Sabha 11

Dhoon

Kirtan

Charitra

સારંગપુરમાં રંગોત્સવ

ભગવાન સ્વામિનારાયણે ભારતીય સંસ્કૃતિના દરેક ઉત્સવોને ભક્તિભાવથી ને ધર્મ મર્યાદામાં રહીને ઉજવ્યા છે. દરેક ઉત્સવોને તેમની ગરિમાપૂર્ણ સ્થાન આપી ભારતીય સસ્કૃતિને જીવંત બનાવી. છપૈયા, અયોધ્યા, પીપલાણા, લોજ, કારીયાણી, ગઢપુર, ભુજ, ડભાણ, કરિયાણા , નાગડકા, ધમડકા, વડતાલ, પંચાળા, બોટાદ, સારંગપુર વગેરે સ્થાનોમાં શ્રીજીમહારાજે રંગોત્સવ મનાવ્યા. તેમાથી એક અદ્ભુત ઉત્સવની જલક એટલે સારંગપુર નો રંગોત્સવ. ધૂળેટી ના દિવસો નજીક આવ્યા. શ્રીજીમહારાજને દેશ-દેશાંતરમાં વસતા પોતાના ભક્તોની યાદ આવી. મહારાજે પોતાના વહાલા ભક્તો ઉપર પત્ર લખ્યો. પત્ર ના શબ્દો આવા હતા: ‘સારંગપુરમાં ફૂલડોલ ઉત્સવ કરવાનો છે. સંત વર્ણી બધા પધારશે. જેને દર્શનનો ભાવ હોય તે સુખેથી આવજો. સંબંધીની રજા વિના આવવું નહિ. આવવા -જવાનો ને રહેવાનો ખર્ચ લેતા આવવો. ખર્ચનો યોગ ન હોય તેને ઘરે રહીને ભજન કરવું. દર્શન કરવા આવો ત્યારે સંધના માણસો અને ઉતારો કરો ત્યાના ભક્તો દુખી ન થાય ને તમારો અભાવ ન આવે તેવી રીતે રહી શકતા હોય તેજ આવજો.’ મહારાજનો પત્ર મળતા ભક્તો ઉત્સવમાં જવાની તૈયારી કરવા લાગ્યા. હુતાશાનીના દિવસે સવારે શ્રીજીમહારાજ સંતો ભક્તો સાથે નદીએ સ્નાન કરીને પરત દરબાર ગઢમાં પધારતા હતા. ગામના રસ્તામાં ચોક આવ્યો. ત્યાં જેતલપુરથી નિત્યાનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામી આવ્યા. મહારાજ ઘોડા ઉપરથી ઉતરીને તેમને મળ્યા. સંતો હજારીના (ગલગોટા) હારનો ટોપલો લાવ્યા હતા. સંતોએ હારતોરા, બાજુબંધ, પોચી, ગુચ્છ વગરેથી પૂજા કરી. સાથેના સંતોને પ્રભુએ કહ્યું કે આ બન્ને સંતો દુરથી ચાલીને આવ્યા છે. તેમની સેવા કરજો. તે જ દિવસે હુતાસનીની રાત્રે શ્રીજીમહારાજ કહે: ધુળેટીના દિવસે જગતના જીવો મન ફાવે તેમ વર્તે છે. કાદવ, ગોબર, ગારો ઉડાડે છે. ગાળો બોલે. દારૂ પીધો હોય તેમ ઉન્માત્ત થાયછે. (1)વિવાહ (2)ફાગનો દિવસ (3) ભાંડભવાઈ (4) યુવતી (5) દર્પણ (6) બાળક (7) જળ (8) માદક દ્રવ્યો એમાં જે મનને નિયમમાં રાખે તેને દેવ જેવો જણાવો. આવી રીતે કથા વાર્તા કરીને શ્રીહરિ જેઓ રંગોત્સવની તૈયારી કરતા હતા તેને દર્શન દેવા પધાર્યા. ગઢપુરના નાથ ભાવસાર ને બોટાદના એક ભગત રંગના રંગેડા લાવ્યા હતા તે રંગ બનાવતા હતા. મહારાજે રંગ જોયો. મહારાજ કહે રંગ ઘણો ઘાટો છે. રંગ જેટલું બીજું પાણી નાખો. અમે રંગે રમીએ ત્યાં સુધી રંગ ખુંટવો ન જોઈએ. ખુંટે તેમ પાણી ઉમેરતા રહેવું. રંગ ઉડાડતા અને રસોઈ પીરસતા ખૂટે ત્યારે અમને આનંદ રહેતો નથી. કોઈ પણ વસ્તુ આપતા ખૂટે તે અમને ગમતું નથી. એટલી વાત કરી શ્રીજીમહારાજ પોઢવા પધાર્યા. ધુળેટીના દિવસે વિશાળ સભા થઇ. શ્રીહરિ કહે માહાત્મય વિના રમે તે જગતના લોકો જેવું કહેવાય. બાઈઓ અને પુરુષોએ સાથે ન રમવું. એક જૂથ ગુજરાતની બાઈઓનું અને બીજું જૂથ કાઠીયાવાડની બાઈઓનું થાય. પુરુષો રમી રહે પછી જ બાઈઓએ રમવું. જગતની રીતે રમે તેને કોટી બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. પછી પશ્ચિમ કુંડી પર શ્રીહરિ અને ભક્તો ને પૂર્વની કુંડીએ સંતો ઉભા રહ્યા. [વહાલા ભક્તો આપણે પણ આ રંગોત્સવમાં ગમે તે એક કુંડી તરફ ઉભા રહીએ. મનોમન મહારાજ ને સંતો સાથે રંગે રમીએ.] શ્રીહરી કહે : તમારે અમારા એક ઉપર રંગ નાખવાનું તાન છે. (વાત પણ સાચી છે. આપણું નિશાન મહારાજ જ હોવા જોઈએ) પણ કોઈ વિચારતા નથી કે તમારામાંથી કોઈ એક પર રંગ નાખીએ તો શું થાય ? તે સમજીને અમારા ઉપર રંગ નાખજો. વિવેક રાખજો. પાર્ષદો એ અમારી ચારે બાજુ કોટની પેઠે રહેવું. મહારાજે જય ઘોષ કર્યો. કાઠી અને પાર્ષદોએ બંધુકો ફોડી. સંતોએ મહારાજ ઉપર ગુલાલ ઉડાડીયો. રંગની ધૂમ મચી. આકાશમાં દેવતાઓ મહારાજની દિવ્ય રંગ લીલાના દર્શને આવ્યા. મહારાજ સોનાની પિચકારીથી સંતો ઉપર કેસુડાનું કેસરી પાણી ઉડાડતા હતા. મહારાજના શ્વેત (સફેદ ) વસ્ત્રો રંગબેરંગી બની ગયા. સંતોએ મહારાજનું મુખારવિંદ ગુલાલથી ગુલાબી કરી દીધું . રંગ લીલા આશરે એક પહોર ચાલી. એટલા રંગે રમ્યા કે કોઈ કોઈના ચહેરા ઓળખી શકતા ન હતા. મહારાજે આજ્ઞા કરી એટલે સંતો ભક્તો નદીએ સ્નાન કરવા પધાર્યા. પછી મહિલા ભક્તો રંગે રમ્યા. મહારાજ નદીએથી સ્નાન કરીને સંતો ભક્તોને પીરસીને તૃપ્ત કર્યા. બપોર પછી સભા થઈ. મહારાજ મહિલા ભક્તોને કહે આજ ફગવા માંગો. કાઠીયાવાડના મહિલા ભક્તોએ 200 રૂપિયા માંગ્યા. ગુજરાતના મહિલા ભાક્તોએ માગ્યું "મહા બળવંત માયા તમારી , જેણે આવરીયા નરનારી। એવું વરદાન દીજિએ આપે, એહ માયા અમને ન વ્યાપે।। સતસંગી જે તમારા કહાવે , તેનો કેદી અભાવ ન આવે। દેશ કાળ ને ક્રિયાએ કરી , કેદી તમને ન ભૂલીએ હરી।। પછી બોલિયા શ્યામ સુંદર , જાઓ આપ્યો તમને એ વાર । મારી માયામાં નહિ મુંઝાઓ , દેહાદિક માં નહિ બંધાઓ ।।" મહારાજ તેમના ઉપર રાજી થયા ને રૂડા આશીર્વાદ આપ્યા.

