Ghar Sabha 47

DHOON




KIRTAN




CHARITRA

"ગુરુ વચને"

 જય સ્વામિનારાયણ...

       સોરઠ પ્રદેશમાં માણાવદર ગામે મયારામ ભટ્ટ રહેતા હતા. તેઓ રામાનંદ સ્વામીના મુખ્ય શિષ્ય હતા ને ગુરુને ભગવાન તુલ્ય સમજતા. પોતે ધર્મનિયમમાં બહુ દ્રઢતાવાળા વ્યવહારકુશળ અને સેવાભાવી હતા. ગુરુની આજ્ઞાને રૂચી પ્રમાણે જ વર્તવું એવું એમનું અંગ હતું.  એથી તેઓ રામાનંદ સ્વામીના કૃપાપાત્ર બન્યા હતા. સદાચાર પ્રધાન, ધર્મનિષ્ઠા અને નૈતિકતા એ એમના જીવનમાં ઓતપ્રોત થઇ ગયા હતા. સત્સંગની સેવા તો તન, મન અને ધનથી ભારે ઉત્સાહથી કરતા. શરીરને ગમે તેવું કષ્ટ પડે પણ સેવામાં પાછીપાની કરતા નહિ.

એ જમાનામાં ઝડપી વાહનો ન હતા; એટલે કાગળ, પત્ર કે સંદેશા મોકલવા હોય તો બધુ કામ માણસો મારફત જ થતું. શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે સત્સંગમાં ચોતરફ કાગળ પત્ર પહોંચાડવાની અતિ કઠીન સેવા મયારામ ભટ્ટ હરવખત ઉત્સાહથી કરતા।. વીસ, પચ્ચીશ ગાઉ ચાલવું એ તો એમને મન રમત વાત હતી. શ્રીજી મહારાજ જુદે જુદે ઠેકાણે દર વર્ષે બે-ચાર વખત મોટામોટા ઉત્સવ સામૈયા કરતા; એ રીતે હજારો માણસોને એકત્ર કરી વ્યસન, વહેમ, દુરાચાર અને અનીતીપ્રધાન બની ગયેલા સમાજને સદાચાર, સત્ય અને સત્સંગરૂપ સંજીવનીનું પાન કરાવી સાચી જાગૃતિ લાવીને અમુલ પરિવર્તન કર્યું, અને કુટુંબ, ગામ, સમજ કે સમગ્ર દેશને દીપાવે એવા પ્રામાણિક ને ધર્મનિષ્ઠ માણસોનો સમૂહ તૈયાર કર્યો.

જગતના જીવો મનગમતી માયિક વસ્તુઓ મળે ત્યારે અને તેના વિનાશ કે વિયોગમાં વિહ્વળ બની જાય છે. પણ મુમુક્ષુ પરુષો અતિ વિષમ વેળામાં પણ ધૈર્ય ધારણ કરે છે અને શાસ્ત્ર તથા મહાપુરુષની રૂચી પ્રમાણે જીવન જીવે છે. આ ન્યાયે મયારામ ભટ્ટ નાની વયમાં વિધુર (ઘરભંગ) થયા હતા, તેથી સગાસંબંધીઓ તેમને વિશેષ આગ્રહ કરી કહેવા લાગ્યા કે તમને ફરીથી પરણાવીએ.

ત્યારે તેઓએ કહ્યું; “મારા ગુરુ રામાનંદ સ્વામીને પૂછીને જવાબ દઈશ. પછી ભટ્ટજી રામાનંદ સ્વામી લોજમાં હતા ત્યાં પુછવા માટે ગયા. સ્વામીએ એ વખતે સભામાં જ્ઞાનોપદેશ આપી રહ્યા હતા. ભટ્ટજી પ્રણામ કરી સભામાં બેઠા ત્યારે સ્વામીએ ચાલુ કથાવાર્તાના પ્રસંગમાં વાત કરી કે, અમારી તો રૂચી એવી છે કે આ જીવાત્મા જગતની મોહજાળ છોડી ભગવાનમાં જોડાય.

