Ghar Sabha 52

DHOON




KIRTAN




CHARITRA

"પાટા ફેરવો તો ભાગ્ય ફરે"

 જય સ્વામિનારાયણ...

           સંવંત 1945માં સદ્દગુરુ શ્રી યોગેશ્વરદાસ સ્વામી જૂનાગઢ મંદિર નો વહીવટ સંભાળતા હતા. આ અરસામાં  ઈ. સ. 1887 માં જૂનાગઢમાં રેલવે ટ્રેક બીછાવવાનું કામકાજ ચાલતું હતું.
(ઈ.સ. 1763 માં દીવાન ગોકુલજી ઝાલાના સમયમાં રેલવે નાખવા માટેના ચક્રો ગતિમાન થયા હતા. જૂનાગઢ થી વેરાવળ સુધીની સુવિધાની સૌ પ્રથમ જાહેરાત જૂનાગઢમાં બહાઉદીનભાઈએ કરી હતી. 107 કી.મી.ની રેલવે નાખવામાં જૂનાગઢ રાજ્યે 37 લાખ રૂપિયા ખર્ચેલા. જાન્યુઆરી 1888 ના રોજ પ્રથમ ટ્રેન જૂનાગઢ ખાતે પ્રવેશી હતી.)
 
આ રેલવે ટ્રેકનો માર્ગ આગળ જતાં મંદિરના ચોગાન પાસેથી નીકળતો હતો. અને જૂનાગઢ સ્ટેટની રેલવે ટ્રેકનું કામકાજ એ વખતનાં દીવાન હરિદાસ વિહારીદાસ દેસાઈ સાંભળતા હતા. હરિદાસ ભાઈ એક સારા હરિભક્ત પણ હતા.

યોગેશ્વર સ્વામીને ખબર પડતાં અગ્રગણ્ય હરિભક્તોને દીવાન સાહેબને મળવા મોકલ્યા પણ દીવાનજી કઈ કરી શકે તેમ ન હતા તેથી સાંભળ્યું ન સાંભળ્યું કરી નાખ્યું. હરિભક્તોએ મંદિરમાં પાછા આવીને સ્વામીને બધી વાત કરી.

"સ્વામી, દીવાન સાહેબ માને એવું તો લાગતું નથી. હવે જો મહારાજ જ કંઈક પરચો દેખાડે તો જ આ કામ શક્ય છે."

"જો પાટા નંખાઈ ગયા તો રોજ મંદિર પાસેથી ગાડી નીકળશે, અવાજ - ઘોંઘાટ થશે અને ધ્યાન ભજન માં વિક્ષેપ થશે."
"તો હવે શું કરવું??"
"ભક્તો આપણે મળીને મહારાજને પ્રાર્થના કરીયે. મહારાજ જરૂર કંઈક રસ્તો સુઝાડશે."
"સ્વામી, સાંભળ્યું છે કે દીવાનજી ને એકેય દીકરો નથી. જો આપ આશીર્વાદ આપો તો એને ઘેર પારણું બંધાય તો કંઈક થઇ શકે."

"અમે તો કોઈને દીકરા દેતા નથી પણ મહારાજને પ્રાર્થના કરીએ આપણે. તમે દીવાનજીને અહીંયા બોલાવો."

ભક્તોએ દીવાનજી ને મંદિરે પધારવા આમંત્રણ આપ્યું. દીવાનજીએ મંદિરમાં આવીને દેવદર્શન કર્યા. પછી ધર્મશાળામાં યોગેશ્વરદાસ સ્વામી અને મહાપુરૂષદાસજી સ્વામી બેઠા હતા ત્યાં તેમની પાસે આવ્યા. પ્રણામ કરી સામે બેઠા.
"પ્રણામ સ્વામીજી."
"જય સ્વામિનારાયણ, દીવાનજી એવો બેસો." સ્વામીએ મીઠો આવકાર આપ્યો.
"બોલો સ્વામી, મારે લાયક કોઈ કામકાજ?"
"બસ દીવાનજી, અમારા ભક્તો જે કામે તમારી પાસે આવ્યા હતા તે જ કામ હતું."
"સ્વામી, એ બહુ અઘરું કામ છે. અંગ્રેજ અધીકારીઓ મોજણી પણ કરી ગયા છે. દીવાન ગોકુલજી ઝાલા ના સમય થી આ કાર્યની શરૂઆત થઇ ગઈ હતી પણ જમીનની સોંપણી ન થતા કામ અટકી પડેલું હતું. મહાબતખાનજીએ જમીન બાબતની સત્તા અંગ્રેજોને સોંપી ત્યારબાદ આ કામ શરુ થઇ ગયું હતું. ધોરાજી સુધી તો ગાડીના પાટા પણ નંખાઈ ગયા છે. હવે તો જૂનાગઢ માં પાટા માટેનો માર્ગ પણ થઇ ગયો છે."