Saviour of Devotees
Rajput Galuji, a farmer of village Dadusar, near Mahemdavad, returned from his field and was about to take his meal. A devotee named Dharmasinh from Vadtal arrived with a letter from Shreeji Maharaj. The letter read, “As soon as you receive this letter, load all of your belongings into a bullock-cart and come alone to Vadtal, leaving your mother at home.” Following Maharaj's command, Galuji collected all his belongings, loaded them into a bullock-cart and reached Vadtal. That night, to take revenge on Galuji, some goons surrounded Galuji's house and entered it through the roof. They saw a lamp burning in the house and Galuji's mother on a cot, with a rosary in her hand chanting “Swaminarayan, “Swaminarayan.” She was surprised to see men jumping inside from the roof. She said, “Who is that?” The goons were surprised. They came near the old woman and said, “Mother! Your God is indeed very great. And your son, Galuji, is also a great devotee of that God. We had decided to rob your house and kill your son. But God came to his rescue.” The old woman was listening to all this without even the slightest fear. She had firm faith in Bhagwan Swaminarayan. She replied, “Look here, my sons, Maharaj called him to Vadtal to protect him. So, give up your life of robbing and killing. Maharaj will protect you too.” The goons accepted the old woman's advice. They said to her, "Mother, you are right. From today Galuji's God is our God too, and now we have no hatred towards Galuji. Please tell Maharaj to bless us too." After saying these words, they fell at the feet of the old woman. Moral: Shreeji Maharaj is ever present to protect His devotees.

પ્રશ્નોત્તરી:
નીચેના પ્રશ્નોનો ઉત્તર શોધી તેનો જવાબ 214-317-5182 ઉપર text કરશો.
  1. ઉપરનું રંગોત્સવનું ચરિત્ર શ્રીહરિચરિત્રામૃતસાગરમાંથી લીધેલું છે. આ શ્રીહરિચરિત્રામૃતસાગર ગ્રંથના રચયિતા કયા નંદ સંત હતા?
(અક્ષરાનંદ સ્વામી, આધારાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી)
  1. નીલકંઠવર્ણી વનમાં કયા યોગીને મળ્યા હતા?
(રામાનંદ યોગી, ગોપાળ યોગી, મોહનદાસ યોગી, જેરામદાસ યોગી)

Katha


Swaminarayan Gurukul

Shree Swaminarayan Gurukul, Rajkot is a socio-spiritual, non profit organization that believes propagating true education in the world is the noblest work for all.

No comments:

Post a Comment