Sabha 16

Dhoon

Kirtan

Charitra

કુશળકુંવરબા
કુશળકુંવરબા ધરમપુરના રાજમાતા હતા. તેવોનું જીવન પ્રભુ ભક્તિ અને સાધુ સંતોની સેવામાં વ્યતિત થતું હતું. તેવો પવિત્ર બ્રાહ્મણના મુખેથી ભાગવતની કથા શ્રાવણ કરતા હતા. શ્રી કૃષ્ણ ભગવાને રુકમણીજીનું કાંડું પકડીને પોતાના રથમાં લીધા એ પ્રસંગ કથામાં આવ્યો, ત્યારે કુશળ કુંવરબા કહે : ‘‘ હે ભૂદેવ ! તમે કથા કરે રાખશો ને હું સાંભળે રાખીશ તેનાથી મોક્ષ નહિ થાય. મોક્ષ તો ત્યારે થશે જયારે રુકમણીની જેમ પ્રગટ ભગવાન મળશે ને મારું કાંડું પકડશે. કુશળકુંવરબાના દિલમાં પ્રગટ પ્રભુના દર્શનની ઝંખના હતી. તેના માટે તેવો વ્રત, તાપ, જપ, કથા શ્રાવણ, પૂજાપાઠ, સાધુ સંતોની જાતે સેવા કરતા હતા. પરમ ચૈતન્યાનંદ સ્વામી ફરતા ફરતા ધરમપુર પહોંચ્યા. કુશળકુંવરબા તરફથી રોજ સાધુઓને સદાવ્રત અપાતું. તેવો રોજ સાધુઓના દર્શને આવતાં. એક પછી એક સાધુઓના ચરણ સ્પર્શ કરી પગે લાગે ! આમ તેવો પગે લાગતાં લાગતાં પરમચૈતન્યાનંદ સ્વામી પાસે આવ્યાં, ત્યારે સ્વામીએ કહ્યું : ‘‘ મને અડશો નહિ.’’ કુશળકુંવરબા એ આજ આ નવી વાત સાંભળી. તેમને આટલા વર્ષોમાં કોઈએ આમ કહ્યું ન હતું. તેમણે પૂછ્યું : ‘ અમને અડવાની શા માટે ના પડોછો ? તમે કોના સાધુ છો ?’ સ્વામીએ કહ્યું : ‘‘ હું બોલતા ચાલતા પ્રગટ ભાગવાન સ્વામિનારાયણનો સાધુ છું.’’ કુશળ કુંવરબા નું કુતૂહલ વધ્યું. તે પ્રશ્નો પૂછાતા ગયા ને સ્વામી જવાબ દેતા ગયા. ઘણાં વરસોથી દિલની પ્યાસ છીપી ન હતી, તે આજે તૃપ્તિ થઇ. મનમાં શાંતિ થઇ. સ્વામીને રાજમહેલમાં ઉતારો આપ્યો. કુશળકુંવરબાનો પુત્ર કુંવર વિજયદેવ સ્વામીની સેવામાં જોડાયા. પરમ ચૈતન્યાનંદ સ્વામીને હાથી ઉપર બેસાડી હનુમાનજીના દર્શન કરવા લઈ જાય. નગરના લોકો સ્વામીના દર્શન કરવા રસ્તાની બન્ને બાજુ હાથ જોડીને ઉભા રહેતા. સ્વામીને રાજમહેલના માનપાન બહુ ભાવી ગયા હતાં. એ સમાચાર મહારાજને મળ્યાં. મહારાજે મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી કે તમે જાવ ! હાથી ખુંત્યો છે તે હાથી વિના નહિ નીકળે ! મુકતાનંદ સ્વામી પચીસ સાધુઓનું મંડળ લઈને ભાવનગરથી વલસાડ વહાણમાં આવ્યા।. ને વલસાડથી ચાલતા ધરમપુર આવ્યાં. સાંજનો સમય હતો. પરમ ચૈતન્યાનંદ સ્વામીની હાથી પર સવારી નીકળી હતી. લોકો રાજકુટુંબના ગુરુદેવને લળી લળી ને પ્રણામ કરતા હતા. મુક્તાનંદ સ્વામી એક બાજુ ઉભા રહીને સવારી જોવા લાગ્યા. હાથી પર બિરાજમાન થયેલા સ્વામીની નજર મુક્તાનંદ સ્વામી પર ગઈ. સ્વામી કહે : “ ઓહો ! આતો મારા ગુરુ ! હાથી ઉભો રખાવ્યો. સ્વામી નીચે ઉતરીયા. દોડતા મુક્તાનંદ સ્વામીની પાસે ગયા. એમના ચરણોમાં દંડવત્ પ્રણામ કરવા લાગ્યા. જોનારા લોકો સ્તબ્ધ થઇ ગયા. રાજમાતા કુશળકુંવરબાને સમાચાર મળ્યા કે ગુરુના ગુરુ આવ્યા