Sabha 8

Dhoon



Kirtan



Charitra

 
 

સિંહના તો સિંહ જ હોય ને!
બ્રહ્મચારી મહારાજ બોલી ઉઠયા
‘સિંહના તો સિંહ જ હોય ને’

સવારમાં ભગત ગોપીનાથજી મહારાજની આગળ એકાગ્ર થઈ સુમધુર કંઠે ,હલક થી કીર્તન બોલતા હતા એ સાંભળીને હું તો બહુ જ રાજી થયો. મને થયું કે ભગતની ઉમર 15-16 વર્ષની છે. ને કેવું ભગવાનમાં હેત જણાય છે.

ગઢપુરમાં જળઝીલણી એકાદશીનો ઉત્સવ ખુબજ ભવ્ય રીતે ઉજવાતો. સંવત 1973માં આ પ્રસંગે વડતાલથી પરમ પૂજ્ય આચાર્ય શ્રીપ્રતિપ્રસાદજી મહારાજ ગઢપુર પધારવાના હતા. આ સમૈયામાં મુમુક્ષુ પાર્ષદોને મહારાજશ્રી દીક્ષા આપી સાધુ બનાવતા.

આ પ્રસંગે જૂનાગઢથી શ્રી નારાયણદાસજી સ્વામી તથા સદગુરુ શ્રી કૃષ્ણચરણદાસજી સ્વામી વગેરે મોટા સંતો મંડળ સથે ગઢપુર પધારેલા.ગોંડલથી પુરાણી ગોપીનાથદાસજી સ્વામી પધારેલા.પાર્ષદ અરજણ ભગતને પણ સાથે લાવેલા.

સવારના સમયમાં આચાર્યશ્રીના સાનિધ્યમાં દીક્ષા વિધિ ચાલતો હતો.ગોપીનાથજી મહારાજના મંદિરની બહાર પગથીયા આગળ નારાયણદાસજી સ્વામી ભેળા થઈ ગયા એટલે પુરાણી સ્વામીને પૂછ્યું; પુરાણી, તમારે આ અરજણ ભગતને દીક્ષા નથી અપાવવી?
પુરાણી સ્વામીએ સ્પષ્ટતાં કરતા કહ્યું. દીક્ષા તો અપાવવી છે; પરંતુ હજુ રજા નથી મળી. ઘરની જરા ઉપાધી જેવું છે એટલે થોડો સમય રાહ જોવી પડે એવું છે. આમ બને મહાપુરુષોનો વાર્તાલાપ ચતો હતો. એવામાં ગઢપુરના વયોવૃદ્ધ બ્રહ્મચારી શ્રી મુનીશ્વરાનંદજી પસાર થયા. એટલે બાજુમાં ઉભેલા પાર્ષદ અરજણ ભગતે પ્રણામ કર્યા.
‘વાહ,ભગત વાહ! કહેતા બ્રહ્મચારી મહારાજે ભગતની પીઠ થાબડી નામ પૂછ્યું. ભગતે વિનય થી પોતાનું નામ કહ્યું.

અરજણ ભગતના લલાટ ઉપર દ્રષ્ટિ ફેરવી તેજસ્વીતાનું માપ કાઢતા બેહ્મ્ચારી મહારાજે નારાયણદાસજી સ્વામીને કહ્યું: આવા મણી જેવા મુમુક્ષુને ક્યાંથી ઉપાડી લાવ્યા છો?
નારાયણદાસજી સ્વામીએ સ્પષ્ટતાં કરતા કહ્યું : એ પાર્ષદ પુરાણી સ્વામીના છે. એટલા શબ્દો સાંભળતા જ બ્રહ્મચારી મહારાજ બોલી ઉઠ્યા ,એમ છે! તો તો પછી કહેવાનું જ શું હોય? સિંહના તો સિંહ જ હોય ને! કાલે સવારમાં ભગત ગોપીનાથજી મહારાજની આગળ એકાગ્ર થઈ સુમધુર કંઠે,હલકથી કીર્તન બોલતા હતા.

