Sabha 12

Dhoon

Kirtan

Charitra

ભગવાનની અનુવૃતીમાં રહેવું તે જ સાચી સેવા

અખિલ વિશ્વનું સંચાલન પ્રભુની આજ્ઞા પ્રમાણે જ થઇ રહ્યું છે. જગતમાં જડ ચેતન સર્વ વસ્તુની મર્યાદાઓ નિશ્ચિત થયેલી છે. તેને અનુસાર સૂર્ય, ચંદ્ર ને તારાઓ આકાશમાં ગતિ કરે છે. પવન વાય છે. મેધ વરસે છે. સકળ સૃષ્ટિ ભગવાનની આજ્ઞાનું પાલન કરે છે. આપણે પણ પ્રભુની એ સૃષ્ટિના અંગ છીએ. ભગવાનની આજ્ઞા પાળીને તેમને રાજી કરીએ. એકવાર બોટાદના ભાગદોશી રસોઈ દેવા ગઢપુર આવ્યા. મહારાજને પ્રણામ કરીને કહે “હે દયાળુ! મારે આપની સેવા કરાવી છે.’ મહારાજે પૂછ્યું, ‘શું સેવા કરશો ?’ મારે આપને તથા સંતોભાક્તોને રસોઈ આપવીછે. ત્યારે શ્રીજીએ કહ્યું કે તમારે અમે કહીએ તેમ કરવું છે કે તમારી ઈચ્છા પ્રમાણે કરવુ છે. મારે તો જલેબીને મોતૈયા લાડુની રસોઈ અપાવી છે. ત્યારે શ્રીજી કહે ‘હમણા કડિયાના પગાર ચઢી ગયા છે તો બાજરીના રોટલાને અડદની દાળની રસોઈ કરીએ ને બાકીના રૂપિયા કડિયાના પગાર માટે વાપરીએ તો સારું.’ શ્રીહરિના સમજાવવા છતાં એ ભાગદોશીએ પોતાનો નિર્ણય ન બદલ્યો. બીજા દિવસે બપોરના પાકી રસોઈ તૈયાર થઇ. ભાગદોશી ચંદનનો કટોરો લઈને પૂજન કરવા આવ્યા. મહારાજ કહે આજે અમને તાવ આવ્યો છે તેથી માત્ર ચાંદલો જ કરજો. ભાગદોશી એ શ્રીહરિના ભાલમાં ચાંદલો કર્યો. તે સમયે ખોલડિયાદ ગામના ખેંગાર ભગત આવ્યા. શ્રીહરિએ તેમને પૂછ્યું ‘ ખેંગાર ભગત! તમારો વ્યવહાર કેવો છે?’ ત્યારે કહે આપની દયાથી સારું છે. પછી મહારાજ કથા કરવા લાગ્યા. થોડી વાર પછી પાછું પૂછ્યું કે ‘ભગત તમારે વ્યવહારે કેમ છે? ’ મહારાજ! સારું છે’ મહારાજે બે ચાર વાર પૂછ્યું એટલે ખેંગાર ભગતના મનમાં વિચાર થયો કે મહારાજ વારંવાર આમ શામાટે પૂછતા હશે? ભગત વિચારોમાં ખોવાયા ને સભા પૂર્ણ થઇ. મહારાજ જમવા પધાર્યા. ખેંગાર ભગતે શુકાનંદ સ્વામીને પોતાના મનના વિચાર વ્યક્ત કરતા પૂછ્યું કે મહારાજ નો શો મર્મ છે તે કહો ? શુકાનંદ સ્વામીએ માંડીને વાત કરતા કહ્યું કે ‘ ભગત! હમણા મંદિરનું બાંધકામ ચાલે છે ને કડિયાના પગાર ચઢી ગયા છે તેથી મહારજ વારંવાર પૂછતા હતા. સ્વામી! આશરે કેટલા રૂપિયાની જરૂર છે ? જવાબ આપતા સ્વામી બોલ્યા કે 500 રૂપિયાની જરૂર છે. આવું સાંભળીને ખેંગાર ભગત ગઢપુર ગામમાં તેમના ઓળખીતાને ત્યાં ગયા. તેમને વાત કરીને 800 રૂપિયા ઉધાર લઈ આવ્યા. મહારાજ જમીને ઢોલીયા ઉપર આડે પડખે સુતા હતા. ખેંગાર ભગતે મહારાજને દંડવત પ્રણામ કર્યા ને 800 રૂપિયા ભેટમાં અર્પણ કરતા કહ્યુકે ‘હે પ્રભુ ! 500 રૂપિયા કડિયાના,150 રૂપિયા આપની દવાના અને 150 રૂપિયા સંતોની રસોઈના સ્વીકારો. આવું સાંભળતા જ મહારાજ બેઠા થઇ ગયા. જીવુબાને કહે, કાલે ચંદન ઘસીને મોટો કટોરો સભામાં મોકલાવજો. બીજે દિવસે ખેંગાર ભગત તરફથી સંતો ભક્તો માટે રસોઈ તૈયાર થઇ. બપોરે ચંદન મંગાવ્યું. ખેંગાર ભગત શ્રીજી મહારાજને ચંદન ચર્ચવા જાય છે કે મુળજી બ્રહ્મચારી તેમને રોકતા કહ્યુકે ભગત! મહારાજને શરીરે તાવ છે તેથી ચંદન વસમું લાગશે માટે માત્ર ચાંદલો કરો. તે સાંભળીને દયાળુ મહારાજ બોલ્યાં ‘આ ચંદન તો ઔષધ છે, ઔષધ. ભગત! આખ શરીરે ચંદનની અર્ચા કરો.’ તે સાંભળીને ભગાદોશી બોલ્યા કાલે તો મને ના પાડી હતી. શ્રીજીએ કહ્યુકે ‘શેઠ! તમોએ તમારું મન ધાર્યું કર્યું હતું ને ભગતે મારી મરજી જાણી ને સેવા કરી. અમોને આ ચંદનની અંદર અમારી આજ્ઞાનું સાંગોપાંગ પાલન દેખાય છે.’ ભાગદોશીને પોતાની ભૂલ ઓળખાણી ને પારાવાર પસ્તાવો થયો. ખેંગાર ભગતે મહારાજના શરીરે ચંદન ચર્ચ્યું. મહારાજ તેમને ભેટ્યા. મહારાજ નું ચંદન ખેંગાર ભગતના શરીરે ચોટ્યું. મહારાજે ખુબ રાજીપો દર્શાવ્યો. ખેંગાર ભગતને જીવનની સાર્થકતનો ઓડકાર આવ્યો. અંતરમાં અજવાળા પથરાયા. ચંદન ચર્ચેલી મહારાજની મનોહર મૂર્તિ હૃદયમાં વસી ગઈ. સંતો ભક્તોને મહારાજે પોતાના હાથે પીરસીને જમાડયા. આપણા માટે આ સમયમાં ગુરુમહારાજ ને મોટા સંતોની મરજી પ્રમાણે સેવા કરીને તેમને રાજી કરવાનો પ્રયાસ કરીએ. પ્રભુની આજ્ઞા તપ જાપ તેહ, પ્રભુની આજ્ઞા વ્રત સર્વ તેહ; આજ્ઞાથી સૌ સાધન સિદ્ધિ થાય , સર્વે પદો હસ્તિપદે સમય ।। આજ્ઞા કરે શ્રી હરિ જે પ્રમાણે , તે ધર્મ છે ઉત્તમ તેહ ટાણે ; આજ્ઞા પ્રમાણે વરતેજ જેહ , પામે પ્રભુધામ નિવાસ તેહ ।।

