Dhoon
Kirtan
Charitra
કર્મના ફળ
સ્વામિનારાયણ સંપ્રદાયમાં એવા અનેક પ્રસંગો છે, જે ધીરે ધીરે ઇતિહાસના ભંડારમાં ધરબાતાં જાય છે. ક્યારેક જુના સંતો પાસે બેઠા હોય તો સાંભળવા મળે. પુસ્તક સ્વરુપે તેનો સંગ્રહ ભાગ્યેજ ક્યાંક થયો હોય અથવા આપણા સાંભળવામાં ન આવ્યો હોય. આ વખતનો પ્રસંગ છે જૂનાગઢના મહાસમર્થ સદ.શ્રી બાલમુકુંદદાસજી સ્વામીનો...
સૌરાષ્ટ્રના ખારાપાટ(અમરેલી જીલ્લો) પ્રદેશમાં વાંકિયા નામનું ગામ છે. ગુણાતીત જોકના સંતોના વિચરણથી આ પ્રદેશ અને આ ગામમાં સત્સંગનો ખુબજ વિકાસ થયો છે.
સદ્.શ્રી બાલમુકુંદદાસજી સ્વામીની પ્રેરણાથી આ વાંકિયા ગામમાં મંદિરનો પાયો નંખાયો. થોડા જ સમયમાં મંદિરનું કામ પૂર્ણ થયું અને પૂ.સ્વામીના હસ્તે સ્વામિનારાયણ ભગવાનના સ્વરુપની પ્રતિષ્ઠા થઈ. મંદિર થયું એટલે ગામના ભક્તોને ભજન-ભક્તિ કરવાનું અનુકૂળ થયું. નીરવ શાંતિમાં ધ્યાન,ભજન,ભક્તિ વગેરે થતા. સાંજના સમયે બાળકો ઉત્સાહથી મંદિરે આરતીમાં ઝાલર વગાડવા આવે. આખા દિવસની ઝંઝાળથી થાકેલા સહુકોઈ મંદિરે આવે.
પ્રતિષ્ઠા પછી સ્વામી થોડા દિવસ ત્યાં રોકાણા. ગામના દરબાર આલાવાળા માથાભારે આદમી. ગામની શેરીમાંથી નીકળે એટલે બાળકો ઘરમાં પુરાય જાય. ચોર કર ડાકુની આ ગામ તરફ જોવાની હિંમત ચાલે નહીં. વાંકિયા ગામમાં શાંતિ પણ ખરી. માણસો નિરાંતે જીવે.
આ બાજુ મંદિરે બપોરનો સમય થાય એટલે ઠાકોરજીને પડદો પાડી પોઢાડી દેવામાં આવે. મંદિરમાં એકદમ શાંતિ હોય, કાંઈ હિલચાલ ન હોય. આલાવાળાને આ ગમી ગયું, દરબારગઢમાં તો આવજા ચાલુ હોય એટલે સરખો આરામ ન થાય. થયું અહીંયા સરખો આરામ થશે. પછી રોજ બપોરે ઘોડી પર બેસી ચાકર પાસે ઢોલીયો ઉપડાવી મંદિરમાં લાવે. બાપુ વામકુક્ષી થાય એટલે ચાકર પગચંપી કરવા માંડે. થોડીવારમાં ઊંઘ આવે ને નસકોરા બોલવા માંડે, પરંતુ ઠાકોરજી મૂંજાય કે આ જાય તો સારુ.
થોડા દિવસ આમ ચાલ્યું. બાલમુકુંદદાસજી સ્વામી આ જોયા કરે,થયું કે ક્યારે આ બધું બંધ થાય. પરંતુ આ તો બાપુએ આજીવન નિયમ લઈ લીધું.
સ્વામીને થયું કે આમને આમ ચાલશે તો બાપુ મંદિરને જ દરબારગઢ બનાવી દેશે.
બીજા દિવસે સ્વામીએ બાપુને કહ્યું કે બાપુ, આ મંદિર છે,દરબારગઢ નથી.અહીં ભજન-ભક્તિ કરવાના હોય ભોગ નહીં. તમે કહેવા શું માંગો છો,બાપુએ કહ્યું.
ઘોડી લઈને સીધા મંદિરમાં આવો તે ભગવાનની કઈ મર્યાદા હોય કે નહીં? ભગવાનના સેવક થવું જોઈએ અને તમે ઘોડી લઈને સીધા મંદિરમાં આવો તે બરાબર નહીં.
