Ghar Sabha 50

DHOON




KIRTAN




CHARITRA

"બાળભક્ત"

 જય સ્વામિનારાયણ...

           સોરઠમાં જગા-મેડી નામનું નાનું ગામ છે. આ ગામમાં નંદસંતોએ સત્સંગ કરાવ્યો હતો. સંતો ગામમાં પધાર્યા. દરરોજ સવાર સાંજ ગામનાં ચોરે કથા કરે. ઘણા મુમુક્ષુઓ કથા સાંભળવા આવતાં. તેમાં પટેલનો દીકરો હીરો પણ આવતો. તેના હૃદયમાં સંતોના શબ્દો ઉતરવા લાગ્યા. ધીમે ધીમે સંતો સાથે હેત થઇ ગયું. પછી સમય મળે એટલે સંતો પાસે સમાગમ-સેવા કરવા પહોંચી જાય. સંતો પાસે વર્તમાન ધારણ કરી પૂજા કરવાનું નિયમ લીધું. નીયમની દ્રઢતા કરાવી સંતો બીજા ગામમાં ગયા.

બાર વર્ષનો આ હીરો સાચે જ હીરો હતો. બીજે દિવસે સવારે વહેલા નાહીને પવિત્રપણે તે પૂજા કરવા બેઠો. થોડી વારમાં તેમનો જમ જેવો બાપ જાગ્યો અને હીરાને માળા ફેરવતા જોઇને ત્રાડુંક્યો, ‘એલા હિરલા! તને આ ધતીંગ કોણે શીખવ્યું? બંધ કર આ તારું ટીખળ. તું હજી વેંત જેવડો છો ને ભગત થાવા હાલ્યો છો. તે મને કોઈદિ’ પૂજા કરતા જોયો છે? સમય શું બગાડ છો? ખેતીનું કામ કરવા જા.’ એમ કહીને પૂજાની મૂર્તિ ફાડી નાખી. પૂજાની સામગ્રી ફેકી દીધી. હીરો દીકરો સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતો ખેતરે કામ કરવા ગયો. તે દિવસે જમ્યો નહિ. તેને બહુ દુ:ખ થયું. ભગવાનને પ્રાર્થના કરી.

બીજે દિવસે સવારે માનસીપૂજા કરવા બેઠો. તે જોઇને તેના પિતા ફરી ખીજાયા અને મારવા જ મંડયા. હીરો જોર જોરથી સ્વામિનારાયણ... સ્વામિનારાયણ... બોલવા લાગ્યો. પિતાએ સ્વામિનારાયણ નામ લેવાની ના પાડી. હીરાએ કહ્યું કે ‘હું ખેતરમાં કામ કરવાની ના નથી પડતો તો તમે મને શા માટે સ્વામિનારાયણનું નામ લેવાની ના પડો છો?’ આ સાંભળી તેના બાપને વધારે ક્રોધ ચઢયો. કહેવા લાગ્યો, ‘હજુ તો તું ટાબરિયો છો ને મારી સામે બોલે છે?’ ગાડામાં બેસાડી ને વાડીએ લઈ ગયા. આજે  ખેતરમાં ખડ વાઢવાનું હતું. હીરો ખડ વાઢતા વાઢતા મહારાજનું ભજન કરતો હતો. તેના મોઢામાં સ્વામિનારાયણનું નામ સંભાળીને જ તેના બાપને ગુસ્સો આવી જતો હતો.

ગુસ્સામાં તે હીરાને ખડ ભરેલા ગાડા પાસે લઇ ગયો. હીરાને બળદ બાંધવાના જોતરે બાંધી તે નરાધમ બાપ બોલ્યો, ‘એય હિરીયા! હું હિરણ્યકશીપુ છું. માટે કાન ખોલીને સાંભળી લે. તું આજથી સ્વામિનારાયણનું નામ લેવાનું મૂકી દે. નહીતો હું ગાડુ  ઉલાળી ને મારી નાખીશ. તારો નિર્યણ મને અત્યારે કહે?’  હીરા ભગત તો હીરા જેવા જ મજબુત હતા. પિતાને જવાબ આપતા બોલ્યાં, ‘પિતાજી! જો તમે હિરણ્યકશીપુ છો તો હું પ્રહલાદ છું. મારા દેહમાં જ્યાં સુધી પ્રાણ હશે ત્યાં સુધી મારા મોઢામાં સ્વામિનારાયણનું નામ રહેશે. તમારે જે કરવું હોય તે કરો.’

