Dhoon
Kirtan
Charitra
શિવલાલ શેઠ
એક વખત ભગવાન શ્રી સ્વામિનારાયણ દાદા ખાચરના દરબારમાં સવારના સમયે લીંબ વૃક્ષ નીચે વિરાજમાન હતા. જમણા હાથમાં તુલસીની માળા ફેરવતા હતા, તે વખતે બ્રહ્માનંદ સ્વામી મહારાજના દર્શન કરવા ત્યાં આવ્યા. મહારાજને દંડવત કરી સ્વામીએ મહારાજને પૂછ્યું, હે મહારાજ તમે તો ભગવાન છો ને માળા ફેરવવાની તમારે શી જરૂર?..... મહારાજ કહે, સ્વામી અમે અમારા વ્હાલા ભક્તોને યાદ કરીને તેમના નામની માળા ફેરવીએ છીએ, જુઓ સ્વામી આ મણકો મુક્તાનંદ સ્વામીનો, સુરા બાપુના નામનો, આ મણકો ગલુંજીના નામનો,.....એમ સ્વામિનારાયણ ભગવાને એક એક મણકે પોતાના વ્હાલા સંતો,ભક્તોના નામ બ્રહ્માનંદ સ્વામીને બતવ્યા.
આ માળાના જ એક અંશ હતા બોટાદના સુપ્રસિદ્ધ શેઠ ભગા દોશીના સુપુત્ર શેઠ શ્રી શિવલાલભાઈ. તેઓ પિતાના એકના એક પુત્ર હતા. બાળપણથી જ ખુબ લાડકોડમાં ઉછરેલા. છતાં શિવલાલભાઈનું જીવન બહુ જ સાદું. તેઓ પ્રભુમાં નિષ્ઠાવાન હતા. ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે,"शुचीनां श्रीमतां गेहे योगभृष्टोभिजायते"(६-४१) શુદ્ધ આચારવાળા શ્રીમંતને ઘેર યોગભ્રષ્ટ જીવાત્મા જન્મ ધારણ કરી છે. આ રીતે શિવલાલભાઈ રાજ્ય માન્ય કુટુંબમાં જન્મ્યા હતા તો પણ તેના વિચાર યોગી પુરુષ જેવા હતા, તેમાં વળી છેક બાળપણથી સ.ગોપાળાનંદ સ્વામી, સ.ગુણાતીતાનંદ સ્વામી, સ.સિદ્ધાનંદ સ્વામી, સ.યોગાનંદ સ્વામી વગેરે સમર્થ સંતોના દર્શન તથા સતત સેવા સમાગમ કરવાથી સોનામાં સુગંધ ભળે તેમ એમનું સંસારથી અલિપ્તપણું; અનાસક્તભાવ અને ભગવન્નીષ્ઠા થી આધ્યાત્મિક તેજ દેદીપ્યમાન થઈ રહ્યું હતું.
એક વખત શિવલાલભાઈ દશ વર્ષની ઉમરે પોતાના પિતા ભગા દોશી સાથે રામનવમીના સમૈયા ઉપર વડતાલ દર્શન કરવા ગયેલા. ત્યારે આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજને કહ્યું, મને સંસારમાં રહેવું ગમતું નથી. તો આપ મને દીક્ષા આપી સાધુ બનાવો. ત્યારે આચર્યશ્રીએ કહ્યું; તમારી હજુ બહુ નાની અવસ્થા છે અને તમે તમારા પિતાને એકને એક જ પુત્ર છો, વળી ભાવનગર રાજ્યમાં તમારા પિતાનું સૌથી વિશેષ માન છે; એથી લોકમાં ઠીક ન કહેવાય અને વળી તમારા પિતા પણ નારાજ થાય. તમે સંસારમાં રહેશો તો સત્સંગની ઘણી સેવા કરી શકશો. માટે ગૃહસ્થાશ્રમમાં રહી પિતા વગેરે વડીલો ને પ્રસન્ન રાખી પ્રભુની ભક્તિ કરો એમાં અમે ખુબ રાજી છીએ. આ રીતે આચર્યશ્રીની ઈચ્છા અને પિતાની લાગણી માન્ય રાખી શિવલાલભાઈ ઘેર આવ્યા અને લોકરિવાજ મુજબ વિવાહાદિક શુભ કાર્યો પતાવી ખાનદાન કુટુંબની શોભારૂપ બન્યા.
શિવલાલભાઈને ઘેર કોઈ માંગલિક પ્રસંગે સગાસંબંધીઓ આવેલા,પછી પ્રસંગ પૂરો થતા સૌ સૌના ઘેર ગયા,પણ એમના એક સાળી કોઈ કારણોસર બેચાર માસ રોકાયેલા; તેની શિવલાલભાઈને બહોળા કુટુંબને લીધે ખબર નહી; કારણ કે શિવલાલભાઈ અતિ અગત્યના કાર્ય સિવાય કોઈને મળતા નહી. તેમજ ઘરમાં પણ ખાસ પ્રસંગ સિવાય હળીમળીને વાત કરવાની ટેવ ન હતી. એમનો હમેશનો કાર્યક્રમ નિયમિત અને સુવ્યવસ્થિત હતો, સવારના ચાર વાગ્યે ઉઠી નાહી-ધોઈ પૂજા-પાઠ કરતા. કથાવાર્તા કરી પેઢીએ જતા. બપોરે ઘેર આવી માનસીપૂજા કરી ભોજન કરતા. થોડો આરામ કરી ફરી પેઢીએ બાકીનું કામ પતાવતા. સાંજે પાછા ઘેર આવી આરતી, ધૂન, નિત્ય-નિયમ કરતા. સાંજનું ભોજન કરી આરામ કરે. તેઓ અખંડ સ્વામિનારાયણ-સ્વામિનારાયણ, ભજન કરતા. ઘરના સભ્યો સાથે જરૂર પુરતો બોલવાનો વ્યવહાર રાખતા.
