Sabha 15

Dhoon

Kirtan

Charitra

ઉપાસના: શ્રીહરિએ કારિયાણીમાં ગોપાળાનંદ સ્વામીને છ હેતુની વાત કરી...
ગામ શ્રી કારિયાણીમાં મહારાજે સમૈયો કર્યો હતો. તે વખતે અક્ષર ઓરડીમાં ઉત્તર દક્ષીણ ઢોલીયો ઢળાવીને શ્રીજી મહારાજ તે ઉપર વિરાજમાન હતા. અને આથમણી પછીતના બારણામાં બેસીને શુકસ્વામી લખતા હતા. તે વખતે કોઈક હરિભક્ત આવીને મહારાજને દંડવત કરવા લાગ્યા, ત્યારે મહારાજે તેને પૂછ્યું "તમે ક્યાંથી આવ્યા?" ત્યારે તેણે કહ્યું, "હું વડોદરા થી આવું છું" પછી મહારાજે તેને પૂછ્યું 'વડોદરામાં ગોપાળાનંદ સ્વામી તથા સર્વે હરિભક્તો સુખી છે?' ત્યારે તેણે કહ્યું ગોપાળાનંદ સ્વામી અહી આવે છે. હું તેઓની સાથે ચાલતો હતો, પરંતુ આગળ આવ્યો છું. ત્યારે મહારાજ બોલ્યા "સોમલાખાચર અને શુકમુની ચાલો ચાલો સ્વામી આવે છે,તેની સમા જઈએ" એમ મહારાજ અતિ હેતથી બોલ્યા. તે સાંભળીને સર્વે બ્રહ્મચારી, સાધુ, તથા પાળા, હરિભક્તો વગેરે તૈયાર થઈને મહારાજ સાથે ચાલ્યા. તે સમયે મહારાજે શ્વેત પાઘ બાંધી હતી ને હળવી શ્વેત ચાદર ઓઢીને મહારાજ રઘુવીરજી મહારાજનો હાથ ઝાલીને ચાખડીએ ચડ્યા. અત્યારે મંદિરનો દરવાજો છે ત્યાં સંત હરીજનનોના સંઘ સહિત મહારાજ ભેગા થયા. ત્યારે સ્વામીએ મહારાજને દંડવત કર્યા એટલે મહારાજે અતિ હેત પૂર્વક બાથમાં લીધા ને મળ્યા. અને પૂછ્યું તમે સુખી છો? ત્યારે કહ્યું હા મહારાજ "તમારા પ્રતાપે સુખી છું." તે સમયમાં મહારાજે સ્વામીના પ્રત્યે અતિ સ્નેહ જણાવેલો હતો. તે વખતે નિષ્કુળાનંદ સ્વામી બોલ્યા "મહારાજ તે તો શહેર સેવીને આવે છે, તે સુખી એવા જ હશેને?" ત્યારે મહારાજે કહ્યું જે એ કાઈ તમારા જેવા નથી."જે તમને શહેર બાધ કરે, એ તો શહેર ને વન કરે ને વનને શહેર કરે" તેવા સમર્થ છે.એમ કહીને સ્વામીનો હાથ ઝાલીને ચાલ્યા અને અક્ષર ઓરડીમાં જઈ પોતાના ઢોલીયા ઉપર વિરાજમાન થયા ને ઢોલિયાના પાયા પાસે શુકસ્વામીએ ધાબળી પાથરી આપી તે ઉપર ગોપાળાનંદ સ્વામી મહારાજ સન્મુખ બેઠા. પછી મહારાજે વડોદરાના સર્વે સમાચર પૂછ્યા, તથા ચરોતર પ્રાંતના હરિભક્તોના ખબર પૂછ્યા,ત્યારે સ્વામીએ બધા સમાચાર કહ્યા. પછી મહારાજે કહ્યું,"હવે ઉતારે જાઓ ને વહેલા આવજો." ત્યારે સ્વામી નમસ્કાર કરીને ઉતારે ગયા.તેવામાં બ્રહ્મચારી મહારાજ માટે થાળ લાવ્યા, એટલે મહારાજ ત્યાં જમવા બેઠા. તે વારંવાર ગોપાળાનંદ સ્વામીને સંભારતા જાય ને જમતા જાય. એમ જમીને પછી ચળુ કર્યું ને કહ્યું જે, આ થાળની પ્રસાદી ગોપાળાનંદ સ્વામીને આપો. ત્યારે બ્રહ્મચારીએ સ્વામીના શિષ્ય પુરુષાનંદ સ્વામીને બોલાવીને થાળ ની પ્રસાદી આપી.અને મહારાજ મુખવાસ જમીને ઢોલીએ બિરાજ્યા ને જળપાન કરી ઢોલિયા પર પોઢી ગયા.પછી જાગ્યા ત્યારે ચારેકોર નજર કરીને જોયું તો કોઈ સેવક પાસે નહી .શુકમુની બારણા પાસે લખતા હતા. તેણે ઢોલીયા નીચેથી પાણીનો લોટો લઈ મહારાજને આપ્યો, ત્યારે મહારાજે મુખારવિંદ ધોઈ જળપાન કરીને કહ્યું, "ગોપાળાનંદ સ્વામીને બોલાવો " ત્યાતો સોમલાખાચર આવ્યા. તેણે શુકસ્વામીને કહ્યું 'તમે લખો અને હું સ્વામીને બોલાવી લાવું.' પછી મહારાજે રતનજીને કહ્યું તમે સ્વામીને અહી એકલા બોલાવી લાવો. ત્યારે તે સ્વામીને બોલાવી લાવ્યા. પછી સ્વામી મહારાજ પાસે ઢોલીયા નીચે ધાબળી ઉપર બેઠા,અને સર્વે સંત ,હરિભક્ત બહાર ગયા.પછી મહારાજે સ્વામીને કહ્યું, મારે તમને એક વાત કરવી છે.