"સાહેબ, અમે પણ જાણીએ છીએ કે આપ લોકસેવાના ઘણા કામો કરો છો પણ આ રેલવેનો માર્ગ થોડો આઘેરોક થઇને કાઢો તો સારું."
"સ્વામીજી, હું બનતો પ્રયત્ન કરી જોઇશ."
"દીવાનજી, આપ જો આ કાર્ય કરશો તો કેટલાય સંતો ભક્તોનો રાજીપો મળશે."
"સ્વામીજી, આપ પણ મહારાજને પ્રાર્થના કરજો કે હું આપનુ આ કામ કરી શકું."

"દીવાન હરિદાસ ની સાથે મુમધાના પાટીદાર હેમાભાઇ પણ આવ્યા હતા તેમને યોગેશ્વરદાસ સ્વામીને કહ્યું, "સ્વામી હરિભાઈને એકેય સંતાન નથી. આપ એમને દીકરો થાય એવા આશીર્વાદ આપો."
"હે... દીવાનજી... આપને સંતાન નથી ?"
"હા સ્વામીજી, ભગવાને બધું આપ્યું છે પણ આ એક ખોટ છે."
"દીવાનજી, જો તમે આ રેલવે નું કામ અટકાવો તો મહારાજ તમને દીકરા આપે. આપ ગાડી ના પાટા બદલો, મહારાજ તમારું નસીબ બદલે."
"ભલે સ્વામીજી, હું એ કામ કરી દઈશ."

યોગેશ્વરદાસ સ્વામી પણ દીવાન ઉપર રાજી થયા. સ્વામી એ છાતીમાંથી વાળ તોડીને આપ્યા. એમાંથી એક વાળ પડી ગયો, અને બે હાથ માં રહ્યા.
"દીવાનજી, ગણો જોઈએ, કેટલા વાળ છે ?"
"બે વાળ છે સ્વામીજી અને એક નીચે પડી ગયો."
"તો તમારે ત્રણ દીકરા થશે. તેમાંથી એક દીકરાનું મૃત્યુ થશે પણ બે દીકરા મોટા થશે."
"સ્વામી, આપે મારા પણ બહુ જ મોટી કૃપા કરી છે. હું આપનું કામ જરૂર થી કરી દઈશ."

મહાપુરૂષદાસજી સ્વામી કહે, "હરિભાઈ, મહારાજ અને સાધુની કૃપાથી દીકરા થશે માટે તેમના નામ સંતદાસ  અને સ્વામીદાસ રાખજો."
"ભલે સ્વામી."

ત્યારબાદ, જૂનાગઢ માં દીવાન હરિદાસજીએ રેલવે માર્ગ બદલીને મંદિર થી દૂર લઇ જવાનું નક્કી કર્યું. સમય જતાં દીવાનજી ને 3 દીકરા થયા જેમાંથી એક જન્મતાં ની સાથે જ મૃત્યુ પામ્યો. મહાપુરૂષદાસજી સ્વામી ના કહેવાથી દીકરા ના નામ સંતદાસ અને સ્વામીદાસ રાખેલા.

Nathuram Bhatt

          Nathuram Bhatt of Ahmedabad who used to perform Katha (discourse) on Shrimad Bhagwatam and calmed many people's anxiety was sad when his wife went to Akshardham. He kept weeping and went without food and water for 15 days.  He told everyone that Maharaj found only his wife to take away to Akshardham. Concerned of his health, people brought him to Maharaj in Jetalpur.

Maharaj started to work on Nathuram Bhatt in a jovial manner. Maharaj asked Sura Khachar, "Darbar, what is a greater surprise, birth or death?" Sura Khachar replied, "Both are surprises but a greater surprise is that someone weeps so much after someone." Maharaj talked to Nathuram Bhatt about the mortal nature of this life and that devotion to God is immortal and not to grieve so much over his wife’s death by forgetting his own future.  Also at that time a newlywed couple, Govindram and Rudiben came to Maharaj’s darshan.  They had come for His blessings.  Rudiben expressed her desire to please Maharaj by being His disciple. Maharaj said, “Being My disciple is not easy, you have to follow strict vows” Rudiben agreed and asked what she had to follow. Maharaj said after getting married all other men should be treated as brother or father to which Rudiben agreed. Then Maharaj said that is done by all ladies, but if you treat your husband as brother or father then I would make you My disciple to which again Rudiben agreed.

Nathuram immediately realized his folly seeing that a newlywed couple is ready to forsake worldly pleasures for Maharaj.  Maharaj did this charitra for Nathuram to get over his grief. Maharaj then instructed Govindram and Rudiben to lead a life as a satsangi householder.


Moral: Our grief on losing material worldly pleasures should not cripple our spiritual goal.


KATHA

 

Note:
આપને ઘરસભાના સભ્ય બની દર અઠવાડીએ ઘરસભાનું સાહિત્ય (ઇ-મેઇલ) મેળવવું હોય તો blog post ની જમણી બાજુ “Follow by Email” કે “Subscription“ માં subscribe કરશો.

Bhadresh Radadiya

Shree Swaminarayan Gurukul, Rajkot is a socio-spiritual, non profit organization that believes propagating true education in the world is the noblest work for all.

No comments:

Post a Comment