Sabha 21

Dhoon

Kirtan


Charitra

આચાર્ય
જેના જીવનનું આચરણ આચરવા જેવું હોય તેને આચાર્ય કહેવાય. જેના વર્તન વાતું કરતા હોય તેને આચર્ય કહેવાય જેના સાનિધ્યમાં હળવાશ અને હુંફ અનુભવાય તેને આચાર્ય કહેવાય.... સદ.શ્રી રામાનંદ સ્વામી પ્રસ્થાપિત અને ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા પ્રવર્તિત સ્વામિનારાયણ સંપ્રદાયની ધુરા કોને સોંપવી? સ્વયં ભગવાન હોવા છતાં મહારાજે મોટા સંતો,હરિભક્તોને પૂછ્યું. બધાની નજર એક જગ્યાએ સ્થિર થઈ.રઘુવીરજી અને અવધપ્રસાદજી મહારાજ. સ્વામિનારાયણ ભગવાને દ્વારકાથી લઈ કલકત્તા સુધી આડી લીટી તાણી. ઉત્તર ભારત અને દક્ષિણ ભારત.ઉત્તર ભારત,અમદાવાદ ગાદી ઉપર અવધપ્રસાદજી મહારાજને પ્રસ્થાપિત કર્યા,અને દક્ષિણ ભારત,વડતાલ ગાદી ઉપર રઘુવીરજી મહારાજને પ્રસ્થાપિત કર્યા. એક વખત અવધપ્રસાદજી મહારાજ જેતલપુર આજુ-બાજુના ગામડા ફરતા હતા.ગામડાના ભોળા માણસો હૈયાના ભાવ સાથે મહારાજશ્રીને પધરાવે.આચાર્યશ્રી પણ બધા ભક્તોનો ભાવ સ્વીકારે,આ પ્રદેશના ગામડા ફરતા-ફરતા મહારાજશ્રી ગામડી ગામ પધાર્યા. ગામના માણસોએ ભાવથી મહારાજશ્રીનું સામૈયું કર્યું. એક પવિત્ર બ્રાહ્મણ ભક્તના ઘરે મહારાજશ્રીનો ઉતારો થયો. ગામના માણસો પોતાના ઘરેથી દુધના માટલાઓ ભરીને લાવ્યા. રસોઈની બધી તૈયારીઓ થઈ.બ્રહ્મચારીએ ઠાકોરજીના થાળ માટે દૂધપાક બનાવવાનું શરુ કર્યું. દૂધ ઘાટું થયું એટલે ખાંડ નાખવાની તૈયારી થઈ,ખાંડ અને મીઠાના વાસણ બાજુ-બાજુમાં હતા.દેખાવમાં બન્ને સરખા લાગે. ઉતાવળમાં બ્રહ્મચારીના હાથમાં મીઠાનું વાસણ આવ્યું,દૂધપાકમાં તે નાખ્યું.થાળ તૈયાર થયા,એટલે ઠાકોરજીને ધરાવીને મહારાજશ્રીને ઠાકોર જમાડવા બેસાર્યા. ભાવથી બ્રહ્મચારીએ મહારાજશ્રીને પીરસ્યું,પેલો દૂધપાક પણ પીરસ્યો.સારોએ કટોરો મહારાજશ્રી પી ગયા, દૂધપાક ખારો લાગ્યો પણ આચાર્યશ્રી કશું ન બોલ્યા. ફરીવાર દૂધપાક પીરસ્યો,મહારાજશ્રી પી ગયા,બ્રાહ્મણ ભક્ત પણ પીરસવાની તાણ કરે,તેનો ભાવ જોઈ મહારાજશ્રી ફરીવાર જમે. મહારાજશ્રી ચળુ કરી ઉભા થયા. સંતો ઠાકોર જમાડવા બેઠા,સાથે બ્રહ્મચારી પણ બેઠા. આચાર્ય મહારાજ દૂધપાક પીરસવા આવ્યા,જયનાદ બાદ સહુએ ઠાકોર જમાડવાનું શરુ કર્યું.બ્રહ્મચારીએ દૂધપાક પીધો,ખારો લાગ્યો.માંડ-માંડ ભોજન પૂર્ણ કરી મહારાજશ્રીને દંડવત કરી બ્રહ્મચારી માફી માંગવા લાગ્યા,મહારાજ મેં તમને ખારો દૂધપાક જમાડ્યો મારી ભૂલ થઈ,મને માફ કરો.. ત્યારે અવધપ્રસાદજી મહારાજે પ્રેમથી કહ્યું તમે કોઈ ચિંતા ન કરો, અમે તો મહારાજને સંભારીને જમ્યા હતા,મહારાજને ધરાવેલો થાળ તો પ્રસાદી કહેવાય...માટે પ્રસાદી તો મીઠી જ હોય.... ક્યાં મળે આવા આચાર્ય મહારાજ? ક્યાં મળે આવા બીજા અવધપ્રસાદ? જરૂર તો ઘણી છે...

Devotional Service
When the Gadhada temple was to be built stones were required in its foundation. Shreeji Maharaj ordered, “There are many stones on the river bank. Everyone should go to the river, take a holy dip, and bring one stone each.” Shreeji Maharaj was not one who commanded service of His devotees while He Himself remained seated on a comfortable seat. Shreeji Maharaj Himself would follow His own orders. Whenever He went to the Ghela river to take a bath in the morning and evening, He returned with a heavy stone on His head! The saints and disciples requested, “Maharaj, you please take rest. We will do Your work!” Shreeji Maharaj said, “So you think that this is My work? No, No, this is God's work! This is the work of a temple! I am just doing My part.” Thus Shreeji Maharaj did not leave the work aside. The saints and disciples bowed mentally when Maharaj returned with a heavy stone on His head. They would exclaim, “Oh, Shreeji Maharaj appears so divine with a heavy stone on His head!” There are many such instances like the one in Mangrol, when Shreeji Maharaj along with devotees and saints undertook the task of digging and cleaning the water tank/pool. Shreeji Maharaj himself dug and cleaned and had His hands dirty. Maharaj was not an ordinary man of this world. He was God and as such there was no wonder. Moral: Services to God and His saints cleanses our heart which we should fill with devotion.

પ્રશ્નોત્તરી:
નીચેના પ્રશ્નોનો ઉત્તર શોધી તેનો જવાબ 214-317-5182 ઉપર text કરશો.
  1. અયોધ્યાપ્રસાદજી મહારાજે જે કીર્તન બનાવ્યું હતું તેના શબ્દો કયા છે?

  1. અયોધ્યાપ્રસદજી મહારાજનો એક પ્રશ્ન વચનામૃતમાં છે, તે કયું વચનામૃત છે?

Katha



Swaminarayan Gurukul

Shree Swaminarayan Gurukul, Rajkot is a socio-spiritual, non profit organization that believes propagating true education in the world is the noblest work for all.

No comments:

Post a Comment