ત્યારે સ્વામીએ કહ્યું ભલે મહારાજ તમે સુખેથી કહો. તે વખતે નિષ્કુળાનંદ સ્વામી મહારાજને સ્નાન કરાવવા સારું કુવા પાસે ચોકડી તથા કુંડી કરાવીને તેને ચૂનો દેવરાવતા હતા. તેને સંકલ્પ થયો,ગોપાળાનંદ સ્વામી વડોદરાથી આવ્યા છે ને તેને મહારાજે વાત કરવા સારું તેડાવ્યા છે, તે કઈક બહુ સારી વાત કરશે, માટે હું પણ સાંભળવા જાઉં. એમ ધારીને મહારાજ પાસે આવીને બેઠા. મહારાજે તેને કહું કે તમે અહી આવ્યા છો પણ દાડિયા સરખું કામ નહી કરે. સ્વામી ઉઠીને ત્યાં ગયા, ને પાછો સંકલ્પ થયો ને મહારાજ પાસે આવીને બેઠા. ફરી મહારાજે કહ્યું સ્વામી તમે ત્યાં હોય તો બમણું કામ થાય. સ્વામી ત્યાં જઈ કામ ચાલુ કરવી પાછા મહારાજ પાસે આવીને બેઠા. ત્યારે મહારાજે કહ્યું સ્વામી તમે અહી આવ્યા પણ ટીપણી મોડી બોલે છે. સ્વામી પાછા કારખાને ગયા,ને પાછા વાત સાંભળવા સારું છાના આવીને બારણાના થડમાં બેઠા. આ બાજુ મહારાજે ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું હું અને તમે અક્ષરધામથી અહી આવ્યા તેનું કારણ તમે જાણો છો? ત્યારે સ્વામીએ કહ્યું ના મહારાજ. પછી મહારાજ બોલ્યા "આપણે છ હેતુ પ્રવર્તાવવા સારું આવ્યાછીએ તે, ક્યાં હેતુ? 1) એક તો શ્રી પુરુષોત્તમનારાયણનું સર્વોપરી જ્ઞાન અને ઉપાસના પ્ર્વર્તાવવી..... 2) આજ સુધીમાં થયેલા અવતારોને તથા ભક્તોને અક્ષરધામમાં લઈ જવા..... 3) આ પૃથ્વીને વિષે એકાંતિક ધર્મનું સ્થપા કરવું..... 4) ભક્તિ-ધર્મને સુખ દેવું..... 5) આ લોકમાં તીર્થ, વ્રત, દાન, તપ વગેરે કરતા એવા જે કેટલાક યોગભ્રષ્ટ જીવો,તેને અક્ષરધામમાં લઈ જવા. 6) અમારા ભક્તને યોગે કરીને અનંત જીવોને અક્ષરધામમાં લઈ જવા..... એ છ હેતુ માટે આપને આ લોકમાં આવ્યા છીએ. અને અક્ષરાધીપતી સ્વયં પુરુષોત્તમ એવા જે અમે અને અનાદી મૂળઅક્ષર સ્વરૂપ એવા જે તમે તથા અક્ષરમુકતો તેની આગળ બોલ્યા હતા, જે આ બ્રહ્માંડ ઘણા કાળથી સૃજાણું છે પણ કોઈ જીવ તેમાંથી મુક્ત થઈને કેમ અહી અક્ષરધામમાં આવતો નથી? ત્યારે તમે બોલ્યા હતા કે, જે જે ધામના અધિપતિ પૃથ્વી ઉપર ગયા હોય, તેની જે ઉપાસના કરે તે તેના ધામને પામે. પણ સ્વયં અક્ષરાધીપતી આપ પધારો, ત્યારે જે આપના ભક્ત થાય તે આપની ઉપાસના કરે, તે અહી અક્ષરધામમાં આવે.પછી અમે તમને કહ્યું હતું કે, તમારે અમારી ભેળું આવવું પડશે. ત્યારે તમે બોલ્યા જે અમારું ત્યાં શું પ્રયોજન છે? ત્યારે અમે તમને કહ્યું હતું જે, તમારું ત્યાં બહુ પ્રયોજન પડશે, કેમ કે તમે અમારી ભેળા આવીને એકાંતિક ધર્મ પાળો અને બીજાને સમજાવો. ત્યારે બીજા જીવો તે પ્રમાણે વર્તે ને પછી તે એકાંતિક થઈ અક્ષરધામમાં આવે, તે સાંભળી ને તમે તથા બીજા સર્વે અક્ષરમુકતો અમારી સાથે આવ્યા. એ પ્રમાણે મહારાજે વાત કરી તે સાંભળીને નિષ્કુળાનંદ સ્વામી બેઠા થયા ને બોલ્યા જે, "આજ વાત સમજાણી" ત્યારે સોમલાખાચર બોલ્યા 'તમે રામાનંદ સ્વામી પાસે ઘણા વર્ષ રહ્યા ને ઘણા વર્ષ સમાગમ કર્યો તે એમને આવી વાત નહોતી કરી?' ત્યારે નિષ્કુળાનંદ સ્વામી બોલ્યા આવી વાત કોઈ દહાડે નો'તી કરી. પછી શ્રીજી મહારાજે સ્વામીને કહ્યું તમે નિષ્કુળાનંદ સ્વામી ઘરે થી રામાનંદ સ્વામીના દર્શન હરવા ભુજ ગયા ત્યારે આ વાત નહોતી કરી? ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું સ્વામીએ પોતાનો નિશ્ચય ફેરવવા માટે કરી હતી,પણ આવી નહોતી સમજાણી.