છે. રાજમાતાએ મુક્તાનંદ સ્વામીને રાજભવનમાં ઉતારો કરાવ્યો. મુકતાનંદ સ્વામીની વાતો સંભાળીને રાજમાતાના મનમાં વિચાર આવ્યો કે : “ ઓ હો હો.. ! સંતો આવછે તો સ્વામિનારાયણ ભગવાન કેવાહશે.” કુશળકુંવરબાએ મુકતાનંદ સ્વામીને વિનંતી કરતા કહ્યું : ‘ અમને મહારાજના દર્શન કરાવો. ગમે તેમ કરીને મહારાજને આહી બોલાવો. જે ખર્ચ થશે તે હું આપીશ. બધા સંતો ભક્તોની મારા રાજભવનમાં પધરામણી કરાવવી છે. ત્યારે મુકતાનંદ સ્વામીએ કહ્યું : ‘તમારા ગુરુ પરમ ચૈતન્યાનંદ સ્વામીને નિમંત્રણ પત્ર આપીને મોકલો. મહારાજ જરૂર આવશે.’ કુશળ કુંવરબા એ પત્ર લખ્યો. પરમ ચૈતન્યાનંદ સ્વામી સાથે પત્ર મોકલવાનું નક્કી કર્યું, પરંતુ ખાલી હાથે કેમ મોકલાય? ભેટ અર્પણ કરાવી જોઈએ. હૃદયના ભક્તિ ભાવથી મહારાજના સ્મરણ સાથે પોતાના હાથે નખથી ડાંગર ફોલી ચોખા કાઢતા જાય. દાણો ભાંગે કે અણી તૂટે તો ફેકી દેતા. માત્ર અણી શુધ્ધ અખંડ ચોખાના દાણાની પોટલી તૈયાર કરી. પરમ ચૈતન્યાનંદ સ્વામી સાથે પત્ર અને ભેટ મોકલાવી. સ્વામી હરીભક્તોનો સંઘ લઈને રવાના થયા. મહારાજ ગઢપુરમાં વિરાજમાન હતા. લીલુડા લીંબડા નીચે શ્રીહરિની સન્મુખ સંતો ભક્તો જ્ઞાન ગોષ્ટિ કરી રહ્યા હતા. ધરમપુરનો સંઘ આવ્યો. મહારાજને પ્રણામ કરી પત્ર તથા ભેટ અર્પણ કરી સભામાં બેઠા. મહારાજે ખબરઅંતર પુછી પોટલી ખોલી. ચોખાને હાથમાં લીધા. સર્વે ને દેખાડીને પુછ્યું : 'આ શું છે?' સૌએ કહ્યું : 'ચોખા છે.' મહારાજે ફરી પુછ્યું : ‘કેવા ચોખા છે?’ સૌએ કહ્યું : ‘અણી શુધ્ધ ચોખા છે.’ મહારાજ કહે : ‘જયારે આવા અણી શુધ્ધ ચોખા થાશો ત્યારે અમારા ધામમાં સાથે રહેવાશે. કુશળકુંવરબાના ભક્તિ ભાવથી પ્રસન્ન થયેલ શ્રીહરિ સંતો ભક્તો સાથે ધરમ પુર જવા રવાના થયા. ધરમપુરમાં રાજમાતાએ હાથીની અંબાડી ઉપર શ્રીહરિને બેસાડીને નગરયાત્રા કાઢી રાજભવનમાં ઉતારા કરાવ્યા. વસંત પંચમીનો ઉત્સવ મહારાજે ત્યાં કર્યો તે દિવસે મહારાજે સંતો ભક્તો ઉપર રંગના અમી છાટણા કર્યાં અને કહ્યું : "આ રંગ જે ને અડયો તેને માયાનો રંગ નહિ અડે. તે અક્ષર ધામના અધિકારી થયા." નિત્ય નવી લીલા ને સત્સંગ થતો. મહારાજે વિદાય માંગી. રાજમાતાએ કહ્યું : ‘હે પ્રભુ ! આ આપનું જ ઘર છે. વળી ઘરેથી વિદાય કેવી ? મહારાજ આ રાજ્ય તમે કરો.અમે આપના દાસ થઈને રહીશું.’ મહારાજ કહે : ‘અમે પૃથ્વી ઉપર રાજ્ય કરવા નથી આવ્યા. અમારા યોગમાં જે આવશે તેનો પણ રાજ્ય કરવાનો મોહ દુર કરીશું. તમે પણ રાજ્યની વાસના મુકો. ધામમાં જવાની તૈયારી કરો.’ આમ વાત કરી વિદાય લીધી. મહારાજ ગઢપુર ગયા પછી પંદર દિવસમાં જ કુશળકુંવરબાએ દેહ મુક્યો. તે જ સમયે મહારાજે જીવુબા તથા લાડુબા ને વાત કરી કે આજ અમે કુશળકુવારબાને ધામમાં તેડી ગાય. મહારાજે વચનામૃતમાં પણ કુશળ કુંવર બાને યાદ કાર્ય છે. [શા માટે ?]

