Ghar Sabha 40

DHOON




KIRTAN




CHARITRA

"સિંહના તો સિંહ જ હોય ને!"

 જય સ્વામિનારાયણ...

        બ્રહ્મચારી મહારાજ બોલી ઉઠયા

‘સિંહના તો સિંહ જ હોય ને’

સવારમાં ભગત ગોપીનાથજી મહારાજની આગળ એકાગ્ર થઈ સુમધુર કંઠે, હલક થી કીર્તન બોલતા હતા એ સાંભળીને હું તો બહુ જ રાજી થયો. મને થયું કે ભગતની ઉમર 15-16 વર્ષની છે. ને કેવું ભગવાનમાં હેત જણાય છે.

ગઢપુરમાં જળઝીલણી એકાદશીનો ઉત્સવ ખુબજ ભવ્ય રીતે ઉજવાતો. સંવત 1973માં આ પ્રસંગે વડતાલથી પરમ પૂજ્ય આચાર્ય શ્રીપ્રતિપ્રસાદજી મહારાજ ગઢપુર પધારવાના હતા. આ સમૈયામાં મુમુક્ષુ પાર્ષદોને મહારાજશ્રી દીક્ષા આપી સાધુ બનાવતા.

આ પ્રસંગે જૂનાગઢથી શ્રી નારાયણદાસજી સ્વામી તથા સદગુરુ શ્રી કૃષ્ણચરણદાસજી સ્વામી વગેરે મોટા સંતો મંડળ સથે ગઢપુર પધારેલા. ગોંડલથી પુરાણી ગોપીનાથદાસજી સ્વામી પધારેલા. પાર્ષદ અરજણ ભગતને પણ સાથે લાવેલા.

સવારના સમયમાં આચાર્યશ્રીના સાનિધ્યમાં દીક્ષા વિધિ ચાલતો હતો.ગોપીનાથજી મહારાજના મંદિરની બહાર પગથીયા આગળ નારાયણદાસજી સ્વામી ભેળા થઈ ગયા એટલે પુરાણી સ્વામીને પૂછ્યું; પુરાણી, તમારે આ અરજણ ભગતને દીક્ષા નથી અપાવવી?


પુરાણી સ્વામીએ સ્પષ્ટતાં કરતા કહ્યું. દીક્ષા તો અપાવવી છે; પરંતુ હજુ રજા નથી મળી. ઘરની જરા ઉપાધી જેવું છે એટલે થોડો સમય રાહ જોવી પડે એવું છે. આમ બને મહાપુરુષોનો વાર્તાલાપ ચતો હતો. એવામાં ગઢપુરના વયોવૃદ્ધ બ્રહ્મચારી શ્રી મુનીશ્વરાનંદજી પસાર થયા. એટલે બાજુમાં ઉભેલા પાર્ષદ અરજણ ભગતે પ્રણામ કર્યા.
‘વાહ,ભગત વાહ! કહેતા બ્રહ્મચારી મહારાજે ભગતની પીઠ થાબડી નામ પૂછ્યું. ભગતે વિનય થી પોતાનું નામ કહ્યું.

અરજણ ભગતના લલાટ ઉપર દ્રષ્ટિ ફેરવી તેજસ્વીતાનું માપ કાઢતા બેહ્મ્ચારી મહારાજે નારાયણદાસજી સ્વામીને કહ્યું: આવા મણી જેવા મુમુક્ષુને ક્યાંથી ઉપાડી લાવ્યા છો?
નારાયણદાસજી સ્વામીએ સ્પષ્ટતાં કરતા કહ્યું : એ પાર્ષદ પુરાણી સ્વામીના છે. એટલા શબ્દો સાંભળતા જ બ્રહ્મચારી મહારાજ બોલી ઉઠ્યા ,એમ છે! તો તો પછી કહેવાનું જ શું હોય? સિંહના તો સિંહ જ હોય ને! કાલે સવારમાં ભગત ગોપીનાથજી મહારાજની આગળ એકાગ્ર થઈ સુમધુર કંઠે, હલકથી કીર્તન બોલતા હતા.

