Sabha 29

Dhoon



Kirtan




Charitra

ભગવાનના ચરિત્રોનો મહિમા
જય સ્વામિનારાયણ...
       अनंत कोटि ब्रह्मांडके सुखा, हरिके चरित्र आगे सब लुखा...
       
સદ્, શ્રી આધારાનંદ સ્વામી 'શ્રી હરિચરિત્રામૃત સાગર' માં લખે છે, કે ભગવાનના ચરિત્રોના સુખ, આનંદ, વૈભવ... તેની આગળ અનંત બ્રહ્માંડના સુખ ભેળા કરીએ તો, તે સુખ નિશ્ચેતન લાગે.

કોઈ પૂર્ણ આસ્તિકતાથી ભગવાનના ચરિત્રો સાંભળે અથવા વાંચે તો તેને ખુબ શાંતિ થાય. વ્યાસ ઋષિએ અનેક ગ્રંથો રચ્યા પરંતુ તેઓને શાંતિ ન થઈ. તેઓએ નારદ મુનિને પ્રશ્ન કર્યો, દેવર્ષિ મેં ઘણા ગ્રંથો રચ્યા પરંતુ મને શાંતિ થતી નથી. આપ મને કોઈ માર્ગ ચીંધો. ત્યારે નારદજીએ કહ્યું કે આપ ભગવત ચરિત્ર સંબંધી ગ્રંથની રચના કરો, આપને જરુર શાંતિ થશે.નારદજીની વાત સાંભળી વ્યાસજીએ શ્રી મદ્ ભાગવત મહાપુરાણની રચના કરી... અંતરમાં પણ ખુબ શાંતિ થઈ.

ભગવાનના ચરિત્રો ત્રય તાપ હારી છે. સ્વામિનારાયણ ભગવાને પણ મુક્તાનંદ સ્વામીને શાંતિના ઉપાયમાં કહ્યું કે, અમારા ચરિત્રો સંભારો. આપણે પણ ભગવાનનાં ચરિત્રો સંભારીએ તો જરુર શાંતિ થાય.
       
ભગવાન સ્વામિનારાયણના અનેક ચરિત્રો છે. તેઓ જ્યાં જ્યાં જતા ત્યાં નૂતન લીલા કરતા. એમનું વિચરણ અનેક જીવના શ્રેય માટે હતું. એમના એક એક કાર્યમાં જીવના ઉદ્ધાર માટે નિઃસિમ કરુણા હતી. કોઈ એમનું અપમાન કરે, હેરાન કરે તો પણ મહારાજ તે જીવનું સારું જ કરતા.
       
એક વખત ભગવાન સ્વામિનારાયણ અમદાવાદ પાસે જેતલપુર ગામ છે, ત્યાં પધાર્યા. રાત્રિનો સમય હતો. મહારાજ એકલા હતા. ગંગામાને ત્યાં મહારાજ ઉતર્યા. વાળું કરી મહારાજે કહ્યું કે, માં અમારે છાના રહેવું છે. ગંગામાં બધી વાત સમજી ગયા.
       
ગામમાં આશજીભાઈ, ગંગાદાસ વગેરે ભક્તોને આ વાતની જાણ થઈ, કે મહારાજ જેતલપુરમાં પધાર્યા છે. બધા ભક્તો ગંગામાને ઘેર આવ્યા. ગંગામાને પૂછ્યું કે, માં મહારાજ અહીં આવ્યા છે? ગંગામાએ કહ્યું મહારાજ અહીં નથી આવ્યા. મહારાજ આવ્યા હોય તો આખા ગામમાં ખબર ન પડે? ના ના મહારાજ અહીં નથી આવ્યા.
       
આ વાત સાંભળી મહારાજ અંદરથી બોલ્યા, માં અમે રાતના અહીં છીએ ને તમે ના કેમ પાડો છો?
       
ગંગામાં થોડા ભોંઠા પડયા. પછી થોડા આકરા થઈને મહારાજને કહ્યું કે, દીકરા થઈને માને ખોટી પાડો છો? કાલે રાત્રેજ તમે મને નહોતું કહ્યું કે, અમારે છાના રહેવું છે.
       
પછી મહારાજે કહ્યું કે, માં આ ભક્તો આમને છાના રહેવા દે તેવા નથી. ગમે ત્યાંથી અમને શોધી કાઢે તેવા છે. થોડી વારમાં ગઢપુરથી ભક્તો અમને શોધવા અહીં આવે છે. ત્યાં તો કાઠીઓના ઘોડા દેખાયાં. ગાડા દેખાયાં,
       
સૌ આવી મહારાજને પગે લાગ્યા. કોઈકે પ્રેમાવેશમાં આવી થોડા આકરા થઈને મહારાજને કહ્યું કે, મહારાજ તમારા વિના ઘડી પણ રહેવાતું નથી. આમ છોડીને થોડું ચાલ્યું જવાય. મહારાજ થોડું હસ્યા. ત્યાં કોઈક પાછળથી બોલ્યું: એ મહારાજ અમારી ભેળા જ રહેવું...
       
મહારાજ સમજી ગયા "સંતો-ભક્તો ભેળા રહેવું એજ એકાંત છે."


Ambasheth of Gadhadi Village

Amba Sheth of Gadhadi was a true devoted satsangi of Shreeji Maharaj. Gadhadi is few miles away from Gadhada. He used to bring datan (tooth brushing stick of Baval tree) every day morning from his village to Gadhada for Shreeji Maharaj. Once he heard that Shreeji Maharaj liked the milk of his buffalo, he donated the buffalo to serve Shreeji Maharaj at once.

Once, Shreeji Maharaj, Amba Sheth, Saints and various disciples were travelling to Vadtal. Joban Pagi and all other devotees welcomed Shreeji Maharaj with great zeal and pomp. Shreeji Maharaj convened an assembly near Gomati lake which was surrounded by lots of Mango trees.  In the assembly Sura Khachar and other devotees eyed the mangoes. They said, “Maharaj these mangoes are too good”.  Joban Pagi said, “Maharaj, if you tell I can shoot it down with my bow and arrow in a moment.” Shreeji Maharaj sensed slight ego in Joban Pagi’s words.
             
Shreeji Maharaj put forth a challenge for them to shoot four mango fruits which were in a line at the top of one of the mango trees with a single arrow. One after another, various devotees of Vadtal tried their best but none of them succeed and even Joban Pagi could not shoot a mango down.
             
To everyone's surprise, Shreeji Maharaj called Amba Sheth to try. Amba Sheth was a small merchant who may have hardly used bow and arrow before. So, it was quite unexpected to invite him even to take part. Amba Sheth, without any hesitation, stood up and bowed down to Shreeji Maharaj. Then he aimed at those four mango fruits and shot the arrow. To everyone's surprise, it hit all the four mango fruits in the very first attempt. Joban Pagi realized the greatness of Shreeji Maharaj and bowed down immediately.
Moral: We should not harbor any arrogance for our skill as Maharaj is almighty and everything occurs according to His will.

Katha





Swaminarayan Gurukul

Shree Swaminarayan Gurukul, Rajkot is a socio-spiritual, non profit organization that believes propagating true education in the world is the noblest work for all.

No comments:

Post a Comment