Sabha 13

Dhoon

Kirtan

Charitra

દેવીવાળા મગનીરામ

દક્ષિણ ભારતના દ્રવિડ દેશમાં મગનીરામ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. નાનપણથી જ પ્રભુ મિલનની તાલાવેલી હતી. ધર્મ ગ્રંથોનો અભ્યાસ કર્યો. પણ સંતોષ થયો નહી. પરમાત્માની ખોજ અને વિશેષ બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિ માટે ઘરબાર છોડયા. ફરતો ફરતો બંગાળ આવ્યો. ત્યાં દ્રવિડ દેશનો એક વિદ્વાન દેવી પૂજક બ્રાહ્મણ આજીવિકા માટે બંગાળ આવીને વસ્યો હતો. તેના નામની સુવાસ ચારેબાજુ ફેલાયેલી હતી. તેને સોળ વર્ષ ની ગુણીયલ કન્યા હતી. તેમના માટે વર ખોળતો હતો. એવામાં મગનીરામ તેમના આંગણે આવીને ઉભો રહ્યો. મગનીરામે પોતાનો પરિચય આપ્યો. વિદ્યા અભ્યાસની માંગણી મૂકી. પોતાના દેશનો બ્રાહ્મણ ને વળી યુવાન, અને દેવીની સાધના શીખવા માંગે છે. તે જાણીને આનંદ થયો. પંડિતે સહર્ષ આવકાર્યો. પોતાના ઘરે જ રહેવાની વ્યવસ્થા કરી. મગનીરામ એક પછી એક વિદ્યાઓ આત્મસાત કરવા લાગ્યો. તે વિદ્યાઓ મલીન હતી. તેમાંથી માણસોને ભરમાવી શકાય, મોહ પમાડી શકાય, લીલા ફૂલઝાડ ને સુકું કરવાની, કામણ ટુમણ ની વિદ્યા શીખ્યા. સાધના કરી શારદા દેવી વશ કર્યાં. ગુરુ પાસેથી સંપૂર્ણ અભ્યાસ કાર્ય પછી પ્રભુ પ્રાપ્તિ ની ખોજ માટે જવાની રજા માંગી. ગુરુ કહે : ‘સુખેથી જાઓ, પણ મારી દીકરીની સાથે લગ્ન કરો. તેને તમારી સાથે લઇ જાવ.’ મગનીરામ કહે : ‘હું આજીવન બ્રહ્મચારી રહેવા માંગુ છું. ગુરુની દીકરી મારે બહેન ગણાય! એને તો પરણવાનો મારાથી વિચાર પણ ન કરાય.’ ગુરુ ક્રોધિત થયા. મગનીરામે ગુરુને છોડીને જગન્નાથપુરીની વાટ લીધી. જગન્નાથપુરીમાં મઠ નો વૈભવ જોયો. સાધુ ,બાવા, વૈરાગીઓના રજોગુણી ઠાઠ માઠ ને જલસા જોયા. ખોટો સંગ મળ્યો. મનમાં વિચાર્યું : ‘મારી પાસે આ બધા કરતા વધુ વિદ્યા છે. શારદા દેવી વશ છે. હું પણ લોકોના ટોળા ભેગા કરું. મારા શિષ્યો બનવું. રાજા મહારાજને જુકાવું, ધોળી દાળ અને કાળી રોટલી જમું, મારા મઠો બનવું. દુનિયામાં મારા નામનો ડંકો વગાડું.’ તેને રોકનાર કોઈ ગુરુ ન હતા. તેને અવળે માર્ગે પ્રોત્સાહન આપનારો સંગ અને વાતાવરણ હતું. મગનીરામે મેલી વિદ્યાઓ અજમાવી લોકોને વશ કરવા લાગ્યો. જોત જોતામાંતો મોટો શિષ્ય વર્ગ ઉભો કર્યો. મગનીરામ બાવાની જમાત લઈને દ્વારકાની જાત્રાએ નીકળ્યો. રસ્તામાં આવતા ગામોના લોકો પાસેથી ધાક ધમકીથી રુપયા ભેળા કરે. રુપયાની ના પાડે તેને મંત્રના પ્રયોગ કરી ડરાવે. પોરબંદરમાં એક ગુસાંઇના મઠ ઉપર હુમલો કર્યો. ગુસાંઇને ચીપિયાથી મારી ભારે રૂપિયાની રકમ માંગી. ગુસાંઇ બોલ્યો: ‘ખરા સિદ્ધ હોવ તો જાવને સ્વામિનારાયણ પાસે. તમારુય માથું ફેરવે તેવા છે. તમારી સિદ્ધાઈ તો સાચી જો તેમની પાસેથી પૈસા માંગી લ્યો.’ મગનીરામ નું અહંમ ધાવાયું. ક્રોધથી બોલ્યો : ‘કોણ સ્વામિનારાયણ? ક્યાં છે? હમણાજ પારખા લવ.’ ‘જાવ ,જાવ લોજ, માંગરોળ આજુ બાજુ હશે. જો તેની પાસેથી પૈસા લઇ આવો તો મારો મઠ તમારે નામે.’ એમ ગુસાઇ બોલ્યા. મગનીરામે માંગરોળ ની વાટ લીધી. માંગરોળમાં તેવખતે મુસલીમ રાજા હતો. તેમને કહેડાવ્યું : ‘પાંચ હાજર રૂપિયા મોકલાવો નહી તો માંગરોળને ડટણ સો પટણ ( આખા ગામનો નાશ કરવો ) કરી નાખું.’ મુસ્લિમ નવાબને સ્વામિનારાયણ ભગવાનની શક્તિનો અંદાજ હતો. મહારાજ પ્રત્યે તેને ભક્તિ ભાવ હતો. એટલે સામે જવાબ મોકલ્યો: ‘તમને અમે દસ હાજર રૂપિયા મોકલીશું. પરંતુ તમે અમારા સ્વામિનારાયણ આગળ સિદ્ધાઈ દેખાડો તો.’ મગનીરામ જવાબ સુણતાજ સ્વામિનારાયણ આગળ આવ્યો. પ્રભુને ચુનોતી આપતા બોલ્યો: ‘ તારામાં કાઈ સિદ્ધાઈ હોય તો બતાવ નહી તો પાંચ હાજર રૂપિયા દે.’ મહારાજ કહે : ‘ સિદ્ધાઈ! અમારામાં સિદ્ધાઈ કેવી? અમારી પાસે રૂપિયા નથી. હા, અમે સદાવ્રત ચલાવીએ છીએ. તમારે જમવું હોય તો.’ મગનીરામ ધુવાપુવા થતો બોલ્યો : ‘તમે મને શું સમજો છો? હું કોણ છું? હું દેવી વાળો મગનીરામ! હું ધોળી દાળ ને કાળી રોટલી જમનાર છું. તારા જેવા મારે હજારો શિષ્યો છે. રૂપિયા આપ નહીતો હું મંત્રો ભણીશ.’ મહારાજ મંદ મંદ હાસ્ય કરતા કહે : ‘મંત્ર ભણો.’ મગનીરામે પોતાની બધીજ વિદ્યા અજમાવી. પરંતુ કાઈ કારી ફાવી નહિ. અહંકાર ઘવાયો. પોતાના ઉતારે આવ્યો. નાહી-ધોઈ પવિત્ર થઇ દેવીની આરાધના કરવા બેઠો. દેવી પ્રગટ થઈ. ‘હે માં! સાગરને તારનારો આજ ખાબોચિયામાં ડૂબ્યો. રાજા મહારાજા ને મોટા મોટા માઠાધીપતી ને જીતનારો સામાન્ય માણસ સામે હાર્યો.’ શારદા દેવીએ યાદી આપતા કહ્યું : ‘મગનીરામ! યાદ કર તે ઘર શા માટે છોડયું હતું ? પ્રભુ મિલનની ઝંખના ક્યાં ગઈ? તું મારગ ભૂલ્યો. જેમ તું મારો સેવક છો તેમ હું ભગવાન સ્વામિનારાયણ ની સેવામાં છું. તે જેના માટે ઘર છોડયું હતું તે આ પ્રગટ ભગવાન સ્વામિનારાયણ છે. તેનું શરણું સ્વીકાર.’ મગનીરમે માંને પ્રણામ કર્યાં. દેવી અદશ્ય થઈ. બીજા દિવસે મગનીરામે સાત્વિક વેશ ધારણ કરી પ્રભુના ચરણમાં વંદન કર્યાં. ‘હે દયાળુ ! મને તમારો બાળક જાણી માફ કરો. કાલે મેં મનફાવે તેમ તમને કીધું. મને મારી ભૂલ ઓળખાણી. હું માર્ગ ભૂલ્યો હતો. મને આપની સેવામાં રાખો. મને સાધુ ની દીક્ષા આપો.’ મહારાજ કહે: ‘ તમારી દાઢી મૂછ અને જટા ઉતારો.’ મગનીરામ મુંડન કરીને આવ્યો. મહારાજ કહે: ‘ સંતો ભક્તોના ચપલ અને જોડા તમારી ચાદર માં ભારો. જોડાની પોટલી ને મસ્તક ઉપર ચઢાવી સંતો ભક્તોની પ્રદીક્ષીણા ફરો.’ મગનીરામે તેમજ કર્યું. મહારાજે તેમને દીક્ષા આપી ‘‘અદ્વૈતાનંદ’’ નામ પડયું. જયારે મહારાજ ના સ્વરૂપની ઓળખાણ થઇ ત્યારે પોતાના હજારો શિષ્યો નો ત્યાગ કર્યો. ગુરુ પદને છોડી સેવક બન્યા. આજીવન મહારાજની આજ્ઞા પ્રમાણે જીવન જીવ્યા અને સત્સંગ ની સેવા કરી.

