Dhoon
Kirtan
Charitra
ક્ષમા વિરસ્ય ભૂષણમ
એકવાર શ્રીજીમહારાજ સમારખે ગામે જઈને વખતા પગીને ઘરે નિવાસ કરીને રહ્યા હતા. તે સમયે આણંદ ગામથી દિનકર પંડયા, હરિશંકર વગેરે હરિભક્તો દર્શન કરવા આવ્યા. તેવો વિનંતી કરી કહેવા લાગ્યા - હે પ્રભુ ! અમારું ગામ નજીક છે. આપ દયા કરીને પધારો. શ્રીહરિ કહે આણંદમાં અમારા પ્રત્યે દ્વેષ રાખનારા લોકો ધણા છે. અમો ત્યાં આવીએ તો વિરોધ કરશે અને વિના કારણે હોબાળો મચાવશે. તેઓ ઉપદ્રવ કરશે તેથી અમે નહિ આવીએ. શ્રીહરિના વચનો સાંભળી ને ભક્તો રડવા લાગ્યા. આપ પધારો તો હરિભક્તોને હિંમત મળે, ઉત્સાહ વધે. નવા મુમુક્ષુ ને આપના દર્શન થાય. આપ સમર્થ છો ચાહો તો સંકલ્પ માત્રથી દ્વેષીનો નાશ કરો તેમ છો. ભક્તોની પ્રાર્થના સાંભળી શ્રીજીએ આણંદ આવવાની હા કહીં .
સ્વામિનારાયણ ભગવાને સર્વે સંતો ભક્તોને સભામાં બોલાવ્યા ને કહેવા લાગ્યા કે હે શસ્ત્રધારી શુરવીર પાર્ષદો, દરબારો ને ભક્તો, તમો યુધ્ધ કળામાં નિપૂણ છો. તમે અપમાન સહન કરતા નથી પરંતુ તમે મારી વાત માંનો છો તેથી કહુ છું કે જે ને આમારી સાથે આણંદ આવવું હોય તેને આમારી જેમ નિર્માની પણું રાખવું. વાંક વગર કોઈ અપમાન કરે તો તેને ગણશો નહિ.
આવ્યા અક્ષર ધામથી જયારે , આપણે કર્યું છે દ્રઢ ત્યારે,
ક્ષમા ખડગ વડે એહ વાર , હરાવો છે ભૂમી તણો ભાર
માટે જો દુખ આપે જો અજાણ, તોય ઈચ્છ જો એનું કલ્યાણ
ક્ષમા રાખજો અંતરે ધરી, થાશે ત્યાં સુધી જીત તમારી
આરીતે ઉપદેશ આપી આણદમાં આવ્યા . ભક્તો સ્વાગત કરવા આવ્યા. વાજતે ગાજતે સ્વામિનારાયણ ભગવાનને હરિભક્તોએ પોતાને ઘરે પધરાવ્યા . હરિભક્તોનો આનંદ ઉમંગ દ્વેષિ લોકો જોઈ શક્યા નહી તેથી મહારાજ ને સંતો ભક્તો ઉપર ધૂડ ને કાદવ ઉડાડવા લાગ્યા. દરબારો ને પાર્ષદોના રુંવાડા ઉભા થઈ ગયા . હાથ તલવાર સુધી પહોંચી ગયા પરંતુ મહારાજ ની આજ્ઞા હતી તેથી એકપણ શબ્દ બોલ્યા વિના સર્વે એ અપમાન સહન કર્યું . ભગવાને વગર વાંકે અપમાન સહન કર્યું ને માણસ નો તો સહજ સ્વભાવ છે કે વાંક હો તોય સામે થાય ને પોતાની ભુલ સ્વીકારે નહિ. વગર વાંકે કોઈ અપમાન કરે કે ખીજાય તો તો જોયા જેવી થાય. પરંતુ આપણા સંતો ભક્તોએ ક્ષમા રૂપી ખડગથી હજારોના જીવન પરિવર્તન કર્યાં છે.
