Ghar Sabha 43

DHOON

 
KIRTAN

CHARITRA

"સ્મૃતિ વંદના મહોત્સવ"

 જય સ્વામિનારાયણ...

       ગુરુકુલ માતૃહૃદય પુરાણી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામીનું આ જન્મ શતાબ્દી વર્ષ છે. રાજકોટ ગુરુકુલની શરુઆતથી લઈ ઈ.સ.1985 સુધીમાં ભણેલ એક એક વિદ્યાર્થીઓના હૃદયમાં અમીટ સ્થાન હશે. પ્રત્યેક શ્વાસનો  તેઓએ ગુરુકુલ અને ગુરુદેવની સેવા માટે ઉપયોગ કર્યો છે. માતૃતુલ્ય વાત્સલ્ય આપી વિદ્યાર્થીઓના હૃદયમાં ભગવાન પધરાવ્યા છે. સ્વામીના ખુબ ઓછા પ્રસંગો અત્યારે પ્રાપ્ત છે, પરંતુ સ્વામીશ્રીના જીવનની સુગંધ લઈને આપણા હૃદયને પ્રેમભક્તિથી ભરીયે...

સાદાઈમાં એમના જીવનની ભવ્યતા હતી, સાદું આસાન, સાદા કપડાં, માથાના રુમાલમાં પણ સાદાઈ. એક વાર કોઈ સંતે કહ્યું સ્વામી આપનો રુમાલ(માથા પરની પાઘ) કાણા વાળો થઈ ગયો છે, માટે નવો કાઢી લઈએ. ત્યારે પુરાણી સ્વામીએ કહ્યું આ રૃમાલમાં ચાલીસ વર્ષ નીકળી ગયા અને હવે કેટલા કાઢવાના? માથું ઢંકાય એટલે બસ.

સ્વામી પાસે તેલના ડબ્બામાંથી બનાવેલી પેટી હતી. એમાં લખવાની પેન, પેન્સિલ, નોટબુક અથવા નાનું પુસ્તક હોય. ગામડાંઓમાં સત્સંગ વિચરણમાં જવાનું થાય ત્યારે ઓફિસમાંથી નાનું તાળું લઇ જાય અને હરિભક્તો નાની-મોટી ભેટ આપે તે બધી પેટીમાં મૂકે. જયારે પરત ગુરુકુલ આવે ત્યારે ઓફિસમાં બધી ભેટ જમા કરાવે અને તાળું પણ પાછું આપી દે. ઠાકોરજી માટે પણ હીરા, મોતી કે અન્ય કોઈ આભૂષણોની ઈચ્છા નહિ, સાદી વસ્તુઓ દ્વારા પણ ઠાકોરજીને અમૂલ્ય પ્રેમથી લાડ લડાવતા.

એક વખત રાજકોટ ગુરુકુલમાં વરસાદમાં ચડી ગયેલું બારણું કોઈ વિદ્યાર્થીએ દોડીને પાટુ મારીને ખોલ્યું અને ધડામ દઈને અવાજ આવ્યો. તેનો અવાજ પુરાણી સ્વામી સુધી પહોંચી ગયો, સ્વામી તરત જાગી ઉતાવળે ચાલી તે રૂમમાં પહોંચ્યા અને જરા ખિજાઈને બાળકોને કહ્યું કે, કોણે બારણું ભટકાવ્યું? ત્યારે કોઈ બોલ્યું નહીં. પછી સ્વામીએ કહ્યું આ કમાડ કેમ થાય છે તે ખબર છે? ગામડાના હરિભક્તોએ પાઇ-પૈસો ભેળો કરી ગુરુકુલમાં દાન કર્યો હોય અને તેનો આમ દુરુપયોગ થાય તે તો આપણે ભગવાનના ગુનેગાર બનીએ. સ્વામીના વચન સાંભળી દરવાજાને પાટુ મારનાર વિદ્યાર્થી સ્વામી પાસે આવીને રડવા લાગ્યો અને સ્વામીની માફી માંગી.

પરીક્ષાઓ હોય ત્યારે વિદ્યાર્થીઓ સ્વામીને કહે સ્વામી મને ત્રણ વાગ્યે જગાડજોને, કોઈ ચાર, કોઈ સાડાચાર આમ સ્વામીને કહે ત્યારે સ્વામી તે વિદ્યાર્થીને પ્રેમથી જગાડતા અને સારા ગુણ મેળવવાની પ્રેરણા આપતા.

પૂજ્ય સ્વામીના જન્મ શતાબ્દી પર્વે કોટી કોટી વંદના સહ હૃદયની ભાવાંજલિ અર્પણ કરીએ...

પૂજ્ય સ્વામીની સ્મૃતિમાં રાજકોટ ગુરુકુલમાં 12/172016 થી 12/21/2016 સુધી પ.પૂ.પુરાણી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામી 'સ્મૃતિ વંદના મહોત્સવ' ઉજવાશે અને તે www.rajkotgurukul.org પર લાઈવ હશે તો ઉત્સવનો અમૂલ્ય લાભ લઈ ધન્ય બનીએ...Jodho Bharawad

          Maharaj had appointed Jodho the shepherd to take care of Dada Khachar’s cattle. Affectionate Jodho loved Maharaj very much. He ate only plain buttermilk and rotlo. Once, at Dada Khachar's royal court, women were boiling milk to prepare dudhpak (Sweet made from milk). Unfamiliar with dudhpak, Jodho thought that valuable milk was being burnt away. He complained to Maharaj, “Laduba and Jivuba are burning our milk”

    Maharaj laughed and said, “Take the cattle to the field, and come back for lunch.” Jodho was angry but did as directed. When he came at lunch, the sadhus were seated in meditation with their heads covered. When he saw and said, “You have burnt the milk and now you have no alternative but to cry!” When Maharaj began to serve dudhpak, Jodho protested, “Please don't give me that burnt milk.”

    “Just try it first,” Maharaj said and served him a little. He tasted it and then realized that the milk was not spoiled, but made into a fine delicious sweet. Every time Maharaj passed by him, He saw some new evidence of Jodho's affectionate and innocent behaviour. Once, Maharaj teased Jodho saying, “You have remained a fool of fools.” Jodho replied, “Yes, I know that you are so wise that you once deluged the whole universe only to save one sparrow! Even though I am foolish and you are very wise, can you tell me out of these goats, which is Koyli, Katudi and Jambudi?” At this impertinence, Muktanand Swami reproached Jodho, “Maharaj is the all-knower.” Maharaj only laughed, and then put Jodho into samadhi and showed him his divine form in Akshardham. When he came out of the samadhi, he was very happy, and realized the glory of Maharaj. Jodho's devotion can be compared only to that of the gopis of Vraj.


Moral: Maharaj gets pleased by our inner qualities rather than outer appearance.

KATHA 

Note:
આપને ઘરસભાના સભ્ય બની દર અઠવાડીએ ઘરસભાનું સાહિત્ય (ઇ-મેઇલ) મેળવવું હોય તો blog post ની જમણી બાજુ “Follow by Email” કે “Subscription“ માં subscribe કરશો.

Unknown

Shree Swaminarayan Gurukul, Rajkot is a socio-spiritual, non profit organization that believes propagating true education in the world is the noblest work for all.

No comments:

Post a Comment