Sabha 28

Dhoon


KirtanCharitra

જન્માષ્ટમી (ગોકુળ અષ્ટમી)
તારીખ 25 જુલાઈના રોજ જન્માષ્ટમીનો પવિત્ર ઉત્સવ આવે છે. લીલા પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનારાયણનો જન્મ દિવસ છે. અસુરોનો સંહાર કરી ધર્મના પુન:સ્થાપન માટે આ અવતાર  થયો હતો.
વૈષ્ણવ ભક્તો માટે આ ઉત્સવ હૈયાનો આનંદ ગણાય.
       શ્રીમદ્દ ભાગવતના દશમ અને એકાદશ સ્કંધમાં ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું ગુંથન થયેલું છે.
અતિ ભાવથી મહર્ષિ વેદવ્યાસજીએ લીલાઓનું લખાણ કર્યું છે અને પરમહંસ યોગીરાજ શ્રી શુકદેવજીએ આ લીલાઓનું અતિ ભાવથી ગાન કર્યું છે. ભગવાનની અનેક લીલાઓ છે, પરંતુ એમાંની કેટલીક લીલાઓ એવી છે, કે આપણાં અમુક સંશયોને નાશ કરે છે.
       ભગવાનના બાલ ચરિત્રોમાંની આ એક લીલા છે, કે જેને શુકદેવજીએ અતિ પ્રેમથી ગાઈ છે. ભગવાન બાલકૃષ્ણ પોતાના મિત્રો સાથે દરરોજ અલગ અલગ વનમાં ગાયો ચરાવવા જાય. ક્યારેક વૃંદાવનમાં તો ક્યારેક મધુવનમાં કે નિકુંજવનમાં જાય. દરરોજ નવી નવી લીલાઓ બાળમિત્રો માણે.  એક દિવસ ઘરે પાછા ફરતી વખતે ભગવાને મિત્રોને કહ્યું કે, આવતી કાલે બધા મિત્રો પોતાના ઘરેથી કંઈક વાનગી સાથે લેતા આવજો, આપણે વનમાં  વનભોજન કરીશું.
       બધા પોતપોતાના ઘરે ગયા. માતાને વાત કરી.. માતા કૃષ્ણએ કહ્યું છે કે, કાલે વનમાં આવો ત્યારે સાથે કંઈક વાનગી લેતા આવજો. માતાઓએ સવારમાં વાનગી તૈયાર કરી. સાથે સુરક્ષિત રીતે તૈયાક કરીને આપી. બધા વનમાં ભેગા થયા. આ બાજુ મધુમંગલ નામનો મિત્ર દેખતો ન હતો. મધુમંગલે આગલી સાંજે માતાને વાત કરી. પરંતુ ઘરમાં ગરીબી આંટો લઈ ગયેલી. અનાજનો એક દાણો પણ ન હતો. મધુમંગલની માતાને ખુબ દુઃખ થયું, પરંતુ શું કરે? આખી રાત્રી મધુમંગલ અને તેની માતા રડતા રહ્યા. પિતા તો હતા નહીં. છેવટે સવારના સમયે માતાને થયું કે આ ત્રણ દિવસની ખાટી છાસ છે, કદાચ કૃષ્ણ પીવે. પુત્રને વાત કરી,બેટા આ ખાટી છાસ છે. જો કૃષ્ણ પીવે તો તેને પાજે, નહીંતર પાછી લેતો  આવજે. અહીં ગરીબીની સીમા પુરી થતી હતી.
       મધુમંગલ તે છાસની દોણી લઈને આવે છે. મિત્રમંડળમાં પહોંચી પાછળ બેસી જાય છે. કૃષ્ણએ તેને જોયો નજીક બોલાવ્યો।મધુમંડળને થયું કે જો હું તેની નજીક જઈશ તો તે આ ખાટી છાસ પીશે, અને કદાચ બીમાર પડી જશે. આટલું વિચારી મધુમંગલ દોડવા લાગ્યો. ભગવાનને થયું કે, તેની છાસ નહીં પીઉં તો તેની ગરીબી દૂર નહીં થાય. ભગવાન પાછળ દોડવા લાગ્યા. આગળ મધુમંગલ અને પાછળ ભગવાન. મધુમંગલને થયું કે હમણાં કૃષ્ણ મને પહોંચી જશે. એક ઝાડ નીચે ઉભા રહી મધુમંગલ છાસ પીવા લાગ્યો. ભગવાનને થયું કે હમણાં છાસ પુરી થઈ જશે. ભગવાને ત્યાં પહોંચી તેના મુખ માંથી કોણી દ્વારા નીચે પડતી એંઠી છાસ પીવા લાગ્યા. છાસ પુરી થઈ, મધુમંગલે પાછળ જોયું. તો કૃષ્ણએ તેની એંઠી છાસ પીધેલી. પોતે ભગવાનની માફી માંગી. ત્યારે ભગવાને કહ્યું મધુમંગલ મેતો તારી માતાનો ભાવ જોઈને આ છાસ પીધી છે. આજ સુધી આવી મીઠી વાનગી મેં ક્યારેય ખાધી નથી. આ છાસ પી અને મેં તારું દારિદ્ર ટાળ્યું છે.   કેટલી કરુણા...
       ભગવાન નવી નવી વાનગી કરતા પ્રેમ ભાવના ભૂખ્યા છે. ભલે સાકર જ  હોય પરંતુ હૃદયનો ઉત્કૃષ્ટ ભાવ હોય તો સાકર પણ શીરામાં રુપાંતર પામે.
       જન્માષ્ટમીના શુભ અવસર પર આપ સૌને હાર્દિક શુભકામના...

Rules are for Everyone
There is a small village namely Kala Talav in Kutch. Once Shreeji Maharaj and His one hundred and fifty saints and devotees visited this village. The devotees of the village welcomed them warmly.
Maharaj stayed for fifteen days in this village. He held an assembly everyday. There was a religious discourse and a prayer. It was a strict rule of Maharaj that no one should doze in the assembly, and if anybody was found dozing, he would be asked to leave the assembly.
Once Muktanand Swami dozed a little in an assembly.  Muktanand Swami was highly respected by everybody and moreover Maharaj revered him as his Guru. But principle means principle. Rules laid by Shreeji Maharaj were for all to follow.
Maharaj said, “There is no place for a man who dozes in a meeting. So Swami, please go out.” Without uttering a single word, Muktananda Swami obeyed Maharaj's order. He went out from the assembly and went to the outskirts of the village.
          Other devotees were greatly surprised, and some said: “Muktananda Swami is a highly respected Sadhu and he is like a revered teacher of Maharaj. Such a person ordered out from the meeting!” “You are quite right,” continued Maharaj, “Muktananda is a revered teacher to Me, but I would tell him too, to follow the niyams (rules) of satsang.” Shreeji Maharaj’s satsangis and saints lovingly lived a virtuous life. Moral: The rules and principles of Satsang are for everyone to follow.

Katha
Swaminarayan Gurukul

Shree Swaminarayan Gurukul, Rajkot is a socio-spiritual, non profit organization that believes propagating true education in the world is the noblest work for all.

No comments:

Post a Comment