Ghar Sabha 44

DHOON



KIRTAN



CHARITRA

"સંત ની સમયસુચકતા"

 જય સ્વામિનારાયણ...

       આજ થી આશરે સો વર્ષ પહેલાનો આ પ્રસંગ છે. રાજકોટમાં એ વખતે દાણાપીઠમાં સ્વામિનારાયણ મંદિર હતું અને હાલના શિખર બંધ મંદિરોનું તો એ વખતે હજુ નામ-નિશાન પણ નહોતું.

ધર્મ ધુરંધર આચાર્ય ચૂડામણિ શ્રી વિહારીલાલજી  મહારાજશ્રી રાજકોટ પધારી રહ્યા હતા. પૂજ્ય મહારાજશ્રીના સ્વાગત માટે રાજકોટ સત્સંગ સમાજે ભારે અને ભવ્ય તૈયારીઓ કરી હતી. સ્વામિનારાયણ મંદિરમાં જ વિશાળ સ્વાગત સભા યોજાઈ હતી. જેમાં વિવિધ સ્થળેથી પધારેલા બસો ઉપરાંત સંતો, રાજકોટના નામાંકિત વિદ્વાનો, અગ્રણી નાગરિકો, રાજ્યના અમલદારો તેમજ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલા હરિભક્તો યથાસ્થાને ગોઠવ્યા હતા. સભામાં સૌ પ્રભુ સ્મરણ સાથે માળા ફેરવતા અને પૂજ્ય આચાર્યશ્રીના આગમનની પ્રતીક્ષા કરી રહ્યા હતા. સભામાં નરી નિરવતા  પથરાયેલી હતી.

એવામાં રાજકોટના દીવાન શ્રી કોટક સાહેબ આચાર્યશ્રી દર્શને સભામાં આવ્યા. કાર્યકર્તાઓએ એમને ખાસ આસન પાથરીને સભામાં આગળ બેસાડ્યા. આચાર્યશ્રીના આગમનમાં થોડો વિલંબ થયો હોવાથી આતુરતાથી એમની રાહ જોવાઈ રહી હતી.

સભામાં સાવ સુનકાર પથરાઈ ગયો હોવાથી મંદિરના કોઠારી હરિભક્ત કરશનભાઇ પારેખે પૂજ્ય સદગુરુ શ્રી બાલમુકુન્દદાસજી સ્વામીને વિનંતી કરી કે સ્વામી, કોઈ વિદ્વાન સંતને કહો તો સભામાં ભગવાનની વાતો કરે. આથી પૂજ્ય સ્વામીએ ત્યાં બેઠેલા સંતો સામે દ્રષ્ટિ તો કરી પણ આવી સભામાં બોલે એવા પુરાણી ગોપીનાથદાસજી દેખાય નહિ. કારણ કે પુરાણીશ્રી અને બોલે એવા બીજા સંતો તો આચાર્યશ્રીના સામૈયા ની વ્યવસ્થા માં રોકાયેલા હતા એટલે કોઠારીએ બોલે એવા બીજા એક બે સંતો સામે જોયું પણ આવી મોટી સભામાં બોલવાની કોઈએ હિંમત ન કરી. એથી પાછળની હરોળ માં બેઠેલા એક યુવાન સંતે સમયસૂચકતા વાપરીને આવેલ તકને ઝડપી લઇ ઉભા થઇને પોતે સભા સન્મુખ આવ્યા અને સાહજિકતાથી બોલવા માંડ્યું. નિષ્કુળાનંદ કાવ્યની પંક્તિઓ હલક બોલીને એમને ભક્ત પ્રહલાદના આખ્યાનનો ચોટદાર આરંભ કર્યો. એમની બોલવાની મૌલિકતા, મધુરતા અને વિષયની છણાવટ જોઈ સભા તો સ્તબ્ધ બની ગઈ. સહુ શ્રોતાજનો શાંત ચિત્તે સાંભળી રહ્યા હતા. દીવાનજી પણ ભારે પ્રભાવિત થતા હતા. એવામાં આચાર્ય શ્રી નું આગમન થયું. છડીદારે બુલંદ અવાજે છડી પોકારી. આથી આ યુવાન સંતનો વાણી પ્રવાહ અટક્યો. એણે મહારાજની જય બોલી, પોતાનું આ આખ્યાન અધૂરું મૂકી, પોતાની બેઠક લઇ લીધી. આચાર્યશ્રી સભામાં બિરાજ્યા. દીવાનજી તેમજ સભાજનોના આગ્રહથી કોઠારીશ્રી પારેખ કરશનભાઇએ આચાર્યશ્રી પાસે આવી, અધૂરું આખ્યાન પૂરું કરવા દેવા અનુમતિ માંગી. આચાર્યશ્રીએ સહર્ષ અનુમતિ આપી એટલે પેલા યુવાન સંતે ફરી ઉભા થઇને અડધો કલાક જુસ્સાભેર બોલી અધૂરું આખ્યાન રસપૂર્ણ રીતે પૂરું કર્યું. એથી સહુ ભારે પ્રભાવિત થયા અને તાળીઓના ગડગડાટથી આ યુવાન સંતને વધાવી લીધા. પછીથી સભા માં પૂજ્ય આચાર્યશ્રીના સ્વાગતનો કાર્યક્રમ આગળ ચાલ્યો.