Himraj Shah of Sundariyana
Himraj Shah and his sons, residents of Sundariyana, near Botad, were attracted into Satsang through Gopalanand Swami. They had an unshakeable faith that Shreeji Maharaj was the supreme God. Prior to accepting Shreeji Maharaj as Bhagwan, Himraj Sheth and his sons were firm Vaishnavas. Due to their change of commitment from the Vaishnav holy fellowship to the Swaminarayan holy fellowship, many people of their community caused them much trouble. However, they were determined to adhere to their new-found faith, whatever the consequences. After some time, Himraj Shah passed away. So, people attempted to convince his sons, Vanasha and Punjasha, to forsake Satsang and throw away their kanthi. The community leaders decided that they would attend Himraj Sheth's final rites only if the sons gave up Satsang. Despite this threat, the sons were resolute that they would never give up Satsang and their firm faith towards Maharaj. As a final measure, the community leaders exiled Himraj Sheth's sons from their community. When Shreeji Maharaj learnt of this, He immediately arrived in Sundariyana with a large entourage of sadhus and devotees to attend Himraj Sheth's final rites. Vanasha and Pujasha were overjoyed. Maharaj, too, gave everyone immense spiritual bliss through His discourses, darshan and prasad. Moral: A devotee with true faith remains unshaken even in the face of stiffest opposition. God always protects those who have such firm faith.

પ્રશ્નોત્તરી:
નીચેના પ્રશ્નોનો ઉત્તર શોધી તેનો જવાબ 214-317-5182 ઉપર text કરશો.
  1. કારીયાણી ગામના ભક્તોના નામ આપો.

  1. કારિયાણી ગામનું એક વચનામૃત દિવાળીના દિવસે વંચાયુ હતું. તે કયું વચનામૃત છે?

Katha


Swaminarayan Gurukul

Shree Swaminarayan Gurukul, Rajkot is a socio-spiritual, non profit organization that believes propagating true education in the world is the noblest work for all.

No comments:

Post a Comment