                      ગોપીનાથ આવો મારે ઓરડે,
                                      તમ સાથે રે વાધ્યો પૂરણ પ્યાર….. 
                                                            આવો મારે ઓરડે.

આ ચારેય પદ કંઠસ્થ બોલ્યા.સાંભળીને હું તો બહુ જ રાજી થયો. મનમાં થયું કે ભગતની ઉમર 15-16  વર્ષની જણાય છે ને કેવું ભગવામાં હેત છે. એકતાર થઈને કીર્તનો બોલ્યેજ રાખે છે. એમના ગુરુએ સરસ રાગ-ઢાળ શીખવીને ખુબ સરસ તૈયાર કર્યા છે. ખરેખર હું તો હૃદયથી ખુબ જ રાજી થયો. પછી પુરાણી સ્વામીને આશીર્વાદ દેતા બોલ્યા. વાહ પુરાણી વાહ! હીરામાં પહેલ પાડે તેમ ભગતને ભારે તૈયાર કર્યા છે. એમ કહી ભારે પ્રસન્નતા દર્શાવી.

શિષ્યો પોતાના ઉદ્દાત ચારિત્ર્ય અને ઉત્તમ કર્યો દ્વારા ગુરુનું ગૌરવ જાળવીને તેમની ગરિમામાં વધારો કરે એ જ સાચા અર્થમાં શિષ્યો દ્વારા થયેલ ગુરુની સેવા છે. એ જ ઉત્તમ ગુરુપૂજા છે. ગુરુના માત્ર ગુણો ગાયા કરવા અને ગુરુની કીર્તિને કલંક લાગે તેવા કર્મો કરતા રહેવા એ સૌથી મોટો ગુરુદ્રોહ છે.




Nischay

    Veera Sheladia used to live in a village called Mitiyala. Krupanand Swami and Gunatitanand swami initiated him as a satsangi. He was a true satsangi of Swaminarayan holy fellowship. One day he and his family went to Gadhada for blissful darshan of Shreeji Maharaj. While he was away, village head Dado Khuman who had ill feeling towards satsang, burned down Veera bhagat's house and other properties.

    Veera bhagat came back after a week and saw the destruction. Dado Khuman tried to irritate Veera baghat “Your all property got destroyed while you went to Gadhada. How come your God did not save you?”. Firm in his devotion, Veera bhagat said, “I am very grateful to Bhagwan Swaminarayan as he saved me and my family, only my home and cart were burnt. I can always build another residence and bullock cart. Also we have food left to survive, so I think I am in good shape.” Dado Khuman got frustrated even more.

    One day, in an attempt to harass Veera Bhagat even more, Dado Khuman said to Veera bhagat “Veera, what is the point in chanting Swaminarayan using this wooden rosary? Even a carpenter works with wood and moves it from here to there, so how is it special?” Veera bhagat calmly said, “Our Kalyan (salvation) is based on Upasna (my relation/bond with) of Bhagwan. I trust my Bhagwan completely. Even If Swaminarayan asked me to count my home’s roof’s shingles and chant Swaminarayan for each shingle I would do it.”

    Dado Khuman, hearing this appreciated Veera Shelaida's deep devotion and understanding and felt remorse.


Moral: Kusangis will always try to dishearten good satsangis, but we should never give up.

KATHA

 

 

Note:
આપને ઘરસભાના સભ્ય બની દર અઠવાડીએ ઘરસભાનું સાહિત્ય (ઇ-મેઇલ) મેળવવું હોય તો blog post ની જમણી બાજુ “Follow by Email” કે “Subscription“ માં subscribe કરશો.

Bhadresh Radadiya

Shree Swaminarayan Gurukul, Rajkot is a socio-spiritual, non profit organization that believes propagating true education in the world is the noblest work for all.

No comments:

Post a Comment