Sabha 19

Dhoon

Kirtan

Charitra

શૂરવીરતા અને પતિવ્રતાની ભક્તિ
ભગવાન સ્વામિનારાયણના સમયમાં એવા ભક્તો હતા કે એનો શ્રી હરિ પ્રત્યેનો કેફ, નિષ્ઠા, ભક્તિ... જોઈ આજે પણ આપણને અધ્યાત્મ માર્ગે નવી ઉર્જા મળે છે. ક્યારેક એવા વિચારો આવે કે આજે એવા ભક્તો હશે? હા... તેઓ જોવામાં સામાન્ય માણસ લાગે,પરંતુ તેની પ્રભુ પ્રત્યેની નિષ્ઠા અનોખી હોય છે.તેઓને સત્સંગ મુકાવવામાં માંત્રિકો-તાંત્રિકો પણ પાછા પડ્યા હોય છે. આજે એવા ભક્તની વાત કરવી છે, કે તે ભક્ત આદિવાસી પરિવારના છે, પરંતુ તે આપણા આદર્શરૂપ છે. નવસારી ગુરુકુલમાં સંતોની પાઠશાળા છે, સંતો અભ્યાસની સાથે સંગીત, કથા-વાર્તા અને બીજી ઘણી કલાઓ શીખે છે. આ ગુરુકુલમાં આદિવાસી વિદ્યાર્થીઓને વિનામુલ્યે ભણાવવામાં આવે છે. આ વિદ્યાર્થીઓ નિત્ય પૂજા-પાઠ સાથે આધ્યત્મિક નિત્ય-નિયમો દરરોજ કરે છે, સાથે અભ્યાસ પણ સારી રીતે કરે છે. આ વિદ્યાર્થીઓના વ્યવસ્થાપક તરીકે અલ્પેશભાઈ પટેલ સેવા બજાવે છે, તેઓ પણ આ ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેઓના વિદ્યાર્થીકાળનો આ પ્રસંગ છે. અલ્પેશ ગુરુકુલમાં ભણે. નિત્ય સંતોની કથા સાંભળવાનો લાભ મળે. વેકેશનને થોડી વાર હતી, બધા વિદ્યાર્થીઓને ઘરમંદીરમાં પધરાવવા માટે ભગવાન સ્વામિનારાયણ, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પુ.ગુરુમહારાજની ચિત્ર પ્રતિમાઓ આપવામાં આવી. વેકેશનમાં વિદ્યાર્થીઓ ઘરે ગયા. અલ્પેશ પણ ઘરે ગયો, મંદીરમાં ઠાકોરજીની સ્થાપના કરી. વેકેશન પૂર્ણ થયા બાદ બધા ગુરુકુલ આવ્યા, ઉનાળાના વેકેશનમાં ફરી ઘરે જવાનું થયું. આ વખતે અલ્પેશ સાથે એક નવીન પ્રસંગ બન્યો. અલ્પેશના કાકાને ધંધામાં થોડી ખોટ ગયેલી. પંચમહાલ જીલ્લાનો વિસ્તાર એટલે અંધશ્રધ્ધાનું જોર વધારે. આજુ-બાજુના ગામમાંથી કોઈક પ્રસિદ્ધ ભૂવાને બોલાવ્યો. ભુવાએ ત્યાં આવી થોડી કઈક માંત્રિક રચના કરવાની હશે, તે કરી મલીન મંત્રવિધિ શુરુ કરી. થોડીવાર આ વિધિ ચાલી. કઈ અસર ન થઈ. ભુવાએ ઘરમાં નજર ફેરવી, એકબાજુ મંદીરમાં ઘનશ્યામ મહારાજની મૂર્તિ જોઈ. ભૂવાને થયું કે,આ મૂર્તિ હશે તો મારી વિદ્યા સફળ નહી થાય. પછી કડકાઈથી હુકમ કરી કહ્યું; પેલી મંદીરની મૂર્તિને કચરામાં નાખી દો, એટલે તમારી ગયેલી સંપતી પછી આવશે. અલ્પેશ તે વખતે ત્યાં જ હાજર હતો. તેણે ગુરુકુલમાં સંતો પાસેથી ભગવાનનો મહિમા સાંભળેલો. તેણે હૈયામાં હિંમત એકઠી કરી પેલા ભૂવાને કહ્યું; આ મૂર્તિ ઘરમાંથી નહી નીકળે, ગરીબી રહેવી હોય તો ભલે રહે, પરંતુ ઘરમાંથી આ મૂર્તિ નહી નીકળે. આ નાના છોકરાને પોતા સમો થતો જોઈ ભૂવાને ક્રોધ ચઢ્યો, ભુવાએ મંત્રના ગોટા વાળી અડદ ફેક્યા, ઘરના સભ્યોને કહ્યું તમે આજીવન ગરીબ રહેશો, અલ્પેશે કહ્યું; મારે સ્વામિનારાયણ ભગવાનનો આશરો છે, તારી વિદ્યા મારા આગળ શું કામ કરે? જા તને છૂટ આપું છું કે, તારે મારા પર જેટલા પ્રયોગ કરવા હોય તે કર, સાથે વિશ્વાસ આપું છું કે, મારા પર કઈ અસર નહી થાય. ભૂવાને અતિ ક્રોધ ચઢ્યો ને કહ્યું; તારા માથાનાં પાંચ વાળ તોડીને આપ,પછી કહું છું શું અસર થાય. અલ્પેશે પોતાના માથાના આઠ-દસ વાળ તોડીને આપ્યા,ભુવાએ ઘણા પ્રયોગો કર્યા, પરંતુ કઈ થયું નહી. ભુવાની પડતી દેખાઈ; પછી ભુવાએ કહ્યું અત્યારે હું ઘરે જાઉં છું ,પરંતુ થોડા જ સમયમાં તારું ધનોત-પનોત નીકળી જશે. ઘરના સભ્યોને થોડી બીક લાગી,પરંતુ અલ્પેશના શ્રી હરિ પ્રત્યેના કેફમાં ઓટ ન આવી. આજે છ-છ વર્ષ વીતી ગયા છે. અલ્પેશને તેની કઈ અસર નથી થઈ.અને અલ્પેશ આજે ઘણો સુખી છે. આપણે સમજવાનું એટલું કે,આપણી સાથે કઈક આ પ્રકારની ઘટના ઘટી હોય તો આપણે શું કરીએ? કરવાનું એટલું જ મહારાજનો કેફ રાખી આસુરી તત્ત્વો સામે ઝૂકવું નહી. આપણે ભગવાનને રાખશું તો ભગવાન આપણું રાખશે જ. નિયમિત તિલક-ચાંદલો કરવો,પૂજા કરવો, શાસ્ત્રીજી મહારાજ, ગુરુમહારાજ, દેવપ્રસાદ સ્વામી વગેરે મોટા સંતોને યાદ કરવા. આજે આવા ભક્તો આપણી નજર સામે ઘણા છે, ભલે તેની સાથે આવા પ્રસંગો નહી બન્યા હોય, પરંતુ તેનો મહારાજ પ્રત્યેનો લગાવ, મોટા સંતો પ્રત્યેની આત્મીયતા આપણા માટે પ્રેરણાદાયી છે. ધીરુભાઈ બાબરિયા,ચતુરભાઈ વઘાસીયા,મનુભાઈ પટોળીયા,ચતુરભાઈ બાબરિયા, પોપટભાઈ રાદડિયા,મગનભાઈ વેકરીયા.। ...