કોઈ મુમુક્ષુ લગ્નપ્રસંગે ત્રણ ફેર ફર્યો હોય છતાં મારું માને તો હું ચોથો ફેરો ફરવા દઉ નહિ. સ્વામીની આ રીતેની વાત સાંભળી ભટ્ટજીએ વિચાર કર્યો;  “કે ગુરુની રૂચી આ પ્રકારની છે. તો તેમને શી રીતે પૂછી શકાય કે હું ફરી ઘર કરું?” પછી બે દિવસ વાતો સાંભળી જીવનભર બ્રહ્મચર્યવ્રત પાળી સત્સંગની સેવા કરવી એવી દ્રઢ પ્રતિજ્ઞા લઇ ઘેર આવ્યા. આમ પૂજ્ય પુરુષોની ઈચ્છાને નિઃસંશયપણે તત્કાલ ગ્રહણ કરી દેવો એ કોઈ નાનીસુની વાત નથી. અનેકવાર સમજણપૂર્વક ઉપદેશો સંભાળવા છતાં માણસનું હૃદય રંગાતું નથી ત્યારે અહિયાં ફક્ત ગુરુએ પોતાની રૂચી દર્શાવી તે પણ હર્ષ સાથે સ્વીકારી લીધી એ કેટલી મહત્વની વાત.

કોઈ પણ ટેક, નિયમ વાર પ્રતિજ્ઞા પ્રમાણે જીવનભર બરાબર રહેવું એ તલવારની ધાર ઉપર રહેવા જેવું અતિ અઘરું કામ છે, મનની ખુબ દ્રઢતા, પૂર્ણ શ્રદ્ધા અને મહાપુરુષોની કૃપા આ વસ્તુ હોય તો જ અંત સુધી એક સ્થિતિમાં રહી સંયમ આલી શકાય છે.

અતિ ઉત્કટ ઈચ્છા અને તીવ્ર શ્રદ્ધા હોય તો અવશ્ય અનુકુળ સહાય પણ મળી રહે છે અને ધારેલું કાર્ય સફળ થાય છે. મયારામ ભટ્ટે જીવનભર બ્રહ્મચર્ય પાળવાનું નિયમ લીધું હતું. જગતના વાતાવરણની અસર, અંતઃશત્રુઓની અસર અને વિકલ્પનું બળ આ ત્રણે બાબત ક્યારેય તેમને પરાજય કરી શક્યા નહિ.



Jeenabhai

          Jeenabhai was a devoted satsangi from Panchala. Shreeji Maharaj visited Panchala along with saints many times and also conducted Raas with saints in which Shreeji Maharaj took as many forms as the saints. Jeenabhai proposed to Shreeji Maharaj to build temple in Junagadh and donated his private mansion and land for that purpose.

Once Jeenabhai came to Gadhada to do Satsang.  Jeenabhai spent few months in the auspicious company of Shreeji Maharaj. Meanwhile, Jeenabhai's family got worried about Jeenabhai and wrote few letters to Jeenabhai. But every time, Jeenabhai received a letter, he tucked them under his bed and neither read them nor responded.

Frustrated family members finally wrote letter to Shreeji Maharaj, “Is Jeenabhai in the company of You? We wrote many letters but none of them get replied. So, please let us know if he is there”.

Maharaj asked Jeenabhai, “Did you receive any letters from your home? Why did not you reply them?” Jeenabhai replied, “If I read them, it causes unnecessary anguish and thoughts come to my mind to go home. And I may not enjoy your company and take full benefits of it. Hence I did not reply.” Thus Jeenabhai stayed with Shreeji Maharaj and did not worry about his home or business.

It was Jeenabhai who served Kamalsinhbhai Vanja during his illness at his home, when Kamalsinhbhai’s family members themselves were not ready to treat him.  As a result of this service Shreeji Maharaj was extremely pleased with Jeenabhai. To compensate this noble act, Shreeji Maharaj had given shoulder to Zinabhai’s bier when Jeenabhai left this earth. It must be noticed that sometime ago when Maharaj’s young brother Ichchharam passed away,  Shreeji Maharaj did not give shoulder to his bier!


Moral: We should aim at attaining dedication and devotion to Bhagwan like Jeenabhai.


KATHA




 

Note:
આપને ઘરસભાના સભ્ય બની દર અઠવાડીએ ઘરસભાનું સાહિત્ય (ઇ-મેઇલ) મેળવવું હોય તો blog post ની જમણી બાજુ “Follow by Email” કે “Subscription“ માં subscribe કરશો.

Bhadresh Radadiya

Shree Swaminarayan Gurukul, Rajkot is a socio-spiritual, non profit organization that believes propagating true education in the world is the noblest work for all.

No comments:

Post a Comment