Dhoon
Kirtan
Charitra
અનુવૃત્તિ
એકવાર બોટાદના ભાગદોશી રસોઈ દેવા ગઢપુર આવ્યા. મહારાજને પ્રણામ કરીને કહે “હે દયાળુ! મારે આપની સેવા કરાવી છે.’ મહારાજે પૂછ્યું, ‘શું સેવા કરશો ?’ મારે આપને તથા સંતોભાક્તોને રસોઈ આપવીછે. ત્યારે શ્રીજીએ કહ્યું કે તમારે અમે કહીએ તેમ કરવું છે કે તમારી ઈચ્છા પ્રમાણે કરવુ છે. મારે તો જલેબીને મોતૈયા લાડુની રસોઈ અપાવી છે. ત્યારે શ્રીજી કહે ‘હમણા કડિયાના પગાર ચઢી ગયા છે તો બાજરીના રોટલાને અડદની દાળની રસોઈ કરીએ ને બાકીના રૂપિયા કડિયાના પગાર માટે વાપરીએ તો સારું.’ શ્રીહરિના સમજાવવા છતાં એ ભાગદોશીએ પોતાનો નિર્ણય ન બદલ્યો.
બીજા દિવસે બપોરના પાકી રસોઈ તૈયાર થઇ. ભાગદોશી ચંદનનો કટોરો લઈને પૂજન કરવા આવ્યા. મહારાજ કહે આજે અમને તાવ આવ્યો છે તેથી માત્ર ચાંદલો જ કરજો. ભાગદોશી એ શ્રીહરિના ભાલમાં ચાંદલો કર્યો. તે સમયે ખોલડિયાદ ગામના ખેંગાર ભગત આવ્યા. શ્રીહરિએ તેમને પૂછ્યું ‘ ખેંગાર ભગત! તમારો વ્યવહાર કેવો છે?’ ત્યારે કહે આપની દયાથી સારું છે. પછી મહારાજ કથા કરવા લાગ્યા. થોડી વાર પછી પાછું પૂછ્યું કે ‘ભગત તમારે વ્યવહારે કેમ છે? ’ મહારાજ! સારું છે’ મહારાજે બે ચાર વાર પૂછ્યું એટલે ખેંગાર ભગતના મનમાં વિચાર થયો કે મહારાજ વારંવાર આમ શામાટે પૂછતા હશે? ભગત વિચારોમાં ખોવાયા ને સભા પૂર્ણ થઇ.
મહારાજ જમવા પધાર્યા. ખેંગાર ભગતે શુકાનંદ સ્વામીને પોતાના મનના વિચાર વ્યક્ત કરતા પૂછ્યું કે મહારાજ નો શો મર્મ છે તે કહો ? શુકાનંદ સ્વામીએ માંડીને વાત કરતા કહ્યું કે ‘ ભગત! હમણા મંદિરનું બાંધકામ ચાલે છે ને કડિયાના પગાર ચઢી ગયા છે તેથી મહારજ વારંવાર પૂછતા હતા. સ્વામી! આશરે કેટલા રૂપિયાની જરૂર છે ? જવાબ આપતા સ્વામી બોલ્યા કે 500 રૂપિયાની જરૂર છે. આવું સાંભળીને ખેંગાર ભગત ગઢપુર ગામમાં તેમના ઓળખીતાને ત્યાં ગયા. તેમને વાત કરીને 800 રૂપિયા ઉધાર લઈ આવ્યા. મહારાજ જમીને ઢોલીયા ઉપર આડે પડખે સુતા હતા.
