Dhoon
Kirtan
Charitra
ગુરૂદેવ
આગળના લેખમાં આપણે ભગવાન શ્રી જગન્નાથજીના પ્રસંગને માનસભાવથી નિહાળ્યો હતો, આ વખતે સદ્વિદ્યા સદ્ધર્મરક્ષક ગુરુદેવ શસ્ત્રીજીમહારાજના જીવન વિશે થોડું જાણીશું.
અમેરિકાનો યેલોસ્ટોન નેશનલપાર્ક તેની એક અજીબ ઘટનાંને લીધે તે ખૂબ જાણીતો છે. આ પાર્કમાં દર 60થી70 મિનિટે જમીન માંથી પાણીનો ફુવારો છૂટે છે અને 100થી 150 ફૂટ સુધી ઊંચે જાય છે. આ દ્રશ્યને જોનાર હરકોઈ વ્યક્તિના મનમાં તે જોયાનો,માણ્યાનો આનંદ હોય છે. તેમ ભારતદેશે તેમાં અવતરતી મહાન સંતવિભૂતિને કારણે,તેના જીવન,જ્ઞાન અને સિદ્ધાંતોને આધારે સારાયે વિશ્વમાં તેની અનોખી છાપ ઉભી કરી છે.
આ વિભૂતિઓ ભગવાનના કંઠની પુષ્પમાળા હતી, સામાન્ય પુષ્પની ફોરમ સાંજ સુધી હોય છે, પરંતુ આ પુષ્પની સુગઁધ તેની હાજરી ન હોવા છતાં જીવિત છે, એ કાળથી પર છે. રામ-કૃષ્ણાદિક અવતારો પછી અવતારી એવા ભગવાન શ્રીસ્વામિનારાયણનું આ ધરા પર પ્રાગટ્ય થયું. એમણે 'न भूतो,न भविष्यति' એવા સંપ્રદાયની સ્થાપના કરી. ગૃહસ્થો,ત્યાગીઓનું અજોડ ઘડતર કરી તમને સમાજમાં સર્વોચ્ચ સ્થાને બેસાર્યા. ખુદ વાલ્મીકિ, નારદ, શુકદેવજી અને સનકાદિક હોય એવા સંતો તૈયાર કર્યા. ઉત્સવ-સમૈયામાં મર્યાદાપૂર્ણ વ્યસ્થા કરી તેના ભક્તિનું રૂપ આપ્યું.
ભગવાન સ્વામિનારાયણના સ્વધામ ગમન બાદ ધીરે-ધીરે આ પરંપરાનું તેજ ઓછું થતું ગયું, પરંતુ ભગવાનને તેની ચિંતા જરુર હોય, એ વખતે એમની જ ઈચ્છાથી એક મહાન વિભૂતિનો જન્મ થયો. આ વિભૂતિ એટલે શાસ્ત્રીજી મહારાજ...
અમરેલી પાસેના નાના એવા તરવડા ગામમાં ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજનો જન્મ થયેલો. નામ હતું અરજણ ભુરાભાઇ લાખાણી. માતા વિરુબાઈના ખોળે જન્મેલ આ બાળકની બાળપણથી જ ગામલોકોના માનસમાં અમીટ છાપ હતી.
સાત વર્ષની ઉંમરે સદગુરુ શ્રીબાલમુકુંદદાસજી સ્વામીના હસ્તે વર્તમાન ધારણ કરી સ્વામિનારાયણ સંપ્રદાયની પંચવર્તમાનની દીક્ષા ગ્રહણ કરી કંઠી ધારણ કરી. નિત્ય પૂજા શરુ કરી. 14મેં વર્ષે પાર્ષદની દીક્ષા ગ્રહણ કરી 16મેં વર્ષે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી, પાર્ષદ અરજણ ભગતમાંથી 'સાધુ ધર્મજીવનદાસ' નામ ધારણ કર્યું...