એમના સાળી ત્રણ-ચાર માસથી તેમના ઘેર આવેલા. રસોઈ કરવી, પીરસવું વગેરે કરતા હતા. એક દિવસ તે શિવલાલભાઈને પીરસવા આવ્યા ને જરા ઊંચું જોયું, ત્યાં શિવલાલભાઈની દ્રષ્ટિ પોતાની સાળી ઉપર પડી એટલે શિવલાલભાઈએ પૂછ્યું; કે તમે ક્યારે આવ્યા? એમના સાળી આ સાંભળી કઈ બોલ્યા વગર ઘરમાં જતા રહ્યા, ને સૌની આગળ કહેવા લાગ્યા, કે હું ચાર મહિનાથી આ ઘરમાં છું, છતાં મને પૂછે છે કે તમે ક્યારે આવ્યા? આ તો નવાઈની વાત કહેવાય. પછી સૌએ સમજાવ્યું કે એમની સ્થિતિ એવી જ છે, તેઓ અખંડ ભજનમાં જ રહે છે. "આવી સ્થિતિ થવી અને આ રીતે કાયમ વર્તવું એ કેટલું અઘરું કામ છે! नि:स्पृहस्य तृणं जगत જેને સંસારની કોઈ સ્પૃહા ન હોય તેને જગતમાં ભારેમાં ભારે કીમતી વસ્તુ પદાર્થો પણ તરણા સમાન છે, એથી એમને એ તરફ જોવાપણું જ રહેતું નથી.
શિવલાલભાઈ રસ્તામાં જયારે જયારે ચલ્યા જતા હોય, ત્યારે ધનુષવા (6 ફૂટ) દ્રષ્ટિ નીચી રાખી મનમાં ભજન કરતા કરતા ચાલ્યા જતા. મંદિરેથી દુકાને જતા રસ્તાના એક કાંઠા ઉપર માટીનું ઘર હતું, તે ઠેકાણે બે માળનું પાકું મકાન થઈ ગયું તેને છ માસ વીતી ગયા. શિવલાલભાઈ હમેશા તે રસ્તા પરથી પસાર તથા છતાં તેમને તે મકાનનો ખ્યાલ ન આવ્યો. એક દિવસ તે મકાન પાસેથી પસાર થતા શિવલાલભાઈને છીક આવી. તેથી તેની દ્રષ્ટિ ઉપર ગઈ, એટલે પૂછ્યું, અહો આ મેડી ક્યારે બની ગઈ? લોકો તેમની વાત સાંભળી હસવા લાગ્યા. પ્છી કહ્યું કે આ મેડી તો છ મહિનાથી તૈયાર થઈ ગઈ છે. બધાને થયું કે આ આવું પણ નહી દેખતા હોય? "દેહદર્શી રે દેખે પોતા જેવા સંસારી" ઉચ્ચકોટીના ભક્તોની સ્થિતિનો ખ્યાલ સામાન્ય મનુષ્યને આવતો નથી; એટલે એ દરેકને પોતા જેવા જ જાણે છે. જે એકાંતિક ભક્ત હિય તે જ એકાંતિક ભક્તને ઓળખી શકે.....
Ghanshyam Everywhere
Child Ghanshyam went daily to the temples of Ayodhya for darshan. Once He went for Darshan to Hanumangadhi and sat there to listen to recital of Ramayan discourses. Soon it turned dark. So, His mother Bhaktimata sent Rampratapbhai in search of Ghanshyam.
Ramapratapbhai found Ghanshyam in Hanumangadhi and said , “Come home, the mother calls you.” “I will come home as soon as this Katha is over,” replied Ghanshyam, “meanwhile please go to some other temple for darshan?” Ramapratapji went to another temple for Darshan. Discourses on scripture Bhagwat was in progress. He saw there that Ghanshyam was sitting there in one corner. He was listening to it very attentively. Rampratapbhai was surprised, “How did Ghanshyam reach here before me? I saw Ghanshyam in Hanumangadhi just now.”
He went near Ghanshyam and asked him to come home. “I will, as soon as this discourses is over,” replied Ghanshyam. “Very well,” said Rampratapbhai, “meanwhile I will go to Shiv-Temple for darshan.” When he went there, Ghanshyam was listening very attentively to the recital of ShivPuran. Ramapratapbhai's astonishment was greater. “How did Ghanshyam reach here earlier?”he wondered. He told Him, “Come home, the mother calls you.” “Rampratapbhai, please go to Hanumangadhi. I will come there just now.”” said Ghanshyam.
Rampratapbhai ran to the Hanumangadhi. He saw that Ghanshyam was still sitting in the same place where He sat formerly. “I saw Ghanshyam in the Shiv-temple and I see Him here also! Which one is true?” wondered Ramapratapbhai. The recital was over. Ghanshyam stood up. He said, “Come on, brother, let us go home.” Such was child Ghanshyam's Bal-Leela!
Moral : Ghanshyam is here. Ghanshyam is there. He is everywhere.
પ્રશ્નોત્તરી:
નીચેના પ્રશ્નોનો ઉત્તર શોધી તેનો જવાબ 214-317-5182 ઉપર text કરશો.
નીચેના પ્રશ્નોનો ઉત્તર શોધી તેનો જવાબ 214-317-5182 ઉપર text કરશો.
- શિવલાલ શેઠ પૂર્વ જન્મમાં કોણ હતા?
- શિવલાલ શેઠે કયા સ્વામીની તેમના અંતકાળે ખુબ સેવા કરી રાજીપો મેળવ્યો હતો?
No comments:
Post a Comment