                      ગોપીનાથ આવો મારે ઓરડે,

                                      તમ સાથે રે વાધ્યો પૂરણ પ્યાર…..  

                                                            આવો મારે ઓરડે.

આ ચારેય પદ કંઠસ્થ બોલ્યા.સાંભળીને હું તો બહુ જ રાજી થયો. મનમાં થયું કે ભગતની ઉમર 15-16  વર્ષની જણાય છે ને કેવું ભગવામાં હેત છે. એકતાર થઈને કીર્તનો બોલ્યેજ રાખે છે. એમના ગુરુએ સરસ રાગ-ઢાળ શીખવીને ખુબ સરસ તૈયાર કર્યા છે. ખરેખર હું તો હૃદયથી ખુબ જ રાજી થયો. પછી પુરાણી સ્વામીને આશીર્વાદ દેતા બોલ્યા. વાહ પુરાણી વાહ! હીરામાં પહેલ પાડે તેમ ભગતને ભારે તૈયાર કર્યા છે. એમ કહી ભારે પ્રસન્નતા દર્શાવી.

શિષ્યો પોતાના ઉદ્દાત ચારિત્ર્ય અને ઉત્તમ કર્યો દ્વારા ગુરુનું ગૌરવ જાળવીને તેમની ગરિમામાં વધારો કરે એ જ સાચા અર્થમાં શિષ્યો દ્વારા થયેલ ગુરુની સેવા છે. એ જ ઉત્તમ ગુરુપૂજા છે. ગુરુના માત્ર ગુણો ગાયા કરવા અને ગુરુની કીર્તિને કલંક લાગે તેવા કર્મો કરતા રહેવા એ સૌથી મોટો ગુરુદ્રોહ છે.



Honorable Disciple
In Gadhpur, the occasion of Jaljilni Ekadashi, is always celebrated in a festive way. As per the tradition the Acharya Maharj performs the initiation ceremony for the Saints and Parshads. In Samat 1973, on the auscipious day of Jaljilni Ekadashi, Param Pujya Acharaya Shri Patiprasadji Maharaj of Vadtal graced everyone with his presence in Gadhpur. People from far ad wide came celebrate this day. Sadguru Narayandasji Swami, Sadguru Shri Krishnacharandasji Swami and other saints from Junagadh arrived as well to attend the celebration. Arjan Bhagat came with Gopinathdasji Swami, from Gondal. 
In the morning, outside of the Gopinathdasji Maharaj’s mandir, Purani Gopinathdasji Swami and Narayandasji Swami were standing near the steps. Narayandasji Swami asked, “Purani, will Arjan Bhagat be initiated this year? Purani Swami replied with a clarification, “I do want him to be initiated but we have not received the blessings from his parents. Right now there is turmoil in his home which is why we will have to wait awhile.” Both Saints were deep in conversation. Around that time an elderly Bhagat from Gadhpur, Munischaranandji, passed by. Arjan Bhagat spotted him and immediately started “dandvat”
“Wow, bhagat. Wow” said Munischaranandasji Bhagat. He asked for Arjan’s name which Arjan kindly replied. He looked at Arjan’s forehead and asked Narayandasji Swami and said “Where did you find this jewel?
“He is Purani’s student.” “Really, then it makes sense. A lioness can only give birth to lion. I saw him yesterday singing a hymn in front of Gopinathdasji Maharaj. All four verses were memorized and sang from the heart. I was so pleased especially because he looks young around 15 or 16 years old. His Guru has taught him well. Seriously, I am pleased with all my heart.

A true gift and service for a Guru is when he is praised because of the qualities, attitude and demeanor a student possesses. This is the best “Gurupujan.” On the flip side if your actions taint the reputation of your Guru then that is considered “Gurudroh.”

Katha


Swaminarayan Gurukul

Shree Swaminarayan Gurukul, Rajkot is a socio-spiritual, non profit organization that believes propagating true education in the world is the noblest work for all.

No comments:

Post a Comment