Sabha 27

Dhoon



Kirtan



Charitra

રક્ષાબંધન
આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિ ફક્ત જડતાવાદમાં નથી. આજે વિશ્વઇતિહાસના પાને જોતા આપણને જણાય કે, વિશ્વમાં અનેક સંસ્કૃતિઓ હતી... પરંતુ આજે તે ખુબ ઓછી જોવા મળે છે. અને કદાચ હોય તો પણ તે શેષાવસ્થામાં હોય છે. સંસ્કૃતિ શબ્દ ફક્ત સ્થાપત્યકલા પૂરતો સીમિત નથી. એ સંસ્કૃતિમાં ઉછરેલા માનવોનું જીવન, એમના ઉત્સવો, એમની પ્રાણવાન પરંપરા, આસ્તિકતા, સર્જનતા, સમર્પણ, ત્યાગભાવના વગેરે મૂલ્યોથી સંસ્કૃતિનું સર્જન થાય છે. આપણી સંસ્કૃતિ હજુ પણ અખંડિત છે, એનું કારણ આપણા ઋષિ-મુનિઓ છે. એમણે રચના જ એ પ્રમાણે કરી કે, યુગો પર્યંત એ સંસ્કૃતિને કશો વાંધો ન આવે. માનવજીવનની એવી પરંપરા ઉભી કરી કે, તે પ્રમાણે ચાલતો વ્યક્તિ ક્યારેય પોતાના જીવનથી કંટાળે નહીં. જીવનના આનંદ માટે થોડા-થોડા સમયે એમાં ઉત્સવોની ગોઠવણી કરી. તેમાં સાત્વિકતાનો પ્રાણ પુર્યો. સતત પ્રવૃત્તિમય માનવી નવા નવા ઉત્સવોથી ફરી ઉત્સાહિત થાય છે. આપણા ઉત્સવોની પાછળ ભવ્ય પ્રસંગો છુપાયેલા હોય છે. આ પવિત્ર શ્રાવણ માસ ઉત્સવોનો માસ છે. રક્ષાબંધન, જન્માષ્ટમી, ચારેય સોમવાર આદિક ઘણા ઉત્સવો આ માસમાં આવે છે. શૈવ પરંપરાના ભક્તો પવિત્ર ભાવથી શ્રી મહાદેવનું પૂજન કરે છે. તારીખ 8/15/2016ના દિવસે રક્ષાબંધનનો પર્વ આવે છે. અનેક પ્રસંગોથી આ પર્વ વણાયેલો છે. આજે આ પ્રસંગોને યાદ કરી આ દિવસને અતિ ભાવ અને આત્મીયતાથી ઉજવીએ. મહાભારતના યુદ્ધમાં સાત કોઠાનું યુદ્ધ જાણીતું છે. આ યુદ્ધના આરંભે દાદીમા કુંતાએ પૌત્ર અભિમન્યુને રાખડી બાંધી દીધી. યુદ્ધ શરૂ થયું, એક એક કરતા છ કોઠા પુરા થયા. આ કોઠા જીતાય ગયા. સાતમા કોઠાની અભિમન્યુને ગમ ન હતી. તેઓ ભીમની રાહ જોવા લાગ્યા. પરંતુ, ભીમને આગળ મહારથીઓએ રોકી રાખેલો. આ બાજુ અભિમન્યુની રાખડી તૂટી, છતાં પોતે સામેના યોદ્ધાઓનો સામનો કરતો રહ્યો. અને અને રણમાં એ વીરગતિને પામ્યો. અસુરાધિપતિ બલીની અનન્ય ભક્તિ અને સમર્પણથી ભગવાન બલિના પ્રેમપાશમાં બંધાઈ ગયા. દરવાણી તરીકે પોતે બલિના દ્વાર પાસે ઉભા રહ્યા. લક્ષ્મીજીને આ વાતની જાણ થતા તેઓ બલિને રાક્ષી બાંધવા ગયા. રાખડી બાંધી ત્યારે બલિએ કશું માંગવા કહ્યું. ત્યારે લક્ષ્મીજીએ પતિ નારાયણની માંગણી કરી તેઓને મુક્ત કરાવ્યા. અને મહર્ષિઓની સલાહ મુજબ બ્રહ્મા,વિષ્ણુ અને, મહેશ તેમને સહર્ષ આ જવાબદારી લઈ લીધી. અને ભગવાન નારાયણને મુક્ત કરાવ્યા. ચિતોડગઢના સંરક્ષણની મદદ માટે મહારાણી કર્માવતીએ દિલ્હી સમ્રાટ હુમાયુને રાખડી મોકલી. હુમાયુને પહોંચવામાં મોડું થયું, દુશ્મનોએ ચિતોડગઢ પર ચડાઈ કરી અને એ વખતે રાજપૂતોએ પોતાનું જોર ધીમું જણાતા કેસરિયા કર્યા અને રાણીઓએ જૌહર(ઈજ્જત બચાવવા આગમાં કૂદીને મૃત્યુ પામવું.) કર્યા. હુમાયુને દુઃખ થયું અને તેમણે એ ભસ્મને માથે ચડાવી વંદન કર્યા. રામાનંદ સ્વામીને મયારામ ભટ્ટે રાખડી બાંધી અને સ્વામીના આશીર્વાદથી મયારામ ભટ્ટના સર્વ સંકલ્પો-વિકલ્પો દૂર થયા. આ પર્વ ભાઈ-બહેનના પવિત્ર સ્નેહ તંતુને મજબૂત કરવાનો છે. બહેન ભાઈને રાખડી બાંધી જે પણ કાંઈ માંગે તે ભાઈ આપે છે. અન્ય સ્ત્રીઓને માં-બહેનની દ્રષ્ટિથી જોવાની પ્રેરણા આપતો આ પર્વ છે. દ્રષ્ટિ પવિત્ર બનાવવાનો ઉત્સવ છે. આજના દિવસે સંતો ભગવાનને રાખડી બાંધી અનન્ય ભક્તિની માંગણી કરે છે.

No Sweets only a Loaf
Once Sadguru Nishkudanand Swami was passing by Botad. The sheriff of the town saw him. “I am lucky today,” thought the sheriff,” that I had the darshan of such a great saint.” With folded hands he requested, “Swami, please come to my place, have some food and then proceed.” Swami had to go to other places, but he was helpless in front of the reverence of a devotee. He went with the sheriff. The sheriff's joy knew no bound. He welcomed the swami warmly. He served sweets to swamiji in the dish. But Swamiji was the incarnation of detachment. He had total aversion to worldly pleasures. He used to eat simple food. Everybody knew this. The sheriff himself knew this, but the sheriff thought to serve such a great saint in the best possible manner. So he specially prepared and offered some sweets. On seeing the sweets in his dish, swamiji closed his eyes and sat motionless. Then he said, “O Nishkul, you are a guest of a rich man, you are great. Eat the sweets. Why should you now eat the loaf of the poor? Eat, eat, and be merry.” The sheriff heard these words and was greatly stunned. He understood that he had done a great offence by serving sweets to Swamiji. He at once fell at the feet of Swamiji and cried, “Oh swamiji, please pardon me. I have done a great mistake.” Soon he removed the dish of sweets, and served a loaf of bread to Swamiji. Swamiji was pleased and had his lunch. Moral: Nishkulanand Swami is rightly known as Vairagya Murti i.e. Idol of detachment in our satsang.

Katha




Swaminarayan Gurukul

Shree Swaminarayan Gurukul, Rajkot is a socio-spiritual, non profit organization that believes propagating true education in the world is the noblest work for all.

No comments:

Post a Comment