Droha (Becoming enemy)
“One who once praises starts condemning” on which 17th Vachanamrut of Loya was read. Jivakhachar and his wife used to sweep the way from Dada Khachar's royal court upto the Ghela river every early morning. But as Maharaj favored Dada Khachar more, Jiva Khachar got jealous and thought of killing Maharaj. With such intent he recruited Buddha Dhadhal to assassinate Maharaj and promised him a farm and some land. So Buddha Dhadhal asked, how should I kill Him? Jiva Khachar said, 'Maharaj, goes to the restroom at night and so get in there when it is dark and when He comes, sever his head and return'. Then when it turned dark Buddha Dhadhal got into the restroom with a bare sword and sat in a corner. Hence Maharaj told Bhaguji, 'give me some light in the restroom I need to answer nature's call'. Bhaguji wondered why Maharaj asked for light, as he never does so. Then as Bhaguji entered the restroom with light he saw Buddha Dhadhal with the bare sword and caught him and brought him to Maharaj. Maharaj said, 'he is not at fault, he did so on someone's saying. He is a very nice devotee'. Buddha Dhadhal then told how Jiva Khachar promised him land and asked him to kill Maharaj. Maharaj then let him go. Thus at first one may be a good devotee and would have Nischay as required, but if he is obsessed with indulgence of his five senses i.e. sight, hearing, touch, smell and taste and if someone maligns it then he would even do Droha (becoming enemy) to the point of killing that person” Moral: We should give up being jealous or any such bad traits or retaliation in terms of actions or words or thoughts as it may get violent as with Jiva Khachar.

પ્રશ્નોત્તરી:
નીચેના પ્રશ્નોનો ઉત્તર શોધી તેનો જવાબ 214-317-5182 ઉપર text કરશો.
  1. કુશળકુંવરબાઈ પૂર્વ જન્મમાં કોણ હતા? તે શાના માટે પ્રખ્યાત થયા હતા?

  1. મહારાજે કયા વચનામૃતમાં કુશળકુંવરબાઈને યાદ કર્યા છે?

Katha


Swaminarayan Gurukul

Shree Swaminarayan Gurukul, Rajkot is a socio-spiritual, non profit organization that believes propagating true education in the world is the noblest work for all.

No comments:

Post a Comment