Sabha 14

Dhoon

Kirtan

Charitra

માતા-પિતાની સેવા

મહારાષ્ટ્રમાં પંઢરપુર નામે મહાન તીર્થધામ છે. તેનો ઈતિહાસ આજ  જોઈએ. પંઢરપુરમાં  પુંડરીક  નામનો એક યુવાન હતો. ઉંમર લાયક થતા તેના લગ્ન થયા. સમય જતા માતા પિતા વૃદ્ધ થયા. પુંડરીક અને તેની પત્ની માતા પિતાની સેવા સરખી રીતે કરતા નથી. તેના માતા પિતા દુઃખી થતા હતા. તેવા સમયમાં એક શહેરના નગર શેઠ ગંગાજીની યાત્રા કરવા જતા હતા. શેઠે જાહેરાત કરી હતી કે જે ભક્તો યાત્રામાં જોડાશે તેનો ખર્ચ હું આપીશ. આવું સાંભળી પુંડરીક ને તેની પત્ની યાત્રા માં જોડાયા. તેના પિતાએ ના પડી. સેવામાં રહેવાનું કહ્યું. પુંડલીક કહે : ‘ અમે તમારી સેવા કરવા જન્મ નથી  લીધો. તમે ગામમાં થી ભિક્ષા માગી લેજો.’ માતા પિતાને કોચવીને યાત્રામાં જોડાણા. બીજા દિવસે રાત્રીએ પેલા નગર શેઠને ગંગાજીએ દર્શન દઈને કહ્યું : ‘હે શેઠ! તમારા સંધમાં પંઢરપુર નો એક યુવાન તેના માતા-પિતાને દુઃખી કરીને આવ્યો છે. તેથી તેને ઘરે પાછો મોકલો. અન્યથા તમને યાત્રાનું ફળ નહિ મળે.’ આમ કહી ગંગાજી અદ્રશ્ય થયા. સવારે શેઠે પવિત્ર થઈ પૂજા કરી. પુંડલીક ને બોલાવી સર્વે વાત કરી. પુંડરીક ને પારાવાર પસ્તાવો થવા લાગ્યો. તે તુરંત ઘરે ગયો. માતા-પિતાની માફી માગી. અખંડ સેવામાં લાગ્યો . પુંડરીક ની માતૃ - પિતૃ ભક્તિ જોઈ ભગવાન તેને ઘરે દર્શન દેવા આવ્યા. તે સમયે પુંડરીક માતા-પિતાની સેવામાં હતો. પ્રભુને આસન આપવા માટે નજીકમાં રહેલી ઈંટ ફેકી ને કહ્યું: ‘ હે ભગવાન! આપ ઈંટ ઉપર ઉભા રહો. હું માતા-પિતાની સેવા કરીને આપના દર્શને આવું છું.’ ભક્તવત્સલ ભગવાન ઈંટ ઉપર ઉભા રહ્યા. તે સમયે ઈંટ સોનાની થઇ. માતા-પિતાની સેવામાં ઘણો સમય લાગ્યો. પ્રભુ ઉભા-ઉભા થાકયા. થાક ઉતારવા પોતાના બન્ને હાથ કમર ઉપર રાખ્યા. તે સમયે પુંડરીક સેવામાંથી પરવારીને ભગવાનના દર્શન કરવા આવ્યો. ભગવાને અતિ પ્રસન્નતા થી કહ્યું : ‘ હું તારી માતૃ-પિતૃ ભક્તિથી રાજી થયો છું. તારી માતૃ-પિતૃ ભક્તિને કાયમી યાદ રાખવા માટે હું હંમેશાને માટે અહીયાં બન્ને હાથ કેડ ઉપર રાખીને ઉભો રહીશ.’  વહાલા ભક્તો તે દિવસથી ભગવાન વીઠોબા સ્વરૂપે બિરાજે છે. સૌરાષ્ટ્ર પ્રદેશના અગત્રાઈ ગામમાં સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત પર્વતભાઈ નામે એકાંતિક હરિભક્ત રહેતા હતા. એક વાર અગત્રાઈ તથા તેની આજુબાજુના ગામના માણસો યાત્રાએ જતા હતા. પર્વતભાઈના દીકરાએ પોતાના પિતાને યત્રાએ જવાની વાત કરી. પર્વત ભાઈએ કહ્યું : હમણા ખેતીનું કામ ઘણું છે. યાત્રાએ હમણા ના જાવ તો સારું. દીકરાએ જવાનો આગ્રહ કર્યો. પર્વત ભાઈ કહે : સારું તો, રસ્તામાં કારીયાણી ગામ આવેછે. ત્યાં ગોપાળાનંદ સ્વામીના બિરાજે છે તેમના દર્શન કરજો ને પછી જ  આગળ ચાલજો. દીકરા એ વાત માની. યાત્રામાં જોડાણો. યાત્રાએ નીકળેલો સંઘ થોડા દિવસમાં કારીયાણી ગામે પહોંચ્યો. સંઘના માણસો ગામને ભાગોળે ઉતર્યા. પર્વતભાઈ નો દીકરો ગોપાળાનંદ સ્વામીના દર્શન કરવા ગયો. ત્યાં એક સરખા ઘણા બાળકો જોયા. તેણે જાણવાની ઈચ્છાથી પૂછ્યું : ‘‘સ્વામી! આ નાના ગામમાં આટલા બધા બાળકો કોણ છે?’’ સ્વામીએ કહ્યું: ‘‘તમે જેના દર્શન કરવા જવા છો તે અડસઠ તીરથ અમારા દર્શન કરવા બાળકોના રૂપ ધરીને આવ્યા હતા.’’  ઓ હો હો ….  સ્વામી ! આપની મોટ્યપની શી વાત કરવી, સારું થયું હું મારા પિતાના કહેવાથી આપના દર્શને આવ્યો. સ્વામી કહે : ‘‘ આ તીર્થો અમારે  દર્શને કયારેક આવે છે.પણ તારા બાપના દર્શન કરવા તો રોજ આવે છે. તું તારા બાપને મુકીને યાત્રા કરવા જા છો, તે તીર્થો રોજ તારે ઘરે આવે છે.’’ પર્વતભાઈના દીકરાને તેની ભૂલ સમજાણી. પોતાના પિતાનો મહિમા જાણ્યો. પાછો ઘરે આવ્યો. પિતાની માફી માંગી. સેવામાં લાગ્યો. ગુજરાતીમાં કહાવત છે ને "ઘરના દેવતા અને પાદરાના તીર્થ નો મહિમા ન હોય." ગંગા કિનારે રહેનાર ગંગામાંથી જ માછલા મારીને ખાતા હોય છે. ઘર ઉપર લખેલું હોય માતૃ કૃપા ને માતા ઘરડા ઘરમાં હોય તેવું ના થાય. મહારાજે શિક્ષાપત્રીમાં  માતા-પિતાની જીવન ભાર સેવા કરવાની આજ્ઞા કરીછે.