ખેંગાર ભગતે મહારાજને દંડવત પ્રણામ કર્યા ને 800 રૂપિયા ભેટમાં અર્પણ કરતા કહ્યુકે ‘હે પ્રભુ ! 500 રૂપિયા કડિયાના,150 રૂપિયા આપની દવાના અને 150 રૂપિયા સંતોની રસોઈના સ્વીકારો. આવું સાંભળતા જ મહારાજ બેઠા થઇ ગયા. જીવુબાને કહે, કાલે ચંદન ઘસીને મોટો કટોરો સભામાં મોકલાવજો. બીજે દિવસે ખેંગાર ભગત તરફથી સંતો ભક્તો માટે રસોઈ તૈયાર થઇ. બપોરે ચંદન મંગાવ્યું. ખેંગાર ભગત શ્રીજી મહારાજને ચંદન ચર્ચવા જાય છે કે મુળજી બ્રહ્મચારી તેમને રોકતા કહ્યુકે ભગત! મહારાજને શરીરે તાવ છે તેથી ચંદન વસમું લાગશે માટે માત્ર ચાંદલો કરો. તે સાંભળીને દયાળુ મહારાજ બોલ્યાં ‘આ ચંદન તો ઔષધ છે, ઔષધ. ભગત! આખ શરીરે ચંદનની અર્ચા કરો.’ તે સાંભળીને ભગાદોશી બોલ્યા કાલે તો મને ના પાડી હતી. શ્રીજીએ કહ્યુકે ‘શેઠ! તમોએ તમારું મન ધાર્યું કર્યું હતું ને ભગતે મારી મરજી જાણી ને સેવા કરી. અમોને આ ચંદનની અંદર અમારી આજ્ઞાનું સાંગોપાંગ પાલન દેખાય છે.’ ભાગદોશીને પોતાની ભૂલ ઓળખાણી ને પારાવાર પસ્તાવો થયો.
ખેંગાર ભગતે મહારાજના શરીરે ચંદન ચર્ચ્યું. મહારાજ તેમને ભેટ્યા. મહારાજ નું ચંદન ખેંગાર ભગતના શરીરે ચોટ્યું. મહારાજે ખુબ રાજીપો દર્શાવ્યો. ખેંગાર ભગતને જીવનની સાર્થકતનો ઓડકાર આવ્યો. અંતરમાં અજવાળા પથરાયા. ચંદન ચર્ચેલી મહારાજની મનોહર મૂર્તિ હૃદયમાં વસી ગઈ. સંતો ભક્તોને મહારાજે પોતાના હાથે પીરસીને જમાડયા. આપણા માટે આ સમયમાં ગુરુમહારાજ ને મોટા સંતોની મરજી પ્રમાણે સેવા કરીને તેમને રાજી કરવાનો પ્રયાસ કરીએ.
Liberation in Refuge
Shreeji Maharaj and the paramhansas were present in Gadhada. Once, Maharaj instructed the paramhansas, “From today onwards you shall all wear an arm's length of jute cloth only.” Then Maharaj started giving the jute cloth to the paramhansas. Everyone present accepted the new injunction.
Then Brahmanand Swami came. Since he was very fat, an arm's length of jute cloth did not suffice for him. “Maharaj, give me more than an arm's length,” Brahmanand Swami requested “A rule is a rule. You'll not get more,” Maharaj replied“. But Maharaj, how can I cover myself with only an arm's length worth of cloth, you see my body is big and needs that extra bit!” Brahmanand Swami argued.
“Then reduce your weight. I will not give you an inch more.” On hearing this, Brahmanand Swami started looking in the four directions. Shriji Maharaj asked him what he was doing.
“I am looking around to see whether there is any God besides you residing anywhere. But I cannot find anyone other than you. Without refuge in you there is no liberation,” Brahmanand Swami spoke with deep conviction and reverence for Maharaj.
The words of Brahmanand Swami pleased Maharaj. The supreme Maharaj embraced and showered His blessings on Brahmanand Swami and gave him the extra jute cloth. Everyone was impressed by the resolute faith of Brahmanand Swami.
Moral: A devotee's firm refuge in God makes him a recipient of liberation and God's abundant grace.
No comments:
Post a Comment