Detached Devotee
Dosabhai, who lived in Bandhiya, was a very staunch devotee of Shreeji Maharaj. Many Jain Banias also lived in the village. Once, a group of them had to go to another town to attend a marriage ceremony. On the way they arrived at Gadhada. So, they went to Dada Khachar’s Durbar to have the Darshan of Shreeji Maharaj. Maharaj welcomed them all and enquired about Dosabhai. One of the Banias replied, “Maharaj, we are engaged in our businesses and worldly duties as if the we are submerged in water up to our necks. But your Dosabhai is totally drowned. He's always busy selling jaggery from his cart. In fact, he finds time to brush his teeth only after mid-morning.” Maharaj laughed and replied, “What if we make Dosabhai into a sadhu?” The Banias chatted among themselves and said, “If Dosabhai becomes a sadhu, we will become satsangis.” Then they left, promising to return on their way home. Meanwhile, Maharaj sent a letter to Dosabhai instructing him to renounce all his responsibilities and come to Gadhada immediately. Dosabhai left immediately after reading the letter. When he arrived, Maharaj initiated him into the sadhu-fold. A few days later, the Vanias returned. They couldn't believe their eyes when they saw Dosabhai in the garb of a sadhu. The Banias were astonished and could not comprehend Dosabhai’s mental state, they said, “Maharaj, indeed Dosabhai is a true devotee of Yours. He truly possesses great detachment. Only then is such renunciation possible.” Moral: The devotees of Shreeji Maharaj were aloof from worldly attachments. They possessed sense of detachment and offered devotion.

પ્રશ્નોત્તરી:
નીચેના પ્રશ્નોનો ઉત્તર શોધી તેનો જવાબ 214-317-5182 ઉપર text કરશો.
  1. દેવીવાળા મગનીરામ માંગરોળના જે નવાબને મળ્યા હતા તે નવાબનું નામ શું હતું?
ફતેહમહમંદ વજરુદ્દીન હામદખાન ગજેફરખાન

  1. મહારાજે સદાવ્રત ક્યાં-ક્યાં શરુ કર્યા હતા? તે ગામના નામ આપો.

Katha


Swaminarayan Gurukul

Shree Swaminarayan Gurukul, Rajkot is a socio-spiritual, non profit organization that believes propagating true education in the world is the noblest work for all.

No comments:

Post a Comment