Ghar Sabha 49

DHOON




KIRTAN



CHARITRA

"સમર્પણ"

 જય સ્વામિનારાયણ...

       એક વખત શ્રીજી મહારાજ જેતપુર પધાર્યા ત્યારે સૌ સત્સંગી દર્શન કરવા આવ્યા. જીવા જોશી પુત્રોએ સહીત દર્શને આવ્યા, એટલે મહારાજે કહ્યું, ‘જોશી આ તમારા દીકરા મોટા થઈ ગયા છે, છતાં જનોઈ કેમ નથી આપી?’ જોશીએ કહ્યું, ‘આર્થીક સ્થિતિ નબળી છે. અત્યારે દેશકાળ પણ અનુકુળ નથી.’ મહારાજે તુરંત જ પૂછ્યું ‘જોશી! જનોઈ આપવામાં કેટલું ખર્ચ થાય?’ ત્યારે તેણે કહ્યું, ‘જો સાધારણ કરીએ તો બસો કોરી ખર્ચ થાય. અને સારું કરીએ તો પાંચસો કોરી બેસે.’

પછી તે વખતે એક ગુણબુદ્ધિવાળા વેપારી દર્શન કરવા આવ્યા હતા. તેને મહારાજે ભલામણ કરી કે, ‘આ જીવ જોશોને અમારે ખાતે માંડીને તમારી દુકાનેથી જે જોઈએ તે પાંચસો કોરી સુધીનો માલ આપશો.’ એટલે શેઠે હા કહી. પછી તત્કાલ મુહુર્ત જોવરાવી બીજે જ દિવસે જનોઈ આપવાનું નક્કી થયું. સાંજે ગોવર્ધન તથા શિવો એ બે ભાઈને ફૂલેકે ફરવાનો સમય થયો, ત્યારે જીવ જોશીએ કહ્યું, ‘કૃપાનાથ! આ મંગળ પ્રસંગે આપ અમારે ઘરે પધાર્યા છો તો તમે પણ માણકીએ ચડી ફુલેકામાં પધારો.’
ભક્તાધીન પ્રભુએ હા કહી. મહરાજની ઘોડી સૌની આગળ રાખી દરેક સત્સંગીઓએ બંનેય ભાઈનું ફૂલેકું સૌને ઘેર ફેરવ્યું. પ્રથમ તો સૌ મહારાજને પસ ભરાવે અને પછી બંને ભાઈને પસ ભરાવે. એ રીતે ધાધુમથી પ્રસંગ ઉજવાયો તેથી જોશી ઘણા ખુશી થયા. પછી બીજે દિવસે મહારાજે બેય ભાઈઓને વિધિપૂર્વક જનોઈ આપી.

આ પ્રસંગે સૌ સગા સ્નેહીઓને જમવા માટે નોતરા પ્રથમથી આપ્યા હતા તે સૌએ કબુલ રાક્યા હતા પરંતુ જમવાનો સમય થયો ત્યારે ઊંડી ઈર્ષ્યાને લીધે કોઈ જમવા આવ્યા નહિ, ત્યારે મહારાજે ન આવવાનું કારણ પૂછ્યું એટલે કોઈએ કહ્યું કે, “એક ગ્રંથમાં લખેલ છે કે, બીજા કોઈએ છોકરાને જનોઈ દેવરાવી હોય તે છોકરાના હાથનું શ્રાદ્ધ તેના બાપને ન પહોંચે પણ જનોઈ દેનારને મળે.’  ત્યારે મહારાજે કહ્યું, ‘અમને જે મળશે તે આખા જગતને પહોંચી જશે.’ આ વાત સાંભળી બ્રાહ્મણો ચાલ્યા ગયા પણ જમવા બેઠા નહિ. પછી રસોઈ તૈયાર હતી તે સાધુ, પાળા તથા સત્સંગીઓને જમાડી દીધી અને ગરીબ લોકોને જમાડ્યા.

સાંજે પછી જયારે સત્સંગીઓની સભા થઇ ત્યારે મહારાજે વાત કરી કે, ‘જીવ જોશી બહુ ધર્મનિષ્ઠ અને  ભગવદીય બ્રાહ્મણ છે. એમ જાણી અમે તેના બંને પુત્રોને જનોઈ આપી તેમાં પાંચસો કોરીનું ખર્ચ થયું. તે આ શેઠે અમારે ખાતે માંડીને આપ્યું છે. હવે અમારે શેઠને વેલાસર પૈસા આપી દેવા પડશે.’ આ રીતે મહારાજે મર્મથી વાત કરી. એ વખતે કેટલાક ખૂબ સુખી ભક્તો બેઠા હતા પણ કોઈ કંઈ બોલ્યું નહિ.