A Test of Devotion and Dedication
When Abhel Khachar passed away, Dada Khachar was just 12 years old. Maharaj wanted to test Dada Khachar’s love for Him. So Maharaj announced that He is leaving since Abhel Khachar passed away. Dada Khachar pleaded for the Maharaj to stay. Maharaj said that he would only stay if Dada Khachar signed over the whole estate to Him. Dada Khachar without hesitation calls for paper and signed over the whole kingdom. Maharaj said now that Gadhada is Mine, I commanded you and your family to leave Gadhada and go to a place where Swaminarayan is now known. Dada again obeyed command and left Gadhada. As soon as Dada Khachar reached the outskirts of the village, Maharaj called him back. The devotees ran and brought Dada Khachar back. As soon as Dada Khachar entered the courtyard Maharaj stood up and ran towards him. Maharaj embraced him and showered His praise upon him. Dada Khachar had passed the test with flying colours. Again some other time Maharaj once suggested, “The Sadhus who come here need a place to stay.” Dada replied, “If it is Your wish then we will free up the royal court and they can happily stay here.” “But where will you stay Dada?” “Maharaj, I will stay with the saints and the women of the family will stay with the Sankyogis.” Indeed Maharaj had once instructed Dada to transfer all the assets to his two sisters, which he did without question. Due to Dada Khachar and his family’s unflinching faith on Maharaj, Maharaj stayed Gadhada over 25 years and made Dada Khachar’s royal court His home. Maharaj also once said, “I am from Gadhada and Gadhada is Mine this would remain forever.” Moral: Dada Khachar’s faith in Maharaj serves as a Goal and role model for us, which we should try and emulate in our own ways.

પ્રશ્નોત્તરી:
નીચેના પ્રશ્નોનો ઉત્તર શોધી તેનો જવાબ 214-317-5182 ઉપર text કરશો.
  1. શિક્ષાપત્રીમાં ગૃહસ્થ હરિભક્તોના ધર્મો કયા શ્લોકથી શરુ થાય છે?
(1, 135, 40, 140)
  1. શ્રીજી મહારાજે સંપ્રદાયનું સૌથી પહેલું અને સૌથી છેલ્લુ મંદિર ક્યાં બાંધ્યું હતું?
વડતાલ, ગઢડા ગઢડા, ધોલેરા અમદાવાદ, ગઢડા જુનાગઢ, ધોલેરા

Katha


Swaminarayan Gurukul

Shree Swaminarayan Gurukul, Rajkot is a socio-spiritual, non profit organization that believes propagating true education in the world is the noblest work for all.

No comments:

Post a Comment