Dhoon
Kirtan
Charitra
રક્ષણહાર ભગવાન
ભગવાન સ્વામિનારાયણની પોતાના ભક્તો ઉપર અનન્ય કૃપા છે. સુખ-દુઃખમાં શ્રી હરિ પોતે ભળી તે ભક્તનું ધ્યાન રાખતા હોય છે. દુઃખના પ્રસંગો હોય તો શ્રી હરિ સ્વયં અથવા કોઈ વ્યક્તિમાં પ્રવેશ કરી તે ભક્તનું દુઃખ દૂર કરતા હોય છે.
ઘણીવાર આપણને પણ અનુભવ થયા હશે કે, મહારાજે સહાય કરી હોય. ભગવાન તો પળેપળમાં આપણી સહાયમાં હોય છે. તે માણવાની આપણી પાસે દ્રષ્ટિ હોય તો ઈશ્વરનો અતિ મહિમા સમજાય.
આ લેખમાં આપણે એવા ભક્તની રક્ષાનો પ્રસંગ માણવો છે, કે વાંચતા જ આપણું હૈયું ભરાઈ જાય. એ ભક્તના શબ્દોમાં જ આ પ્રસંગને માણીશું.
ઈ.સ. 2006 માં રાજકોટ ગુરુકુલ દ્વારા શ્રી હરિકૃષ્ણ મહારાજ મહોત્સવનું આયોજન થયેલું. આ મહોત્સવ પુર્ણ કરી હું આદિપુર(કચ્છ) મારા ઘેર આવ્યો. બીજા દિવસથી કંડલા બંદરે હું નોકરી પર જોડાઈ ગયો. તા. 11/8/2006 ના રોજ હું નોકરી પર હતો. રોજની જેમ સ્ટીમરની તપાસ કરવા ગયો. સ્ટીમરની તપાસ કરી નીચે ઉતરવા માટે મેં સીડી પર પગ મુક્યો ને એ વખતે જ સીડી હુકમાંથી નીકળી ગઈ. હુ સ્ટીમર ઉપરથી સીધો નીચે 25 ફૂટ નીચે દરિયામાં પડી ગયો ને દરિયામાં ઊંડે સુધી જતો રહ્યો. એક વખત ઉપર આવ્યો અને બુમ પાડી કે, મને બચાવો...મને બચાવો... ત્યાં મારા મોઢામાં દરિયાનું ખરું પાણી આવી ગયું. હું ફરીથી ડૂબી ગયો. 25 ફૂટ જેટલો નીચે ગયો, ત્યાં હરિકૃષ્ણ મહારાજની કૃપાથી એક પિલર હાથમાં આવી ગયો.
મહારાજને પ્રાર્થના કરી હે મહારાજ મને બચાવો... દરિયાના મોજા મારા માથેથી જાય. એ જ વખતે સ્ટીમર ઉપરથી એક માણસ નીચે કૂદ્યો. મને બચાવવા માટે આમ-તેમ જુએ, તેને જોતા જ મેં કહ્યું મને બચાવો..એ વ્યક્તિ મુસલમાન "કરીમ" હતો.
મને કહ્યું કે, તમે હિંમત રાખો. હું જરુર બચાવી લઈશ. તમે મને પકડતા નહીં, નહિતર આપણે બન્ને ડૂબી જઈશું. એવું કહી તે સ્ટીમર તરફ ગયો અને કેપ્ટનને કહ્યું કે તમે લાઈફરીંગ નીચે ફેંકો. તે પ્રમાણે કર્યું, પણ તે બીજા પિલર તરફ જતી રહી. મને કહ્યું કે તે તમે પહેરી લો. પણ મને તરત ન આવડતું હતું, અને જો હું તે રિંગ પહેરવા તે પિલર તરફ જઉં તો વચ્ચે ડૂબી જઉં.