સભા પુરી થઇ પછી, પૂ. આચાર્યશ્રીએ આ યુવાન સંતને પોતાની પાસે બોલાવ્યા એટલે અમુક સંતોએ એવું ધાર્યું કે સભામાં આજે બિનજરૂરી વિક્ષેપ પાડી મોડું કરવા બદલ મહારાજશ્રી એને જરૂર કંઈક ઠપકો આપશે. ખુદ આ સંત ના મનમાં પણ કાંઈક એવો ડર તો હતો પરંતુ મહારાજશ્રીએ તો એમની હિમ્મત અને સમયસૂચકતાના ગુણોથી રાજી થઇ હાર પહેરાવી એમને સદગુરુની પદવી આપી ત્યારે આ સંત તેમજ અન્ય સંતોને તો નવાઈનો પાર ના રહ્યો. એ સંત હતા જૂનાગઢ ના સ.બ્ર. શાંતાનંદજી જેમને ગુરુ અચિંત્યાનંદજી સ્વામીની સેવાના અંતરના આશીર્વાદ ફળ્યા હતા.

હીરા પારખું પૂ. આચાર્યશ્રી વિહારીલાલજી મહારાજએ પછી આ મધુરભાષી વક્તાને સભા પ્રસંગે પોતાની સાથે રાખવા લાગ્યા.

ગુરુ કૃપાપાત્ર આ બ્રહ્મચારી શાંતાનંદજી એક સરસ આખ્યાનકાર હતા. કથા પારાયણો પ્રસંગે પોતે અસરકારક રજુઆત ભર્યું જુસ્સાદાર પ્રવચન કરી સભાજનોને સત્સંગનું અનેરું બાલ પ્રેરતા.



The Muslim Woman

          In the district of Bhal there is a small town called Sodhi. In this town lived a Muslim woman. She had reared a babul tree in her garden. The tender sticks of this tree, used for brushing teeth, grew in abundance; but the woman did not give them to anyone. She simply said, “These sticks are meant for God alone.”

Once, Shriji Maharaj came to that village. On the outskirts of the village he stayed to have a bath in the pond. He asked Sura Khachar, “Bring me a babul stick.” Sura Khachar replied, “Maharaj! This Bhal region is dry. How is it possible to find such a stick here?” Even so Maharaj insisted, “At least go and try.” Accordingly Sura Khachar went. As he passed by the Muslim woman's compound he saw the babul tree. He promptly requested her to give him a stick. The Bibi enquired, “Who is the person in this dry Bhal region who expects to find a babul stick here?” Sura Khachar said, “He is our God.” Hearing this, the Bibi said, “This stick is for God only and if he is God then I will come personally to offer him the stick.” She went with Sura Khachar. When she saw Maharaj she gave the babul stick to him and prayed, “O Swaminarayan! Please come to take me to heaven when my days are over!”

Maharaj said, “Certainly,” and assured her that He would come without fail. And sure enough when the end of her life was near, the all-merciful Maharaj appeared before her. He had in His hand the same babul stick, which she had given to Him. The Bibi recognized Maharaj. She was immediately transported to Akshardham – the divine abode. How merciful is God!


Moral: Knowing God is an important step in forming a relationship with God.

KATHA



 

Note:
આપને ઘરસભાના સભ્ય બની દર અઠવાડીએ ઘરસભાનું સાહિત્ય (ઇ-મેઇલ) મેળવવું હોય તો blog post ની જમણી બાજુ “Follow by Email” કે “Subscription“ માં subscribe કરશો.

Bhadresh Radadiya

Shree Swaminarayan Gurukul, Rajkot is a socio-spiritual, non profit organization that believes propagating true education in the world is the noblest work for all.

No comments:

Post a Comment