સાત વર્ષ વડતાલમાં અભ્યાસ કરી,જૂનાગઢમાં શ્રી નારાયણદાસજી સ્વામીને કથાઓ સંભળાવી તેઓને રાજી કર્યા. 42 વર્ષની ઉંમરે આચાર્ય શ્રી આનંદપ્રસાદજી મહારાજે તેઓને જૂનાગઢ મંદિરના મહંત પદે નિમણુંક કરી. આ વખતે સ્વામિનારાયણ સંપ્રદાયના ગૌરવ સમો 21 દિવસનો મહાવિષ્ણુયાગ કર્યો.
1948માં પ્રાચીન ભારતની મહાન ગુરુકુલ પરંપરાનો પુન:ઉદ્ધાર કરી રાજકોટમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલની સ્થાપના કરી. 72 જેટલા આજીવન ભેખધારી,ગુણિયલ સંતો તૈયાર કરી ધાર્મિક-સામાજિક પ્રવૃતિઓ કરાવતા રહ્યા.
86વર્ષ,7માસઅને 18દિવસનું પવિત્ર જીવન જીવી ભગવાન સ્વામિનારાયણ સાથે અક્ષરધામમાં પધાર્યા.
ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજનું જીવન અગાધ અને અમાપ છે. એમના એક-એક પ્રસંગો આપણને અનેક પ્રેરણા પૂરી પાડે છે. હવેથી આગળના લેખમાં શાસ્ત્રીજી મહારાજના અલગ-અલગ પ્રસંગોને લઈ નવી પ્રેરણા મેળવીશું.
"115માં જન્મદિવસે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન હો"
Rambai of Jinjavadar
Rambai was the daughter of a maid at Aliaya Khachar's residence. When her parents passed away, Aliaya Khachar, who himself did not marry, raised her as his daughter. Aliaya Khachar would talk to her about Maharaj's glory and the mortal nature of this world. She too thought of dedicating her life for Satsang like Jivuba and Laduba.
Aliaya Khachar started to look for a groom for her. Rambai knew of this and she approached him, she said “Bapu I feel you are looking for a groom for me, but I have selected a groom”. Alaiya Khachar said. “Let me know who he is”. Rambai said, “He is Shreeji Maharaj the almighty”. Alaiya Khachar said, “My child, it is my duty to get you married” Rambai asked, “Bapu then why have you not married?” Alaiya Khachar was speechless and suggested that they should consult Maharaj on the matter. They wrote a letter to Maharaj. Maharaj in a reply letter suggested Rambai to “get married and then dedicate herself to Satsang”. Alaiya Khachar then told her that even Maharaj wished that she get married. Rambai agreed and in sometime her marriage was arranged.
During her marriage she asked the pandit/priest “when would the marriage conclude?” The pandit said “when you have done four rounds of the agni (fire god)”. When the finished the fourth round, Rambai stood back and took off her bridal ornaments, gave it to the groom and said, “Brother here are your belongings and I am going to dedicate my life to Maharaj”. Alaiya Khachar was stunned and asked her, “Ram, what are you talking about?” Rambai showed him Maharaj's letter and said, ”I am doing just as Maharaj said get married and then dedicate your life. So now I've got married and I am going to dedicate my life for Satsang”.
Moral: Such were the brave and dedicated devotees of Shreeji Maharaj, that we can draw inspiration from their lives to help us fight demons within us.
પ્રશ્નોત્તરી:
નીચેના પ્રશ્નોનો ઉત્તર શોધી તેનો જવાબ 214-317-5182 ઉપર text કરશો.
નીચેના પ્રશ્નોનો ઉત્તર શોધી તેનો જવાબ 214-317-5182 ઉપર text કરશો.
- અલૈયા ખાચરમાં કયો એક સદ્ગુણ હતો અને કયો એક દુર્ગુણ હતો?
- રામબાઈ ધામમાં ગયા ત્યારે તેમને અગ્નિદાહ કોણે આપ્યો હતો?
No comments:
Post a Comment