Abuse of Power is Bad
Once Nrusinhanand Swami asked Maharaj if he could narrate his experience in Maharaj's assembly, it was about observing Dharma i.e. righteousness. Nrusinhanand Swami before his initiation was the priest of the Jagannath Puri temple. At that time, Shreeji Maharaj was known to be living God, so other pundits and Bawas of Jagannath Puri wished to have His darshan and they came to Gujarat and had Maharaj's darshan in Kaalvani. After having darshan they went back to Jagannath Puri and whenever they mentioned or said the mantra Swaminarayan, the priest (Nrusinhanand Swami) saw a glow in the idol of Jagannathji. The priest immediately thought of meeting Maharaj. On his way to meet Maharaj, he stopped in Vrundavan. There at night he saw a group of Sadhu Bawas and Mahants prepare food and were getting ready to eat. One of the sadhus saw the priest and invited him to eat with them. As the priest was about to eat a Sadhu next to him said, “Priest, before you eat let me tell you something, if you believe”. The priest replied, “Sure, tell me”. The Bawa said, “We are not what we look like. We are all ghosts and this good food you see is all meat”. The priest was stunned and asked, “How come you became ghosts?” the Bawa replied, “We were all Mahants (chiefs) of some big temple or the other and we abused the funds and other belongings of the temples for our personal use. As a result of that we all became ghosts”. To verify this, the priest took some food in a cloth. After the Bawa's were done eating they all disappeared and the food that the Pujari had turned into meat and bones. The pujari then came to Gadhpur and was initiated by Maharaj as Nrusinhanand Swami. Moral: We should never abuse anything that belongs to God or others or else the consequences are dire.

પ્રશ્નોત્તરી:
નીચેના પ્રશ્નોનો ઉત્તર શોધી તેનો જવાબ 214-317-5182 ઉપર text કરશો.
  1. વન વિચરણ વખતે મળેલા સેવાકરામે પાછળથી સત્સંગમાં જન્મ લીધો હતો, તેમનું નામ શું હતું?

  1. મહારાજ કેટલા વર્ષ ઘરે રહ્યા, કેટલા વર્ષ વનમાં રહ્યા અને કેટલા વર્ષ સત્સંગમાં રહ્યા?

Katha


Swaminarayan Gurukul

Shree Swaminarayan Gurukul, Rajkot is a socio-spiritual, non profit organization that believes propagating true education in the world is the noblest work for all.

No comments:

Post a Comment