Ghar Sabha 34

DHOON



KIRTAN




CHARITRA

"આજ્ઞાકારી સંતો"

 જય સ્વામિનારાયણ...

ભગવાન શ્રી સ્વામિનારાયણની આજ્ઞામાં ટુક-ટુક થવા સંતો હરપળ તૈયાર હતા. ક્યારેક મહારાજ એવું વર્તમાન જાહેર કરે કે શિયાળામાં વગડામાં રાતે એકલા રહેવું તો તરત જ તૈયાર અને ક્યારેક એમ કહે કે,શરીરને ફક્ત બે હાથ કંતાનથી ઢાંકવું તો એ જ ક્ષણે તૈયાર...અનેક કસોટીઓ કરે છતાં ક્યારેય પણ મુખ પરની રેખા બદલતી નહીં.અને સદાય 'દાસનાં દાસ થઈને રહ્યા'

એક વખત મુક્તાનંદ સ્વામી મહારાજના દર્શન કરવા સારંગપુર આવ્યા. સ્વામીને મહારાજ જીવાખાચરના દરબારમાં વિરાજમાન છે, એ ખબર હતી પરંતુ એ ખબર ન હતી  કે મહારાજે એવી આજ્ઞા કરી છે, કે અમારી રજા સિવાય કોઈએ પણ અમારા દર્શન કરવા આવવું નહીં. બધા જ મંડળોને મહારાજે ફરવાની આજ્ઞા કરી હતી. મુક્તાનંદસ્વામી પણ સંતમંડળ સાથે દેશાંતરમાં ફરવા નીકળ્યા. ગઢપુરથી નીકળી સ્વામી સારંગપુર આવ્યા. અહીં સ્વામીને એમ થયું કે આપણે મહારાજના દર્શન કરતા જઈએ. સ્વામીએ કોઈ દ્વારા દરબારગઢમાં મહારાજને કહેવરાવ્યું કે, આપની આજ્ઞા જો હોય તો અમે સંતમંડળ સાથે દર્શન કરવા આવીએ.

મહારાજે તરત જ ભગુજીને કહ્યું કે, તમે મુક્તાનંદ સ્વામીને કહો જેમ આવ્યા તેમ જ જતા રહો. ભગુજીએ સ્વામીને આ સમાચાર આપ્યા. દૂર ફરવા જવાનું હોવાથી સ્વામીને એમ થયું કે મહારાજના દર્શન ક્યારે થશે? આટલું વિચારતા સ્વામી ઉદાસ થયા. સ્વામીને એમ થયું કે, જેવી મહારાજની મરજી! પછી સ્વામીએ ભગુજીને એમ કહ્યું: તમે થોડીવાર રોકાવ તો હું મહારાજને એક સંદેશો લખી આપું તે મહારાજને આપજો.

ભગુજી જાણતા હતા કે મહારાજ મુક્તાનંદ સ્વામી જેવા મોટા સંતને ક્યારે આવવાની ના પડે નહીં, કંઈક કારણ હોવું જોઈએ...
ભગુજીએ કહ્યું કે સ્વામી કંઈ વાંધો નહીં આપ લખી આપો. સ્વામીએ એક કાગળ લઈ અને કીર્તનની રચના કરી.
                           "બાળ સનેહી રે, મોહન મુજને ગમતા..."

આવા દસ પદની રચના કરી સ્વામીએ ખરડો ભગુજીને આપ્યો અને કહ્યું કે આ મહારાજ પાસે લઈ જાવ. ભગુજી ખરડો લઈ મહારાજ પાસે આવ્યા અને તે મહારાજને આપ્યો. મહારાજે શુકાનંદ સ્વામીને તે વાંચી સાંભળવા કહ્યું. સ્વામીએ મુક્તાનંદ સ્વામીના ભાવ અનુસાર કીર્તનો ગાઈ સંભળાવ્યા. મહારાજે મુક્તાનંદ સ્વામીને પોતા પ્રત્યેની આવી ભક્તિ અને અપૂર્વ પ્રેમ જોઈ ગદ્દગદ કાંઠે ભગુજીને કહ્યું કે સ્વામીને અહીં તેડી લાવો.

મુક્તાનંદ સ્વામી ભગુજીની સાથે મહારાજ પાસે આવ્યા, મહારાજને દંડવત-પ્રણામ કરી હાથ જોડી ઉભા રહ્યા. મહારાજ ઉભા થઈ મુક્તાનંદ સ્વામીને ભેટ્યા.
પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું: સ્વામી સંતમંડળ સાથે આપ ક્યાં જતા હતા? સ્વામીએ કહ્યું: મહારાજ ગામડાઓ ફરવાની આપે આજ્ઞા કરી છે ને!
મહારાજે કહ્યું સ્વામી એ આજ્ઞા તમારા માટે નથી, તમારે તો અમારી સાથે ભુજ મંદિરની પ્રતિષ્ઠા કરવા આવવાનું છે. પછી મહારાજે સ્વામીને પોતાની સાથે રાખ્યા. 


Would A Lion Eat Jalebi?

Gunatitanand Swami arrived in the village of Maliya. There was a person named Ramo Hati in that village. Ramo Hati sat under a neem tree in the village square. He was not a satsangi and ate meat and drank alcohol. Ramo while seating under the tree was eating meat and drinking alcohol. As Swami passed by the neem tree, he saw what Ramo Hati was doing.

Swami asked,” Ramo, would a lion eat jalebi (a sweet made of flour)?” Ramo said,” No!” Swami said, “Why wouldn't he eat it?” “It is not his food. That's the food of humans,” replied Ramo.

Then Swami remarked, “Animals don't eat food meant for men, but men eat the food meant for animals… what do you think about that?”

Ramo Hati understood Swami's point and said, “Swami, from today I will give up alcohol and meat.” This was the power of Swami's words. His spiritual talks made evil people become good .

Once Swami commented,” We should keep only one goal that we want to go to Akshardham.” He also preached, “Even by spoiling ten million worldly tasks ensure your salvation.”

People who listened to his spiritual talks become pure. Swami changed their lives. Sinners became pure souls. Meat-eaters became vegetarians. Mumukshus increased their spiritual inquisitiveness and found answers to their quest in Swami’s company.


Moral: Shreeji Maharaj prohibits us from killing any living creature for any reason whatsoever. Eating meat or eggs is an act of violence. Eating meat or eggs ruins our health. Eating meat or eggs is a sin.


KATHA


Bhadresh Radadiya

Shree Swaminarayan Gurukul, Rajkot is a socio-spiritual, non profit organization that believes propagating true education in the world is the noblest work for all.

No comments:

Post a Comment