Dhoon
Kirtan
Charitra
આસક્તિ અને વાસના
ભગવાન સ્વામિનારાયણ અંત્યના 14માં વચનામૃતમાં કહે છે,કે જીવના હૈયામાં કેવી પાપરૂપ વાસના રહી છે, નજરે જોયું છે. અયોધ્યાની અંદર નાનપણમાં શિવના મંદીરમાં આરામ કરતા ત્યારે એક કાયસ્થ રોજ શિવજીની પૂજા કરવા આવે.બીલીપત્રથી શિવની પૂજા કરી ગાલ વજાડી પ્રાર્થના કરતો કે 'હે ભગવાન,મને જન્મોજન્મ લમ્બકર્ણનો અવતાર દેજો. જેણે કરીને સુખેથી સ્ત્રીનું સુખ તો ભોગવીએ. આ મનુષ્ય દેહમાં તો તંબુ ખાઈ ખાઈને મરી ગયા પણ સ્ત્રીનું સુખ જોઈએ તેવું ભોગવી શક્ય નહી.'
દેવતાઓ પણ જે મનુષ્યદેહ માટે પોકાર કરે છે,કે હે ભગવાન અમારા કોઈ પુણ્ય બાકી હોય તો ભરતખંડમાં મનુષ્યનો દેહ આપો.એ મનુષ્યદેહ પામીને આ કાયસ્થ એમ ખે છે,કે મને ક્યારેય મનુષ્યનો દેહ નહી આપતા.
કરે છે મોક્ષ દેનારી પૂજા,પણ માંગે છે જન્મોજન્મની ઊંડી ખાઈમાં ધકેલી દેનારી વાસના.
જુનાગઢમાં સ્વામિનારાયણ મંદીરનું કામ ચાલે. સદ.બ્રહ્માનંદ સ્વામી દેખભાળ રાખે. સ્વામીના પ્રૌઢ પ્રતાપની વાતો જુનાગઢના દરેક ખૂણાને ખબર હતી કે આ જોગીની જેના પર કૃપા ઉતરે તેનું કામ થઈ જાય.એક વાણિયાએ આ લાભ લેવાનું ગણિત શરુ કર્યું. સરવાળો કરતા કરતા ગુણાકારે ચડયો. રોજ મંદિરે આવે.સ્વામી દેખે તેમ થોડી ઘણી સેવા કરે. બ્રહ્માનંદ સ્વામી ત્યારે જાતે ચૂનાના પત્થરો ભાંગે. વણીકભાઈ ત્યાં આવીને માંડે દંડવત કરવા,સ્વામી ના ન પાડે ત્યાં સુધી ચાલુ રાખે.
સ્વામીને પણ એમ થાય કે ભાવિક છે.પણ સ્વામીને ક્યાં ખબર હતી કે આ વણિકતો બોર દઈને કડલી કાઢે તેવો છે.
રોજનો આવો ભાવ જોઇને સ્વામીએ એક દિવસ પૂછ્યું,કેમ ભગત,સંતોને દંડવત કરવાનું કાઈ નિયમ લીધું છે.
હસીને વણીકે કહ્યું...ના ના સ્વામી,અમારે વળી એવા શેના નિયમ હોય.
તો પછી રોજ દંડવત કેમ કરો છો? કાઈ વેપાર ધંધામાં ખોટ ગઈ છે?કે શરીરે કાઈ મંદવાડ છે?
ના ના મારા ધંધામાં કેવી. શરીરે ઉનો વા.ય વાતો નથી.હસીને કહ્યું....આપ જેવા સંતોની કૃપાથી બધું બરોબર જ છે.
તો પછી કઈ ઈચ્છા છે?
આજુબાજુ જોઇને વાણિયો હળવેથી બોલ્યો'સ્વામી બે ત્રણ લગ્ન કર્યા....પણ ઘરવાળું ગુજરી જાય છે.હવેતો જોવા જઈએ તો પણ ના પાડે છે,કે હવે તમે રહેવા દો.માટે તમે જો આશીર્વાદ આપો તો હજી એકવાર થઈ જાય.
ભાઈ,ભલું થયું ભાંગી જંજાળ..સુખે ભજશું શ્રી ગોપાળ. આટલી વખત માથામાં વાગ્યું તોય ટાલ પડી નથી?
એટલે તમે કહેવા શું માંગો છો?
ભલા માણસ ગાંડો પણ એકનાએક ખાડામાં બીજી વાર પડતો નથી,તો તમે તો બુદ્ધિના બાદશાહ છો.ઘટેલ ઘટનામાંથી કઈક તો ધડો લ્યો.જ્યાં સુખ નથી ત્યાં સુખ માટે શું કામ વલખા મારો છો.
સ્વામી,હું તો તમારા આશીર્વાદ લેવા આવ્યો હતો,ને તમે તો શાપ આપવા માંડ્યા.
ભાઈ,અમે તો સંસારમાંથી નિર્વાસનિક થાય તેવા આશીર્વાદ આપીએ છીએ,કોઈ જીવ દુખી થાય તેવા શાપ આપતા નથી.
તો....હમણાં તમારા આશીર્વાદની જરૂર નથી. આશીર્વાદ તમારી પાસે રાખજોને. બીજાને દેવા કામ લાગશે.
દાખલો ખોટો પડ્યો તેથી બીજે દિવસે દંડવત બંધ થઈ ગયા.
Motherly Affection
There is a small village near Ahmedabad called Jetalpur. There lived an old woman in the village. Her name was Gangabai. She had great affection for Shreeji Maharaj. She was overjoyed when Shreeji Maharaj came to Jetalpur and would take Shreeji Maharaj to her home and would give Him food to eat. Shreeji Maharaj would also gladly go with her and affectionately and call her “Mother.”
Shreeji Maharaj addressed other ladies by their names but He called Gangabai as “Mother.” All Saints and devotees called Gangabai as “Mother” because Shreeji Maharaj called her so. Thus Shreeji Maharaj's mother was mother of all. She prepared and served hot, fresh food to Shreeji Maharaj with zeal. Not only that, but she would also be displeased if Shreeji Maharaj failed to take this food on time.
Gangama accompanied Him while He was around Jetalpur. She put a stove in a basket and carried it on her head. On the stove she would place utensils full of pulses (dal) and vegetables. As soon as it was time for lunch, she would prepare and serve hot and fresh food to Shreeji Maharaj. Within minutes the meal would be ready.
None but a mother would do such a service so Shreeji Maharaj called Gangama “Mother.” Such service is not seen among mothers for their sons in this world. Shreeji Maharaj's mother is also our mother. Even today in Jetalpur there is a small room where Gangama lived and there is an idol of Radha-Krishna which she worshiped.
Moral: Gangama formed a great relation and bond with Shreeji Maharaj.
પ્રશ્નોત્તરી:
નીચેના પ્રશ્નોનો ઉત્તર શોધી તેનો જવાબ 214-317-5182 ઉપર text કરશો.
નીચેના પ્રશ્નોનો ઉત્તર શોધી તેનો જવાબ 214-317-5182 ઉપર text કરશો.
- મહારાજ જે શંકરના મંદિરે જતા તે મહાદેવજીના મંદિર નું નામ શું છે?
- અંત્યના ના 14 માં વચનામૃતનું શીર્ષક શું છે?
No comments:
Post a Comment