Sabha 24

Dhoon


Kirtan




Charitra

પ્રીતિ
તા.7/7/16 નો દિવસ આપણા ગુરુકુલ આત્મીય પરિવાર માટે અતિ મહત્વનો દિવસ કહેવાય. કારણ કે,આ દિવસે ત્રણ ભવ્ય ઇતિહાસોનો અદ્ભૂત સંગમ થાય છે.1) ભગવાન શ્રીજગન્નાથજીની પ્રાચીન રથયાત્રાની ઉજવણી. 2) ભગવાન શ્રી નીલકંઠવર્ણી મહાપ્રભુ(સ્વામિનારાયણ ભગવાન)નું જગન્નાથપુરીમાં જગન્નાથજીના રથમાં નગરયાત્રા. 3) આપણી પ્રાચીન ભારતીય ગુરુકુલ પરંપરાના પુન:ઉદ્ધારક ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજનો 115મોં જન્મદિવસ. સદ્દ,શ્રીઆધારાનંદ સ્વામી રચિત શ્રીહરિચરિત્રામૃત સાગર ગ્રંથ ભાગ બેના ચોથા પૂરના બોતેરમાં તરંગમાંથી આ લેખ પસંદ કરવામાં આવ્યો છે. ભગવાન શ્રીસ્વામિનારાયણ અહીં પોતાના મુખે વાત કરે છે: તે અમે પુરુષોત્તમપૂરી (જગન્નાથપૂરી)માં સાંભળી હતી. દુનિયામાં ઘણી પ્રસિદ્ધ છે. ડાહ્યા માણસો બધા તે વાતને જાણે છે. ભગવાન શ્રીકૃષ્ણની સ્તુતિની એક અષ્ટપદી કોઈ એક પઠાણે કંઠે રાખી રાખી હતી. તે ઘોડા ઉપર બેસીને ચોકીદારી કરતો હતો.તે પ્રેમ મગન થઈને અષ્ટપદી બોલવા લાગ્યો. તે સાંભળીને ભગવાન જગન્નાથજી બાળ સ્વરુપે થયા અને તે પઠાણની પાછળ દોડવા લાગ્યા. ઘોડે બેઠેલો પઠાણ ત્યાં રહેલી એક ફુલવાડીમાં ગયો. કાંટાવાળા ફૂલઝાડમાં ભરાવાથી ભગવાનનો રેશમી જામો ફાટી ગયો. પઠાણને તેની કશી ખબર ન હતી. ત્યાં રહેલા માળીને તે દેખાયું, તેણે તે પઠાણને કહ્યું. ત્યારે પઠાણે ઘોડો ઉભો રાખીને પાછળ જોયું. દેખતાની સાથે જ મૂર્તિ અદ્રશ્ય થઈ ગઈ. પઠાણને ઘણું આશ્ચર્ય થયું. તે પાછો જગન્નાથપુરીમાં આવ્યો. મંદિરમાં જઈને દર્શન કર્યા, ત્યારે દેખાયું કે મૂર્તિનો જામો બધો જ ફાટી ગયો છે. જામો પીળા રંગનો જ પહેરેલો હતો. તેથી તેને અત્યંત આશ્ચર્ય થયું. ત્યારથી તેણે હિંદુ ધર્મમાં જે અવતાર થવાનો સિદ્ધાંત છે તેને સાચો માન્યો. બધા જ અવતારોને તેણે સત્ય માન્યા. પછી તેણે પોતાનો ઘોડો જગન્નાથપુરીમાં બાંધી દીધો,અને તે તત્કાળ ફકીર થઈ ગયો. તે મૂર્તિના નામની માળા ફેરવવા લાગ્યો. બીજા કોઈ મુસલમાનોને ખબર પડે નહીં તે રીતે છાનો રહેવા લાગ્યો. પછી તે પઠાણે કોઈની સાથે પોતાની પત્નનીને સમાચાર કહેડાવ્યા કે,ભગવાન જગન્નાથજી માટે સારો જામો કરીને મોકલવો. અને હૃદયમાં તેમનું ધ્યાન કરવું. પછી તે પઠાણની પત્નીએ કોઈ ન જાણે તે રીતે ભગવાન માટે વસ્ત્ર મોકલ્યું. અને ધ્યાન કરવા લાગી. ધ્યાન કરતા કરતા તેને શ્રીકૃષ્ણ ભગવાનના સાક્ષાત દર્શન થયા. પછી તે સ્ત્રી ભગવાનના કીર્તન કરવા રચવા લાગી. જે રીતે દર્શન થયા તથા ગોકુળમાં જે શ્રીકૃષ્ણના ચરિત્ર થયા હતા તે બધાને ગાવા લાગી. તેના પદોમાંથી એક પદ શ્રીહરિએ ત્યાં ગવડાવ્યું. તે સમયે ત્યાં રાણપુરનો એક મલેક મોલે સલામ હતો તે સાંભળીને ખુશી થયો.

Parvatbhai
In the village of Agatarai in Sauashtra region of Gujarat lived a farmer devotee of Shreeji Maharaj named Parvatbhai. He remembered Maharaj while sleeping, eating or working in his field such as ploughing, sowing, or reaping. He regarded all works as of Maharaj. “I am an agent of Maharaj and I work on his behalf”, he said. Many times Maharaj praised Parvatbhai and said, “Parvatbhai is such a devotee who would do anything for Saints or God. He would do as I say”. On hearing the praises of Parvatbhai, some Kathi devotees decided to test and verify this. They told Maharaj, “Take us to Parvatbhai's place at least once”. Once riding on horses, Kathi devotees along with Maharaj came to Agatarai. Parvatbhai welcomed Maharaj, spread a cot for Maharaj to sit upon, and began shampooing His feet. Kathi devotees looked at one another and said, “Maharaj was praising Parvatbhai but he is least concerned about us. He neither offers a glass of water to us nor grass to our horses”. Maharaj understood this. He said to Parvatbhai, “Bhagat, all these devotees have come. Where should they tie the horses? Why are you sitting doing nothing? Welcome them at least with a glass of water.” “Maharaj”, replied Parvatbhai,” the servant looks after everything in the absence of his master. But when the master has come, why should the servant worry? The servant has to obey the master's order. You are the master and I am your servant.” Kathi devotees heard this. Maharaj told them, “Did you hear? Nothing belongs to Parvatbhai here. Everything is ours. Take whatever you want.” Kathi devotees were amazed. Now they were sure why Maharaj praised Parvatbhai. Moral: We worry about our belongings while Parvatbhai worried for nothing but Maharaj.

પ્રશ્નોત્તરી:
નીચેના પ્રશ્નોનો ઉત્તર શોધી તેનો જવાબ 214-317-5182 ઉપર text કરશો.
  1. જગન્નાથપુરી માં મહારાજ કેટલો સમય રોકાયા હતા અને કેટલા અસુરોનો કર્યો હતો?

  1. જગન્નાથપુરી માં મહારાજ ક્યાં બેસીને ભાગવતની કથા સાંભળતા?

Katha




Swaminarayan Gurukul

Shree Swaminarayan Gurukul, Rajkot is a socio-spiritual, non profit organization that believes propagating true education in the world is the noblest work for all.

No comments:

Post a Comment