Sabha 10

Dhoon



Kirtan



Charitra

ચરિત્ર
લોકમાં એમ કહે છે જે “સાધુને તો સમ દ્રષ્ટિ જોઈએ, પણ એ શાસ્ત્ર નો મત નથી; કેમ જે નારદ સનકાદિક ને ધ્રુવ, પ્રહલાદાદિક તેમણે ભગવાનનો ને ભગવાનના ભક્તોનો જ પક્ષ રાખ્યો છે. પણ વિમુખનો પક્ષ કોઈએ રાખ્યો નથી. અને જે વિમુખનો પક્ષ રાખતો હશે તે આ જન્મે અથવા બીજે જન્મે જરૂર વિમુખ થશે. માટે જે ભગવાનનો ભક્ત હોય તેને જરૂર ભગવદીયનો પક્ષ રાખ્યો જોઈએ, અને વિમુખનો પક્ષ ત્યાગવો જોઈએ.” ( વ.ચ. મ. 5 ) “ભગવાનના ભક્તનો પક્ષ દ્રઢ કરીને રાખવો જોઈએ ને તે પક્ષ રાખતાં થકા આબરૂ વધો અથવા ઘટો, માન થાઓ કે અપમાન થાઓ; અથવા દેહ જીવો કે મરો. પણ કોઈ રીતે ભગવાન અને ભગવાનના ભક્તનો પક્ષ મુકવો નથી.” (વ.ગ. છે. 7) સોરઠમાં ધારી ગામમાં જાદવજીભાઈ નામે દ્રઢ નિષ્ઠાવાન હરિભક્ત રહેતા હતા. તેવો જ્ઞાતિએ વણિક હતા. તેઅો એક નાત-ભાઇ સાથે ભાગીદારીમાં વેપાર કરતા હતા. તેમના ભાગીદાર ભગવાન સ્વામિનારાયણના સત્સંગી નહોતા. એક વખત ધંધામાં ખોટ આવી. તેમની પેઢી ઉપર સરકારનું દેવું થઈ ગયું. મિલ્કત બધી વેચી નાખી તો પણ દેવું ભરપાઈ ન કરી શક્યા અેટલે સરકારે બન્ને ભાગીદારોને જેલમાં પૂર્યા. અા વાત વાયુવેગે ગામમાં ફેલાણી. ગામનાં મહાજનને ખબર પડી એટલે વણીકોના આગેવાનો જેલમાં આવ્યા. તેની સાથે ગામના લોકો પણ આવ્યા. ગામના લોકોમાં એક હરિભક્ત પણ હતા. વણીક અાગેવાનોએ બિન સત્સંગી વાણીક ભાગીદારનો દંડ ભરીને તેને છોડાવી દીધો. અને જાદવજી ભક્તને કહ્યું કે, “તમે કંઠી તોડી ને સ્વામિનારાયણનો ધર્મ છોડી દો તો તમારો દંડ ભરીને તમને પણ છોડાવીએ. બોલો છે કબુલ ? ” ત્યારે જાદવજીભાઇ કહે: “મારું માથું કપાય તોપણ હું કંઠી નહિ તોડું. હાથના મેલ જેવા તમારા રૂપિયા માટે શું હું સોના જેવો સત્સંગ છોડું? એ કદી નહિ બને. મારા ભગવાનને છોડાવવો હશે તો મને ગમે તે રીતે છોડાવશે અને એમની મરજી હશે તો હું જેલમાં રહીને એમની ભક્તિ કરીશ. પણ હું તમારા ધનના લોભમાં આવીને સત્સંગ રૂપી અમુલ્ય ખજાનો ખોવા નથી માંગતો.” ભક્તની દ્રઢતા જોઇને વણીક અાગેવાનો બોલ્યાં, “સારું, તો તમે જેલમાં જ ભજન કરો.” અામ કહી તેઅો જતાં રહ્યાં. ધીમે ધીમે ગામના માણસો પણ જવા માંડ્યાં. જાદવજીભાઈની અડગ નિષ્ઠા જોઇને ગામ લોકો સાથે આવેલા પેલા હરિભક્તના હૃદયમાં તેમના પ્રત્યે અનહદ માન ઉદભવ્યું. તેમને થયું કે ‘અભક્તની સહાયમાં અાખી નાત અને અાખુ ગામ જ્યારે ભક્તની સહાયમાં કોઇ નહી?’ તેમને મનમાં થયું જેમણે સત્સંગ માટે પોતાની નાત છોડી જેલમાં રહેવાનું પસંદ કર્યું  તેમની મદદ કોઇ ન કરે તો શું થયું! સત્સંગી તરીકે તે મારા ભાઈ છે, હું તેને છોડાવીશ.’ ઘેરે જઈને તેમણે પોતાના મોટા ભાઈને કહ્યું : “ભાઈ! માનો કે આપણે બે ને બદલે ત્રણ ભાઈઓ હોત તો આપણી સંપત્તિ અને જમીનના ત્રણ ભાગ પાડવા પડત કે નહી?” મોટાભાઈએ કહ્યું “ હા, જરૂર! પણ અત્યારે તું આમ વાત શા માટે કરે છે ?” ત્યારે નાના ભાઈએ જાદવજી ભગતની હકીકતની માંડીને વાત કરી. પછી કહ્યું, “ભાઇ, મારી ઈચ્છા છે કે આપણે તેમને છોડાવીએ.” આ વાત સાંભળીને મોટાભાઈ તરત જ બોલ્યા: “એ ભાઈલા! આપણા સાચા ભાઈઓ તો સત્સંગી જ છે! ગમે તેટલો દંડ ભરવો પડે આપણે ભરીશું પણ જાદવજીભાઇને છોડાવીશું.” તુરંત બન્ને ભાઈઓએ જેલમાં જઈ દંડ ભરીને જાદવજીભાઇને છોડાવ્યા. અને ફરીથી વેપાર કરવા માટે રૂપિયા પણ આપ્યા. આ વાતની શ્રીજીમહારાજને ગઢપુરમાં જાણ થતા મહારાજ બહુ જ રાજી થયા ને સંતોને વાત કરી કે તે ભક્તો જયારે અમારે દર્શને આવે ત્યારે અમને યાદી આપજો અમારે તેમને મળવું છે. એક વાર ગઢપુરમાં મોટો સમૈયો હતો. તેમાં ધારીના આ બન્ને ભાઇઓ મહારાજના દર્શન કરવા આવ્યા ત્યારે સંતોએ તેમની ઓળખાણ મહારાજને કરાવી. મહારાજે તેમને છાતીમાં ચરણારવિંદ આપ્યા ને હાર પહેરાવીને બન્ને ભાઈઅોનું બહુમાન કર્યું. મહારાજ પક્ષની વાત કરતા કહે છે કે “જેને સત્સંગનો અતિ દ્રઢ પક્ષ હોય તે જયારે કોઈ સત્સંગનું ઘસાતું બોલે ત્યારે ખામી શકે નહિ, જેમ પોતાના કુટુંબી હોય અને તે સાથે કચવાણ થઇ હોય તોપણ જયારે કોઈ તેનું ઘસાતું બોલે ત્યારે ખમાઈ નહિ; એવી રીતે જેવો દેહના સંબંધીનો પક્ષ રહે છે તેવો જેને સત્સંગનો પક્ષ હોય તેનો પાયો સત્સંગમાં અચળ છે અને જેને એવો સત્સંગનો પક્ષ છે તે સંત અથવા સત્સંગી તે સંગાથે માન, મત્સર અને ઈર્ષ્યા કેમ રાખી શકે? માટે માન, મદ, મત્સર, ઈર્ષ્યા આદિક સર્વે શત્રુનો નાશ થઇ જાય છે.
ચર્ચાનો વિષય
એક બાજુ ન્યાય ને બીજી બાજુ ગુનો છે. સત્સંગી છે તેની ભુલ છે તે વાંકમાં છે તેનો ગુનો છે. જયારે બીજો હરિભક્ત નથી પરંતુ સાચો છે ન્યાય તેની સાથે છે. આ સમયે આપણે કોનો પક્ષ લેવો?
 

