Ghar Sabha 42

DHOON





KIRTAN




CHARITRA

"જગતમાંહિ સંત પરમહિતકારી"

 જય સ્વામિનારાયણ...

       પ્રસંગ છે સૌરાષ્ટ્રની ધરતી ઉપર આવેલા સારંગપુર ગામનો. આ ગામ નજીક નદી બંને કાંઠે વહેતી હતી. નદીના કિનારે એક વૃક્ષ નીચે શ્રી સ્વામિનારાયણ ભગવાને જેમને પોતાના કારણ સત્સંગની ધર્મધુરા સોંપી હતી તેવા સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી સંતો સાથે સભા ભરીને બેઠા હતા.

જે કોઈ મુમુક્ષુ આવે તેને સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરાવતા અને સદાચારના પાઠ ભણાવતા હતા.

એજ સમયે વૈરાગી બાવાઓને ખબર પડી કે સ્વામિનારાયણના સાધુ ગામની સીમમાં નદી કિનારે આવીને સભા ભરીને બેઠા છે.તેથી તેઓએ નક્કી કર્યું કે આપણે સ્વામિનારાયણના સાધુઓને ગામમાં પેસવા દેવા નથી.

જો તે લોકોને ઉપદેશ આપશે. વ્યસનો છોડવશે તો આપણને મળતાં બીડી, તમાકુ, ગાંજો પણ બંધ થશે.

આથી વૈરાગીઓએ નિર્ણય કર્યો કે આ સાધુઓને માર-મારી ગામમાંથી વહેલી તકે જ તગેડી મૂક્વા.

વૈરાગી બાવાઓનું મોટું ટોળું હાથમાં પથ્થરો અને લાકડી લઈને ઉપડયું નદી તરફ અને નિર્દય રીતે પથ્થરો સભા તરફ ફેંકવા માંડયું.

સંતો ઘવાયા, ભાગ્યા અને નદી કાંઠે આવેલી ઘાટી બાવળીમાં સંતાઈ ગયા. છેવટે બાવાઓ થાકીને ગામમાં જતા રહ્યા.

સંતોને લાગ્યું કે હવે નીકળવામાં વાંધો નથી તેથી તેઓ બાવળીમાંથી બહાર નીકળ્યાં. પરંતુ તેમના શરીરમાં કાંટા પેસી ગયા હતા તેથી જમીન ઉપર પગ મૂકી શકાય તેમ ન હતું.

સદ્ગુરુ ગોપાળનંદ સ્વામીએ ગામમાંથી સત્સંગીઓ પાસેથી ચીપિયા મંગાવી બધા સંતોના કાંટા ખેંચાવી કાઢયા અને તેની ઉપર રાખ અને રૂ ભભરાવી દબાવી દીધું. ધીમે-ધીમે સૌ ગઢડે શ્રી સ્વામિનારાયણ ભગવાન પાસે પહોંચ્યા.

ત્યાં જઈ દંડવત્ પ્રણામ કર્યા. ભગવાને સૌ સંતોના ખબર અંતર પૂછયા ત્યારે સંતોએ સારંગપુરમાં બનેલી ઘટના વિસ્તારપૂર્વક કહી.

ત્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાને સંતોને પૂછયું, “તમારા કાંટા ગોપાલાનંદ સ્વામીએ કાઢયા પણ તમે ગોપાળનંદ સ્વામીના કાંટા કાઢયા કે નહિ?” ત્યારે સંતોએ કહ્યું, “તેમના કાંટા તો અમે કાઢવાના ભૂલી ગયા.”

ત્યારે ભગવાને જાતે ચીપિયા વડે સ્વામીના કાંટા કાઢયા તો પોણેશેર જેટલા કાંટા થયા. પરંતુ સ્વામી કાંઈ પણ બોલ્યા નહિ.

કેવી સહનશીલતા! પોતાનાં દુઃખોની પરવા કરી નહિ. બીજા સંતોના કાટા કાઢયા પણ પોતાના કાંટાની કોઈ ફરીયાદ નહિ. તેથી જ કહેવાયું છે કે, જગતમાંહિ સંત પરમહિતકારી. સંતનું હૃદય કેટલું વિશાળ અને સહનશીલતા અને કરુણાથી ભરેલું હોય છે.

આવા શ્રીજીસંકલ્પમૂર્તિ શ્રી ગોપાળનંદ સ્વામીએ જીવન પર્યંત સત્સંગની ખૂબ જ સેવા કરી છે. ૨૨ વર્ષ સુધી શ્રીજીમહારાજની સાથે રહી સેવા કરી છે અને ૨૨ વર્ષ સુધી શ્રીજીમહારાજ અંતર્ધાન થયા પછી સત્સંગને સાચવ્યો છે. એવા શ્રીજીસંકલ્પ મૂર્તિ શ્રી ગોપાળનંદ સ્વામીને શ્રી સ્વામિનારાયણ ભગવાને મહાદીક્ષા આપી. તેને આ કારતક વદ-આઠમના રોજ ૨૦૯ વર્ષ પૂર્ણ થાય છે. તો આપણે તેમની ૨૦૯ મી દીક્ષા જયંતી પ્રસંગે તેમના ચરણોમાં કોટી-કોટી વંદન કરીએ અને તેમનો મહિમા સમજીએ અને તેમને આપેલા જ્ઞાાનને જીવનમાં ઉતારી કૃતાર્થ બનીએ.



Samat Patel

          A true devotee of God sacrifices everything to earn God’s grace and blessings. He does not hesitate to give up his wealth, family interests, even his own life for God. This is the story of one such devotee. Samat Patel, a faithful disciple of Shriji Maharaj, lived in a small village in the Valak region. Once, he came to Gadhada for the darshan of Shreeji Maharaj. At the time Shriji Maharaj was busy supervising the construction of the temple. Maharaj was in need of money to pay the salaries of the laborers engaged in the task. He asked Samat Patel, “I need money, will you give me some?” Without hesitation Samat Patel replied, “Yes, Maharaj.” Immediately, Samat Patel went home and sold everything he had – his land, bullock cart and buffaloes. He collected Rs. 4,500, came to Shriji Maharaj and offered him the entire amount. Shreeji Maharaj enquired, “Where did you bring such a large amount from?” Samat Patel replied, “I had the money with me.”

    But the all-knowing Maharaj knew how he had got the money. He asked Samat Patel, “Tell the truth. Where did the money come from?”


    Samat Patel then told Maharaj how he had sold everything he had. Maharaj said, “You have sold  everything – land, farm, carts, cattle, food! What will you eat now and how will you feed your family? I shall keep only one thousand rupees. I want you to take back the rest of the money.” Samat Patel replied, “We will not go hungry. We will borrow food grains from other villagers and by next year we shall return what we had borrowed.” Shreeji Maharaj was extremely pleased with Samat Patel’s devotion.


Moral: We should develop a dedication to Satsang as Samat Patel.

KATHA


 

Note:
આપને ઘરસભાના સભ્ય બની દર અઠવાડીએ ઘરસભાનું સાહિત્ય (ઇ-મેઇલ) મેળવવું હોય તો blog post ની જમણી બાજુ “Follow by Email” કે “Subscription“ માં subscribe કરશો.

Bhadresh Radadiya

Shree Swaminarayan Gurukul, Rajkot is a socio-spiritual, non profit organization that believes propagating true education in the world is the noblest work for all.

No comments:

Post a Comment