને પસ ભરાવે. એ રીતે ધાધુમથી પ્રસંગ ઉજવાયો તેથી જોશી ઘણા ખુશી થયા. પછી બીજે દિવસે મહારાજે બેય ભાઈઓને વિધિપૂર્વક જનોઈ આપી.
          આ પ્રસંગે સૌ સગા સ્નેહીઓને જમવા માટે નોતરા પ્રથમથી આપ્યા હતા તે સૌએ કબુલ રાક્યા હતા પરંતુ જમવાનો સમય થયો ત્યારે ઊંડી ઈર્ષ્યાને લીધે કોઈ જમવા આવ્યા નહિ, ત્યારે મહારાજે ન આવવાનું કારણ પૂછ્યું એટલે કોઈએ કહ્યું કે, “એક ગ્રંથમાં લખેલ છે કે, બીજા કોઈએ છોકરાને જનોઈ દેવરાવી હોય તે છોકરાના હાથનું શ્રાદ્ધ તેના બાપને ન પહોંચે પણ જનોઈ દેનારને મળે.’  ત્યારે મહારાજે કહ્યું, ‘અમને જે મળશે તે આખા જગતને પહોંચી જશે.’ આ વાત સાંભળી બ્રાહ્મણો ચાલ્યા ગયા પણ જમવા બેઠા નહિ. પછી રસોઈ તૈયાર હતી તે સાધુ, પાળા તથા સત્સંગીઓને જમાડી દીધી અને ગરીબ લોકોને જમાડ્યા.
    સાંજે પછી જયારે સત્સંગીઓની સભા થઇ ત્યારે મહારાજે વાત કરી કે, ‘જીવ જોશી બહુ ધર્મનિષ્ઠ અને  ભગવદીય બ્રાહ્મણ છે. એમ જાણી અમે તેના બંને પુત્રોને જનોઈ આપી તેમાં પાંચસો કોરીનું ખર્ચ થયું. તે આ શેઠે અમારે ખાતે માંડીને આપ્યું છે. હવે અમારે શેઠને વહેલાસર પૈસા આપી દેવા છે.’ આ રીતે મહારાજે મર્મથી વાત કરી. એ વખતે કેટલાક ખૂબ સુખી ભક્તો બેઠા હતા પણ કોઈ કંઈ બોલ્યું નહિ.
    દરેક માણસ દેહ, ગેહ અને કુટુંબના વ્યવહારમાં પુષ્કળ પૈસા છૂટથી વાપરે છે. પરંતુ પરોપકાર અર્થે તો કોઈ વિરલા પુરુષ જ ધન વાપરી શકે. જેને ભગવાન અને ભગવાનના ભક્તોને વિષે આત્મબુદ્ધિ થઇ ગઈ હોય તે વિના કહ્યે પોતાની જાતે પ્રેમથી પુણ્યકાર્યમાં ધનનો સદુપયોગ કરવાનું કદી ભૂલતા નથી. આવા ઉત્તમ સમજણવાળા ભક્તો ગરીબ હોય તો પણ તે યોગ્ય સમયે ઉત્તમ સેવા કરતા જ રહે છે. ત્યારે ઓછા મહિમાવાળા ધનવાન હોવા છતાં લાભ લઇ શકતા નથી.
    પછી ત્યાંથી બીજે દિવસે મહારાજ ફરેણી ગયા. ત્યાં પણ સભામાં ભક્તજનો આગળ તે જ વાત કરી પણ આ મર્મને કોઈ સમજી શક્યું નહિ. પરંતુ શ્રીજીની આ વાત સંભાળીને બહેનોની સભામાં બેઠેલા હરિદાસ બાવા નામના અનન્ય સત્સંગીના પત્નીએ વિચાર કર્યો કે ‘આપણી પાસે ધન છે તે મહારાજના કામમાં ન આવે તો શા કામનું?’ પછી તે તુર્ત જ ઘેર ગયા અને બારસો કોરીની એક દેગડી જમીનમાં દાટી હતી; તે કાઢીને મહારાજ પાસે લાવ્યા અને કહ્યું કે, ‘મહારાજ! આ ધન આપને યોગ્ય લાગે ત્યાં વાપરો.’ મહારાજે કહ્યું, ‘બાવાજીને પૂછીને લાવ્યા છો?’ બાઈએ કહ્યું, ‘બાવાજી તો બહાર ગામ ગયા છે. પણ એમને પૂછવું પડે તેમ નથી. તેઓ આ સેવાથી બહુ જ રાજી થશે. કારણકે તે આપના ખરેખરા સેવાભાવી ભક્ત છે.’ બાઈનો અત્યંત પ્રેમભાવ જોઇને મહારાજે પાંચસો કોરી રાખી અને બાકીની પરાણે પછી દીધી.
    જયારે બાવાજી આવ્યા ત્યારે આ વાત સાંભળીને ઘણા રાજી થયા. અને એમ બોલ્યા કે ‘બધી કોરી સેવામાં રાખી હોત તો આપણું ધન બરાબર લેખે જાત, પણ જેમ પ્રભુની ઈચ્છા.’
    આખી જિંદગી મુશ્કેલી વેઠીને બારસો કોરીની મરણમુડી ભેગી કરી હતી. તે તેટલા ભાવપૂર્વક તત્કાળ પ્રભુને અર્પણ કરી દીધી! આનું નામ હૃદયનો સાચો પ્રેમ કહેવાય. પછી એ કોરીઓ મહારાજે જેતપુર શેઠને મોકલાવી આપી.