In a Flash of Lightning
             
Shreeji Maharaj, together with Saints and devotees were in Gadhada. It was monsoon and one day, after the discourses, Maharaj went to deliver a discourse to the women devotees. It was a dark rainy night, with the occasional bolt of lightning illuminating and deafening the sky. In the middle of the night Muktanand Swami woke up and came out of the sadhus' residence. As he looked into the night, he saw a lone dark figure standing under the roof. He called out, “Who's standing there?” “It's me, Gunatitanand,” came the reply. “Why are you standing here late at night in such weather?” asked Muktanand Swami. Gunatitanand Swami replied, “Swami, Maharaj has gone to the Darabar for discourses. I am standing here so that when He returns, I can have His Darshan.” Muktanand Swami was surprised by the answer. He asked, “You have Maharaj's Darshan all day. Isn't that enough?” Gunatitanand Swami replied, “No, how can one ever have enough of Maharaj's Darshan?” Since it was late in the night again Muktanand Swami asked, “Don't you feel sleepy? You've been soaked by the rain.” Then he left, but Gunatitanand Swami stayed. Late that night, as Maharaj returned a flash of lightning struck across the sky and lit the dark night. In this flash of lightning, Gunatitanand Swami's patience was rewarded by the Darshan of Maharaj. Only then did Swami retire. Gunatitanand Swami spent all his time engrossed in the Darshan, company and worship of Maharaj. His devotion and love for Shreeji Maharaj was supreme. His inspiring talks are helpful to all in their pursuit of Akshardham and are known as ‘Swamini Vato’ We should aim to such devotion and love for Shreeji Maharaj as Sadguru Shri Gunatitanand Swami.


નીચેના પ્રશ્નોનો ઉત્તર શોધી તેનો જવાબ 214-317-5182 ઉપર text કરશો.

  1. લોજની વાવ ઉપર નીલકંઠવર્ણી ને જે સંત મળ્યા હતા તેમનું નામ શું હતું?
(શુકાનંદ સ્વામી, શુખાનંદ સ્વામી, સુખાનંદ સ્વામી, શાન્તાનંદ સ્વામી)

  1. નીલકંઠવર્ણી રામાનંદસ્વામીને પ્રથમ વાર કયા ગામમાં મળ્યા હતા?
(લોજ, આખા, પીપલાણા, ફરેણી)
 
 

Katha


Swaminarayan Gurukul

Shree Swaminarayan Gurukul, Rajkot is a socio-spiritual, non profit organization that believes propagating true education in the world is the noblest work for all.

No comments:

Post a Comment