કરીમે કહ્યું કે તમે, પિલર મુકતા નહીં. હું રિંગ તે તરફ આવવા દઉં છું. રિંગ ઉપર ખેંચી મારા તરફ આવવા દીધી. મેં તે પહેરી લીધી. રિંગ ખેંચી મને સ્ટીમર તરફ લાવ્યા. કેપ્ટને દરિયામાં 25 ફૂટ નીચે સીડી આવવા દીધી. મને કરીમે કહ્યું કે તમે ગભરાઈ ગયા છો, માટે ધીરે ધીરે સીડી પકડી ઉપર આવો. હું પાછળથી તમારી સંભાળ રાખુ છું. ધીરે ધીરે હું સ્ટીમર પર પહોંચી ગયો અને કપ્તાન મને ભેટી પડ્યો. પછી મને ઓફિસમાં લઈ જઈ ટેબલ ઉપર ઊંધો સુવડાવી મારા પેટમાંથી પાણી કાઢ્યું. થોડી વાર પછી કરીમ મને મારા ઘેર આદીપૂર મુકવા આવ્યો.
ઘેર પહોંચતા મેં કરીમને કહ્યું કે તે મારો જીવ બચાવ્યો. ત્યારે કરીમે કહ્યું કે સાહેબ તમે પડ્યા તે મેં જોયું ત્યારે માલિકનો એવો સંદેશ મળ્યો કે, આ જીવને તું ગમે તેમ બચાવી લેજે. મેં તો મારી ફરજ બજાવી છે. મેં કહ્યું મલિક કહો કે ભગવાન બન્ને એક જ છે.
મને હરિકૃષ્ણ મહારાજમાં ખુબ શ્રદ્ધા હતી. જોગી સ્વામીએ ત્યારે મને કહેલું કે,"તું ભગવાન રાખજે, ભગવાન તારું ધ્યાન રાખશે." આમ મહારાજે મારી રક્ષા કરી. જેથી હું રાજકોટ ગુરુકુલનો ઋણી છું. આજે હું જે કંઈ છું તે રાજકોટ ગુરુકુલથી છું. જય સ્વામિનારાયણ... સેવક મનસુખ ભાઈ કીકાણી(પોલીસ ઈંસ્પેક્ટર,કંડલા બંદર)
Alibhai
Alibhai of village Ganod was a devotee of Swaminarayan Bhagwan. He was a muslim before accepting satsang. While he was getting married he came to Shreeji Maharaj to get His divine blessing. As he approached Maharaj, Maharaj kept seeing in other direction as if He had not noticed that Alibhai had come. Saints near Maharaj told Maharaj of Alibhai’s presence and that he had come to seek Maharaj’s blessings. But Maharaj still did not see towards Alibhai. Saints again reminded Maharaj and on the third attempt Shreeji Maharaj gave the blessing but did not show much happiness and said, “Alibhai! get married, get married, everyone does so but no one remembers Bhagwan after becoming a householder”. These words resonated with Alibhai ever after and he decided not to forget Bhagwan even after accepting household responsibilities.
Alibhai suffered lots of insults and harassment from his own community to give up Satsang, but he did not flinch even a little bit from his devotion and dedication for Shreeji Mahraj. Though a Muslim, he practised the tenets of the Sampradaya. He did Bhajan, Kirtan and devotion of Lord Shree Hari.
When Alibhai's son grew up and was able to take care of himself, Alibhai talked to him “I nurtured and groomed you to be a mature young man. Now I would like to spend the rest of my life remembering Shreeji Maharaj and doing service to Him.” His humble son also agreed.
While his time came to leave this earth and go to divine abode of Akshardam, he told everyone few days in advance about this. When the day came, he greeted everyone “Jay Swaminarayan” and left with Shreeji Maharaj and saints who came to receive him.
Moral: For true salvation loving souls (mumukshu), community or worldly limitations do not create any obstruction. Selfless devotion removes the impurities of the body and mind.
No comments:
Post a Comment