બાર વર્ષના બાળકની આવી હિંમતભરી વાત સાંભળી ને નરાધમ પિતાનો ક્રોધ આસમાને પહોચી ગયો. એણે ગાડાને જોરથી ઉલાળી નાખ્યું. કોમળ અંગવાળા હીરાના ગાળામાં જોતારનો ફાંસો લાગી ગયો. પ્રભુનું સ્મરણ કરતા મૂર્છા પામી ગયા. તે સમયે અનંત મુક્તોને લઈને શ્રીજીમહારાજ પધાર્યા. હીરાભગતને દર્શન દઈને કહ્યું કે ‘એ હીરા! મારા માટે તે આવું અસહ્ય દુઃખ સહન કર્યું અને મૃત્યુનો પણ સ્વીકાર કર્યો. માટે તારે જે જોઈએ તે માગી લે. તું કહે તો હું તને જીવતો કરું. તું ઈચ્છે તો તને અમર કરું. તારે ઇન્દ્રના વૈભવ જોઈએ તો તે આપું. ને મારા આવવું હોય તો ધામમાં નિવાસ કરાવું. તારે શું જોઈએ છે? તે જલ્દી માગી લે.’ આ રીતે બોલતા બોલતા શ્રીહરિની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા.

શ્રીજી મહારાજના દર્શનથી હીરાની પીડા દુર થઈ. બે હાથ જોડીને પ્રભુને વિનંતી કરવા લાગ્યા કે ‘હે દયાળુ! આપે મારા જેવા સામાન્ય જીવ ઉપર બહુ દયા કરી. હવે આ લોકમાં મારે રહેવું નથી તથા તમારા વિના બીજું કશુજ મારે જોતું નથી. મારે આપની સેવામાં રહેવું છે મને તમારી સાથે લઈ જાવ.’

આવી દીનતાભરી વાણી સાંભળીને શ્રીહરિ રાજી થયા. વિલંબ કર્યા વગર માઇક દેહનો ત્યાગ કરાવીને અક્ષર ધામમાં લઇ ગયા. પટેલે પોતાના એકના એક દીકરાને મારી નાખ્યો તે વાતની ગામમાં બધાને જાણ થઇ એટલે લોકો નિંદા કરવા લાગ્યા કે, ‘આવો તે બાપ હોતો હશે? આના કરતા તો રાક્ષસ સારો.’ હીરાની માતાને પણ બહુ જ દુઃખ થયું. એકનો એક દીકરો મૃત્યુ પામ્યો. પટેલને પણ પછી પસ્તાવો થયો પણ પછી શું થાય? તે જીવ્યા ત્યાં સુધી પીડા ભોગવતા રહ્યાં.

ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી આપણને ઘણી વાર યાદી આપતા કહે છે કે ‘ક્ષણનો ક્રોધ વર્ષોનો પસ્તાવો છોડતો જાય છે. ક્ષણની ભૂલ જિંદગીની સજા બને છે.

આપણે પણ બાળભક્ત હીરા જેવા શુરવીર સત્સંગી બનીએ. ગુરુમહારાજ કહે છે કે ‘લોકો ધર્મ માટે બાધવામાં શૂરવીરતા બતાવતા હોય છે પરંતુ સાચી શૂરવીરતાતો ધર્મનું પાલન કરવામાં છે.’



Dinanath Bhatt

          Dinanath Bhatt of Amod was a disciple of Bhagwan Swaminarayan. A distinguished scholar of Sanskrit, he had the entire Shrimad Bhagwatam memorized. He also helped Sadguru Shatanand Swami when composing the scripture Satsangijivan. Still he harbored little ego of his scholarship.

Shreeji Maharaj wrote the Shikshapatri for which Dinanath Bhatt helped Him. When Shreeji Maharaj included Mayaram Bhatt’s name in the Shikshapatri instead of his, Dinanath Bhatt’s ego was hurt and he did not remain a disciple of Shreeji Maharaj.

Bhagwan does not let go off his devotees so easily. To get Dinanath Bhatt to the right path, by Shreeji Maharaj’s wish a spirit/ghost entered Dinanath Bhatt’s daughter Jamna’s body. She turned Dinanath Bhatt’s life upside down. She would talk in foul language, she would eat inedible food, and she would play with feces, sometimes laugh loudly and sometimes cry loudly. Bhattji tried several means and ways of curing her but in vain.

Finally someone suggested to him to ask the refuge of Bhagwan Swaminarayan. Dinanath Bhatt came to Gadhpur and told Maharaj of his plight. Shreeji Maharaj told him, “What is the big deal about it? Today during lunch when Mayaram Bhatt had his lunch finished, take some of his Prasadi and feed to Jamna”.

It was Mayaram Bhatt whom Dinanath Bhatt had jealousy with. But under the circumstances he had no choice. When Mayaram had his lunch his prasadi was given to Jamna, the ghost left Jamna’s body.

Dinanath Bhatt then again took refuge in Bhagwan Swaminarayan.


Moral: We shouldnot harbor jealousy against devotees of Bhagwan.


KATHA


 

Note:
આપને ઘરસભાના સભ્ય બની દર અઠવાડીએ ઘરસભાનું સાહિત્ય (ઇ-મેઇલ) મેળવવું હોય તો blog post ની જમણી બાજુ “Follow by Email” કે “Subscription“ માં subscribe કરશો.

Bhadresh Radadiya

Shree Swaminarayan Gurukul, Rajkot is a socio-spiritual, non profit organization that believes propagating true education in the world is the noblest work for all.

No comments:

Post a Comment