જુના સવાર ગામે ગુણાતીતાનંદ સ્વામીને સંતો મીઠાભાઈ સાકરિયાને ઘેર ઠાકોર જમાડવાની તૈયારી કરતા હતા તેવામાં ગામ ધણી દરબાર ના હુકુમથી કેટલાક માણસો આવ્યા ને તૈયાર ભોજન જમીન માથે નાખી દીધું . સંતો ભૂખ્યા ગામ છોડીને જતા રહ્યા. રસ્તામાં સંતોએ ભગવાનને પ્રાર્થના કરીકે આમને ઘરે સદગુણી દીકરાનો જન્મ થાય. કેવા ક્ષમાવાન એ સંતો!
બાવળી ગામના ચોરાના પૂજારી ભાણદાસે સદાનંદ સ્વામીને શીસમની લાકડીના બે ટુકડા થયા ત્યાંસુધી માર્યાં. સદાનંદ સ્વામીએ કહ્યું મારા ઘા તો રુજાશે પણ આ તમારી લાકડી સાજી નહિ થાય તેનું મને દુઃખ છે.
ધૂળેટી ના દિવસે જીવાજોશીએ ગાળ ના બોલી તો ગામ છોડવાનો હુકમ ગામ ધણી બાપુએ કર્યો .
વડનગરના ભક્તો ભક્તિ કરતા તો રાજાએ તડકે ઉભા રાખ્યા.
નરસિંહ મહેતાને જેલમાં પૂરેલા.
આ બધાજ સંતો ભક્તોએ તેમનુ અહિત, અપમાન કે દ્વેષ કરનાર ને માત્ર માફી જ નથી આપી પણ તેમનું હિત થાય તેવી ભગવાનને પ્રાર્થના કરીછે. જયારે આપણી સાથે કોઈ આવું કરે તો આપણે તેમનું અહિત થાય તેવું કે તેમના પ્રત્યે નકારાત્મક વિચારો કરતા હોઈએ છીએ. તેથી સમી વ્યક્તિ નો આપણા પ્રત્યે વિરોધનો અભિગમ બદલાતો નથી. પરંતુ હવેથી આપણું અહિત કરનાર નું હિત થાય તેવા વિચાર કરીશું ને ભગવાનને પ્રાર્થના કરવાની કે મને તેના પ્રત્યે દ્વેષ ભાવ ના રહે એમના વિષે સારું વિચારવી ક્ષમતા આપો. તેમને સુખી કરો સદબુદ્ધિ આપો.
આવી વાત કરાવી સહેલી છે પણ સમય આવતા વિરોધી વિશે નકારાત્મક વિચારો સાહજિક પણે થતા હોય છે. ગુરુમહારાજ કહેછે કે ચાંદ્રયાણ વ્રત કરતા પણ કઠણ વ્રત બીજાના વિષે સારું વિચારવું ને બોલવું તે છે.
ચાલો આ અઠવાડિયું આપણે દરેકના વિષે સારું વિચારીએ ને બોલીએ .
A Favour in Return for Persecution
Gunatitanand Swami was touring the Sorath region with a group of Sadhus. In some villages where the devotees resided, they were honored and welcomed whereas in others unfriendly people insulted and persecuted them.
Once, Gunatitanand Swami arrived at the village of Juna Savar at devotee Mitha Sakariya’s residence. Uga Khuman, the village chief, loathed the Swaminarayan sadhus and became inflamed with anger on the news. He and his men insulted them, thrashed them, did not let the starving sadhus have a meal and drove them out of the village. Mitha Sakariya pleaded but to no avail.
Mitha Sakariya and other devotees were very sad at the treatment of the sadhus. Out of such feelings they uttered, “due to such persecution of such innocent sadhus the Darbar has remained childless.” Hearing this Gunatitanand Swami and Krupanand Swami prayed to Maharaj to bless the Darbar with a child and thereafter to have his house graced by sadhus.
And Gunatitanand Swami's prayers were answered. At an old age Uga Khuman fathered a baby boy. Several years later, when Gunatitanand Swami was passing through Juna Savar, Uga Khuman's eight-year old boy Jivno Khuman, brought Swami and the sadhus home. The son liked the sadhus. He and his father both became satsangis.
One who blesses in return for persecution is a sadhu. Gunatitanand Swami was fearless because he considered no one to be his enemy. He had sowed the seeds of Satsang by tolerating innumerable insults, pain and persecution.
Moral: Forgiveness brings out the best in people, while anger brings out the evil.
No comments:
Post a Comment