Ghar Sabha 41

DHOON




KIRTAN




CHARITRA

"ધર્મ નિષ્ઠા"

 જય સ્વામિનારાયણ...

       આગળના લેખમાં આપણે કવિશ્વર દલપતરામના પ્રસંગને વાંચી પ્રેરણા મેળવી હતી, આ વખતે એમનો જ બીજો પ્રસંગ આપણને ઘણી પ્રેરણાશક્તિ આપનારો છે.
કવિશ્વર શ્રી દલપતરામજી ઘણા વર્ષ સુરતમાં રહ્યા. અહીં તેઓ અંગ્રેજ અધિકારીઓને ગુજરાતી ભાષા શીખવતા અને સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રણાલિકા સમજાવી સામેવાળાના હૃદયમાં હિન્દૂ ધર્મ પ્રત્યે લાગણી જન્મે તેવો તે પ્રયાસ કરતા.


મિ.ફાર્બસ કરીને એક અંગ્રેજ વ્યક્તિ કવિશ્રી આગળ ગુજરાતી શીખતાં. રવિવારના દિવસે તેઓ દલપતરામજી આગળ ગુજરાતી ભણી રહ્યા હતા. દલપતરામ ભણાવી રહ્યા હતા પરંતુ, ફાર્બસ થોડી થોડી વારે દલપતરામજી સામે જોતા હતા. કવિશ્રીને એમ થયું ફાર્બસનું મન ભણવામાં કેમ નથી. એમને પૂછ્યું કે આજે તમારું મન ભણવામાં નથી લાગતું? કાંઈ સમસ્યા છે.


ના એમ જ... દલપતરામે ફરી ભણાવવાનું શરુ કર્યું. થોડીવાર પછી ફાર્બસ પાછું દલપતરામ સામું જોવા લાગ્યા. દલપતરામેં આ જોઈ ભણાવવાનું પુસ્તક નીચે મૂકી અને ફાર્બસને પૂછ્યું તમારે કાંઈ સમસ્યા હોય તેવું લાગે છે, માટે તમે નિઃસંકોચ જણાવો.
 

ફાર્બસે પૂછ્યું: આજે તમારા કપાળમાં તમારા સંપ્રદાયનું ચિન્હ દેખાતું નથી એ પ્રશ્ર્ન છે?

ઓહ એ પ્રશ્ર્ન છે... ત્યારે બન્યું એવું કે આજે રવિવારનો દિવસ છે, એટલે મારે હજામત કરાવવાની હોય, હજામ દરવખતે વહેલો આવી જાય પરંતુ, આજે એમને આવતા મોડું થયું એટલે મેં તે આવે એ પહેલા સ્નાન કરી પૂજાપાઠમાંથી પરવાર્યો ત્યાં હજામ આવ્યો અને મેં હજામત કરાવી. અમારા નિયમ અનુસાર ફરીવખત મેં સ્નાન કર્યું એટલે તિલક-ચાંદલો ભૂંસાઈ ગયો અને લોકાચારે મેં ફરીવખત કર્યો નહીં.


અરે એવી વાત છે, મને થયું કે તમે સુરતમાં આવી નાસ્તિક થયા કે શું? હું તો ધર્મ અને નીતિનો હિમાયતી છું અને તમે નાસ્તિક થાવ તો મારા નામને બટ્ટો લાગે, કે ફાર્બસના સંગે દલપતરામ નાસ્તિક થયા કે શું???
 

ના ના ના એ તો શક્ય જ નથી મિ.ફાર્બસ મારા ધર્મના મૂળિયાં તો પાતાળ સુધી ઊંડા છે. આ ધર્મ સ્વીકારવા માટે મેં મારા બાપ ખોયા છે. મારા પિતાજી ડાહ્યાભાઈને આ વાતની ખબર પડી કે દલપતરામે સ્વામિનારાયણ ધર્મને અંગીકાર કર્યો છે એ આઘાતમાં તેઓએ ઘરસંસારનો ત્યાગ કર્યો અને માધવાનંદ નામે સંન્યાસી થઈ નર્મદાના તટ પર આજીવન રહ્યા.

આ સુરતમાં મારા ઘરથી સ્વામિનારાયણ મંદિર ઘણું દૂર છે, પણ હું દરરોજ સાંજે મંદિરમાં જઈ સંતોના મુખે કથા-વાર્તા સાંભળું છું અને મારા ધર્મના પાયાને મજબૂત બનવું છું. માટે મારી ચિંતા તમે ના કરો...
દલપતરામના સંગથી કેટલાય અંગ્રેજોને હિન્દૂ ધર્મ પ્રત્યે આદરભાવ થતો અને દલપતરામના અનન્ય શિષ્ય થઈને તેઓ રહેતા..




Unflinching Faith

       In accordance with the instructions of Shriji Maharaj, His saints moved about various villages and towns to spread His holy message. They had to undergo many hardships while carrying out their mission. Once, Akhandanand Swami was travelling alone. As his name suggests, he was always happy. In spite of the many ordeals he suffered, his face always beamed with a glow of happiness. He derived great happiness in remembering Maharaj's idol and in chanting his holy name. He was a true sadhu. Once, when he was travelling he lost his way and found himself in a dark forest. There was no sign of any human habitation. The forest was dark, dense and wild. As he proceeded he saw a ferocious tiger.

    Swamiji thought, “Certainly, I will die today. The tiger will certainly devour me. But one day or another I will have to go to God's abode. So why not today? And my body will provide food for the tiger.”


    With these thoughts in mind he went ahead without any fear. But God protects his devotees. How can he let them down or even bear to see them suffer? Akhandanand Swami thought, “I am soul. I am immortal. Why should I fear death? My name is Akhandanand. Who can snatch away my happiness?” Emboldened by these thoughts, Swami stood in front of the tiger. The tiger lifted his paw to strike him. Akhandanand Swami remained steadfast in remembering Shriji Maharaj. Suddenly, as if answering a call from above, the ferocious animal dropped its paw. Then the tiger fell at the feet of Akhandanand as though he was acknowledging his master! After a little while the tiger rose and slowly disappeared into the forest
.


Moral: Shreeji Maharaj protects His devotees as a mother protects her children.

KATHA

 

 

Note:
આપને ઘરસભાના સભ્ય બની દર અઠવાડીએ ઘરસભાનું સાહિત્ય (ઇ-મેઇલ) મેળવવું હોય તો blog post ની જમણી બાજુ “Follow by Email” કે “Subscription“ માં subscribe કરશો.

Bhadresh Radadiya

Shree Swaminarayan Gurukul, Rajkot is a socio-spiritual, non profit organization that believes propagating true education in the world is the noblest work for all.

No comments:

Post a Comment