ચર્ચા નો વિષય : માતા -પિતા ને કેવી રીતે મદદ કરી શકાય.
Faith of Four Devotees
Mulji Sheth, a disciple of Bhagwan Swaminarayan, resided in the village of Memka. Once he requested Shreeji Maharaj to come and bless his village. Shreeji Maharaj was pleased by Mulji Sheth's love and affection and consented to his wish and asked him to make preparations for His visit. Mulji Sheth happily returned to Memka and made the necessary preparations for Maharaj's reception. Shreeji Maharaj arrived with a large following of sadhus and devotees. The other satsangi residents of the village were Hansraj Suthar, Shamji Aagolo and Shamji Kansagara. They all served Maharaj and the entire group for three days. On the day of departure, Shreeji Maharaj called the four devotees and instructed, “Within twenty days leave this village and settle elsewhere.” The four devotees were surprised at Maharaj's words. But since it was His command, they left Memka with their belongings. On the twenty-first day, the Gaekwad's army, led by Babaji, looted the entire village. The four devotees who had obeyed the command of Maharaj were safe and sound. Mulji Sheth migrated to Limbdi and settled there. Similarly Hansraj Suthar migrated to Kholadiyad and Shamji Kansagra migrated to Chanpar village. Moral: God who is all knowing, protects those who obey His commands.

પ્રશ્નોત્તરી:
નીચેના પ્રશ્નોનો ઉત્તર શોધી તેનો જવાબ 214-317-5182 ઉપર text કરશો.
  1. પર્વતભાઈ અગતરાય ગામમાં રહેતા હતા. આ ગામના બીજા કયા હરિભક્ત સત્સંગમાં જાણીતા છે?
અનુસંધાન: આ બીજા હરિભક્તને સંકલ્પે કરીને લાખો કીડીઓનો મોક્ષ થયો હતો.

  1. ભાદરા ગામના બીજા આવા જ એક હરિભક્તના સંકલ્પે કરીને પણ લાખો કીડીઓનો મોક્ષ થયો હતો. તે હરિભક્તનું શું નામ હતું?

Katha


Swaminarayan Gurukul

Shree Swaminarayan Gurukul, Rajkot is a socio-spiritual, non profit organization that believes propagating true education in the world is the noblest work for all.

No comments:

Post a Comment