Nathuram Bhatt

          Nathuram Bhatt of Ahmedabad who used to perform Katha (discourse) on Shrimad Bhagwatam and calmed many people's anxiety was sad when his wife went to Akshardham. He kept weeping and went without food and water for 15 days. He told everyone that Maharaj found only his wife to take away to Akshardham. Concerned of his health, people brought him to Maharaj in Jetalpur.
Maharaj started to work on Nathuram Bhatt in a jovial manner. Maharaj asked Sura Khachar, "Darbar, what is a greater surprise, birth or death?" Sura Khachar replied, "Both are surprises but a greater surprise is that someone weeps so much after someone." Maharaj talked to Nathuram Bhatt about the mortal nature of this life and that devotion to God is immortal and not to grieve so much over his wife’s death by forgetting his own future. Also at that time a newlywed couple, Govindram and Rudiben came to Maharaj’s darshan. They had come for His blessings.
Rudiben expressed her desire to please Maharaj by being His disciple. Maharaj said, “Being My disciple is not easy, you have to follow strict vows” Rudiben agreed and asked what she had to follow. Maharaj said after getting married all other men should be treated as brother or father to which Rudiben agreed. Then Maharaj said that is done by all ladies, but if you treat your husband as brother or father then I would make you My disciple to which again Rudiben agreed. Nathuram immediately realized his folly seeing that a newlywed couple is ready to forsake worldly pleasures for Maharaj. Maharaj did this charitra for Nathuram to get over his grief. Maharaj then instructed Govindram and Rudiben to lead a life as a satsangi householder. Moral: Our grief on losing material worldly pleasures should not cripple our spiritual goal.

Moral: Ideal devotees like Dada Khachar should be our role models.


KATHA


 

Note:
આપને ઘરસભાના સભ્ય બની દર અઠવાડીએ ઘરસભાનું સાહિત્ય (ઇ-મેઇલ) મેળવવું હોય તો blog post ની જમણી બાજુ “Follow by Email” કે “Subscription“ માં subscribe કરશો.

Swaminarayan Gurukul

Shree Swaminarayan Gurukul, Rajkot is a socio-spiritual, non profit organization that believes propagating true education in the world is the noblest work for all.

No comments:

Post a Comment