તમે મને ઓળખો છો? હું આ ગામનો દરબાર આલાવાળો. અમેતો એક સ્વામિનારાયણને ઓળખીએ,બીજા જે હોય તે.
પણ એમાં તમારા મંદિરનું શું થઈ જવાનું છે? હું તો ગાંઠનું લઈને આવું છું.
તમે દરબાર હોય તો તમારા ઘરે,અહીં નહીં.
દરબાર ઉભા થઈ ઘોડી લઈ ચાલતા થયા... કોઈ દિવસ કોઈએ મોઢામોઢ કહેલું નહીં, ને આજ સાધુએ કહ્યું. વસમું તો ઘણું લાગ્યું,પણ...
સાધુંને તો મરાય નહીં એટલે મંદિર બહાર જઈ જોયું તો મંદિરની દિવાલમાં હાથીનું ચિત્ર દોરેલું હતું, તે હાથીના આગળના ડાબા પગમાં નિશાન લઈ ગોળી મારી એટલે, દિવાલમાં ગાબડું પડી ગયું.
થોડા દિવસ થયા, બાપુની વ્હાલી ઘોડીના ડાબા પગમાં કંઈક રોગ થયો. બાપુને ગળે અન્ન ઉતરે નહીં, ઘોડીનું દુ:ખ દેખ્યું ન જાય. સારામાં સારા વૈદ્યને બોલાવી દવા કરાવી, પરંતુ કઈ ફેરફાર ન જણાયો.
કોઈ જ્યોતિષ પાસે જોવડાવ્યું, તેણે કહ્યું આમાં કોઈ દેવનો અપરાધ થયો હોય તેવું લાગે છે.
બાપુએ કહ્યું, કે મેં થોડા દિવસ પહેલા મંદિરની દિવાલમાં ચીતરેલા હાથીના પગમાં બંદૂકની ગોળી મારી હતી. જ્યોતિષે કહ્યું તમે તપાસ કરો, જે પગમાં ગોળી મારી હશે તે જ પગમાં ઘોડીને રોગ થયો હશે?
બાપુએ જાતે તપાસ કરીને જોયું તો જે પગમાં ગોળી મારી હતી તે જ પગમાં ઘોડીને રોગ થયો હતો. છેવટે સત્ય મનાયું અને દેવની માફી માંગી.
એટલે જ મહારાજે મંદિરના વસ્તુ-પદાર્થ માંગવા તથા વાપરવાની ના પાડી છે...
Rajbai of Vankiya
Rajbai of Vankiyaa was Jivuba's cousin. Once she had the darshan of Bhagwan Swaminarayan, she became convinced that He was God. She completely avoided males and desired to worship God. Rajbai's parents explained, “Raju, we should now get you married.” Rajbai responded, “Oh mother! Do not be concerned. I have already found my companion” “Who?” Rajbai replied, “My Bhagwan. I have married Him.” Rajbai said, “This worldly happiness is like dew drops of water which can be perceived but cannot be held in the hands.” Rajbai's mother said, “Raju, the path of renunciation is not as simple as you think. It is as difficult.”
Thereafter, her parents vigorously got her married. When the choondadee (worn by the bride during marriage) arrived, her mother said, "Look Raju, your choondadee is here," she retorted, "Let it burn" and immediately it went up in flames. Rajbai was wed but she prayed on her way to her in-laws home. She was persistently committing her mentality unto Bhagwan.
When her husband entered the bedroom, he saw a horrifying lion on the bed. Bhagwan had come to the rescue. He gave out a loud cry and sprinted out. He said “Look! A lion is roaring in the room. Father, you may not be able to perceive this scene but I certainly can. If you want to see me alive then send this woman back to her paternal home.”
Rajbai said, “Mother, my parents have got me married by force. I do not desire to dwell here. Please send me to Gadhpur happily.” Thereafter, they dropped her off to Gadhpur where she humbly surrendered upon Bhagwan lotus feet and began to shed tears of joy. “Oh Maharaj! You arrived at the right time. Good! Now I shall forever stay at your service.” Rajbai then came to Gadhada and stayed with Jeevubai in God's service.
Moral: Rajbai's love for Bhagwan Swaminarayan was immense and it inspires us.
No comments:
Post a Comment