દરેક માણસ દેહ, ગેહ અને કુટુંબના વ્યવહારમાં પુષ્કળ પૈસા છૂટથી વાપરે છે. પરંતુ પરોપકાર અર્થે તો કોઈ વિરલા પુરુષ જ ધન વાપરી શકે. જેને ભગવાન અને ભગવાનના ભક્તોને વિષે આત્મબુદ્ધિ થઇ ગઈ હોય તે વિના કહ્યે પોતાની જાતે પ્રેમથી પુણ્યકાર્યમાં ધનનો સદુપયોગ કરવાનું કદી ભૂલતા નથી. આવા ઉત્તમ સમજણવાળા ભક્તો ગરીબ હોય તો પણ તે યોગ્ય સમયે ઉત્તમ સેવા કરતા જ રહે છે. ત્યારે ઓછા મહિમાવાળા ધનવાન હોવા છતાં લાભ લઇ શકતા નથી.

પછી ત્યાંથી બીજે દિવસે મહારાજ ફરેણી ગયા. ત્યાં પણ સભામાં ભક્તજનો આગળ તે જ વાત કરી પણ આ મર્મને કોઈ સમજી શક્યું નહિ. પરંતુ શ્રીજીની આ વાત સંભાળીને બહેનોની સભામાં બેઠેલા હરિદાસ બાવા નામના અનન્ય સત્સંગીના પત્નીએ વિચાર કર્યો કે ‘આપણી પાસે ધન છે તે મહારાજના કામમાં ન આવે તો શા કામનું?’ પછી તે તુર્ત જ ઘેર ગયા અને બારસો કોરીની એક દેગડી જમીનમાં દાટી હતી; તે કાઢીને મહારાજ પાસે લાવ્યા અને કહ્યું કે, ‘મહારાજ! આ ધન આપને યોગ્ય લાગે ત્યાં વાપરો.’ મહારાજે કહ્યું, ‘બાવાજીને પૂછીને લાવ્યા છો?’ બાઈએ કહ્યું, ‘બાવાજી તો બહાર ગામ ગયા છે. પણ એમને પૂછવું પડે તેમ નથી. તેઓ આ સેવાથી બહુ જ રાજી થશે. કારણકે તે આપના ખરેખરા સેવાભાવી ભક્ત છે.’ બાઈનો અત્યંત પ્રેમભાવ જોઇને મહારાજે પાંચસો કોરી રાખી અને બાકીની પરાણે પછી દીધી.

જયારે બાવાજી આવ્યા ત્યારે આ વાત સાંભળીને ઘણા રાજી થયા. અને એમ બોલ્યા કે ‘બધી કોરી સેવામાં રાખી હોત તો આપણું ધન બરાબર લેખે જાત, પણ જેમ પ્રભુની ઈચ્છા.’

આખી જિંદગી મુશ્કેલી વેઠીને બારસો કોરીની મરણમુડી ભેગી કરી હતી. તે તેટલા ભાવપૂર્વક તત્કાળ પ્રભુને અર્પણ કરી દીધી! આનું નામ હૃદયનો સાચો પ્રેમ કહેવાય. પછી એ કોરીઓ મહારાજે જેતપુર શેઠને મોકલાવી આપી..



Ethical Mayaram Bhatt

          Mayaram Bhatt of Manavadar was a disciple of Ramanand Swami. Once on a Rakshabandhan day, when he tied a Rakhee on Ramanand Swami’s wrist, Swami blessed him and said, “If this pillar ever has a thought of a female, then you shall have one”, such a celibate he was.

It was Mayaram Bhatt who did the invaluable service of taking the letter of Muktanand Swami that had the news of the arrival of Neelkanth Varni in Loej village to Ramanand Swami who was in Bhuj at that time. Mayaram Bhatt was a single-minded devotee of Shreeji Maharaj. Once, a widow took a loan from Mayaram Bhatt in exchange of a silver bangle.  Mayaram Bhatt took and put it in a safety deposit box. After sometime Mayaram again came across this safety deposit box and found the bangle. Since it had been a long time he did not recall if the lady had deposited one bangle or more. He felt bangles come in pairs, so he found it very unusual that someone give one. He felt that the lady would definitely have given it to me but I misplaced it. As he could not find the second bangle, he went to the gold smith and got a second silver bangle made to complete the pair.

After some time when the widow came to return the money and take her bangle back, Mayaram Bhatt gave her both the bangles. At which the lady said, “Bhattji I had deposited only one bangle with you”. But Mayaram Bhatt insisted that she may have forgotten but she would not have given a single bangle.

The lady too insisted that she had given him only one and finally she swore by her son, which is when Mayaram Bhatt kept the bangle with him.


Moral: Do not forsake ethical values for petty gains. Do not betray anyone. Do not confiscate anything of others.


KATHA





 

Note:
આપને ઘરસભાના સભ્ય બની દર અઠવાડીએ ઘરસભાનું સાહિત્ય (ઇ-મેઇલ) મેળવવું હોય તો blog post ની જમણી બાજુ “Follow by Email” કે “Subscription“ માં subscribe કરશો.

Bhadresh Radadiya

Shree Swaminarayan Gurukul, Rajkot is a socio-spiritual, non profit organization that believes propagating true education in the world is the noblest work for all.

No comments:

Post a Comment