Dhoon
Kirtan
Charitra
માનવતાનું ઝરણું
પૂજ્ય ગુરુમહારાજ દ્વારા લિખિત નૂતન પુસ્તક"પ્રેરણાના પીયૂષ"માંથી આ લેખ અહીં આપવામાં આવ્યો છે.
એક યુવાન ખૂબ મોટી કંપનીમાં નોકરી કરતો હતો. તેનું નામ માનવ હતું. તે ઇલેક્ટ્રિકલ એન્જીનિયર હતો. તેને કોલ્ડ સ્ટોરેજ વિભાગમાં ફરજ સોંપવામાં આવી હતી. કોલ્ડ સ્ટોરેજનું ટેમ્પરેચર તેમાં ભરવામાં આવેલ ફળ કે શાકભાજી મુજબ જળવાઈ રહે એ જોવાની જવાબદારી માનવકુમારની હતી.
એક દિવસ માનવ સાંજના સમયે ઓફિસ છોડતા પહેલા એક કોલ્ડ સ્ટોરેજની ફરિયાદ હોવાથી તેની તપાસ માટે ગયો. ત્યારે બીજો કોઈ મદદનીશ સાથે ન હતો. તેણે કોલ્ડ કોલ્ડ સ્ટોરેજની મુલાકાત લીધી. મુલાકાત લઈને જેવો એ બહાર નીકળવા ગયો કે,એનું ધ્યાન પડયું કે બહાર નીકળવાનો દરવાજો લોક થઈ ગયો છે. માનવે દરવાજો ખોલવાના ખૂબ પ્રયાસ કર્યો. ખૂબ રાડો પણ પાડી પણ તેનો અવાજ બહાર જતો ન હતો. દરવાજો બહારથી જ ખુલી શકે તેમ હતો અને ઓફિસનો સમય પૂરો થવાથી હવે સ્ટાફ પણ નીકળી ગયો હોય.
પોતાનો જીવ બચાવવા માનવે ટેમ્પરેચરને વધારવાના પ્રયાસો કર્યા પણ ટેમ્પરેચર વધવાને બદલે ધીમે ધીમે ઘટવા લાગ્યું. માનવને થયું કે, આ ઠંડીથી તેનું મૃત્યુ થશે તે નક્કી છે. માનવ બેભાન થાય તે પહેલા કોલ્ડ સ્ટોરેજનો દરવાજો ખુલ્યો. સિક્યુરિટી ગાર્ડ માનવને લઈને બહાર આવ્યો. થોડું તાપણું કરી તેને માનવના શરીરને હૂંફ આપી.
થોડીવાર પછી માનવ ભાનમાં આવ્યો. તેણે સિક્યુરિટી ગાર્ડને પૂછ્યું, કોલ્ડ સ્ટોરેજની તપાસ કરવી એ તારી ફરજમાં નથી આવતું, તો પછી તું કોલ્ડ સ્ટોરેજમાં શું લેવા આવ્યો હતો? ગાર્ડે કહ્યું સાહેબ હું અહીં છેલ્લા બે માસથી અહીં નોકરી કરું છું. અહીં આવતા હજારો કર્મચારીઓમાં તમે એક એવા છો જે દરરોજ સવારે આવો ત્યારે મને 'ગુડ મોર્નિંગ' કરો છો,અને સાંજે પાછા જાવ ત્યારે 'ગુડ ઇવનિંગ' કરો છો. આજે સવારે તમારું ગુડ મોર્નિંગ સાંભળવા મળેલું પણ સાંજે તમારું ગુડ ઇવનિંગ સાંભળવા રાહ જોતો હતો. બધા કર્મચારીઓ જતા રહ્યા પણ તમને ન જોયા એટલે કંઈક અજુગતું બન્યાની શંકા ગઈ ને હું તમને શોધતા શોધતા કોલ્ડ સ્ટોરેજમાં આવી પહોંચ્યો.
"આપણે ગમે તેટલા ઊંચા સ્થાન પર હોઈએ,પરંતુ નાના માણસ પ્રત્યેનો આપણો ભાવ સમાન જોઈએ,જેવો મોટા માણસ પ્રત્યે આપણને હોય છે.સ્વછતા ત્યાં પ્રભુતા તેમ માનવતા ત્યાં પણ પ્રભુતા...."
Addiction to Seva
Uka Khachar was a devotee of Bhagwan Swaminarayan. Who was very close to Shri Hari.
One day a dog spoiled the path towards Akshar Oradi i.e. Maharaj’s residential place during morning hours. All devotees and Saints who came to Darshan of Shriji Maharaj just looked at it and condemned the dog. But no one cared to clean it. Later, Uka Khachar came and without a word he cleaned it thoroughly using fresh water. All the time while he was cleaning he chanted Swaminarayan Mahamantra. He then went back to Ghela river to take bath and came back for Maharaj's darshan.
Upon his arrival, Maharaj asked him “Ukakhachar, what happened? Why are you late? Don't you know that I don't like late comers?” Maharaj being omniscient, he knew everything but just to give a lesson to other devotees, Maharaj was pretending as if he did not know.
Ukakhachar narrated the whole incident. Maharaj got very happy and praise Ukakhachar. Maharaj gave the prints of his lotus feet on the chest of Ukakhachar.
Ukakhachar and his wife, everyday cleaned the road from Dada's royal court to Ghela River. They removed all the stones and any garbage lying on the road. They did it very early in the morning every day, before saints and devotees woke up and got ready to bathe in Ghela river. He revered all the saints and devotees who worshipped Maharaj to please Maharaj.
Ukakhachar has been mentioned by Shreeji Maharaj in Gadhada Madhya 25th Vachanamrut. One who has become an addict of serving Me and My devotees like Uka Khakhar, will be redeemed of even the most vitiated desires that may erupt from within ones heart.”
Moral: We should develop such devotion to service as Ukakhachar.
પ્રશ્નોત્તરી:
નીચેના પ્રશ્નોનો ઉત્તર શોધી તેનો જવાબ 214-317-5182 ઉપર text કરશો.
નીચેના પ્રશ્નોનો ઉત્તર શોધી તેનો જવાબ 214-317-5182 ઉપર text કરશો.
- પૂજ્ય શાસ્ત્રીજી મહારાજની કથા માં એક વાત વારંવાર આવૅ છે, તે કઈ વાત છે?
- પૂજ્ય જોગી સ્વામીનો ગુરુ કોણ હતા?
No comments:
Post a Comment