Sabha 7

Dhoon


Kirtan


Charitra

ધન્ય રાજબાઈની ભક્તિ

રાજબાઈ જ્ઞાતિએ દરબાર હતા તે દાદાખાચરના માસીના દીકરી થાય. એમને પણ બાળપણથી લગની લાગી કે મારે જીવુબાની જેમ ભજન કરવું છે. એના માતાપિતાએ વિરોધ કર્યો.  સત્સંગી સાચા, ભજન કરવાની ના નથી પણ તારી ઉંમર થઇ છે.અમારે તારા લગ્ન કરવાછે. સંસારમાં રહીને ક્યાં ભક્તિ નથી થતી! જેને ભક્તિ કરાવી હોય તેને પોતાની ફરજ બજાવતા ભજન-ભક્તિ સંસારમાં રહીને પણ  કરી શકાય.  પણ રાજબાઈએ હઠ પકડી, મારે તો સાંખ્યયોગ લેવો છે.
આખી ચર્ચા સ્વામિનારાયણ ભગવાન પાસે પહોચી. રાજબાઈ હઠ કરે છે કે મારે જીવુબાની જેમ સાંખ્યયોગ પાળવો છે. એના માતાપિતા મહારાજને કહે, હે પ્રભુ ! દયા કરો. એ ભલે સત્સંગ રાખે પરંતુ લગ્ન કરે. ભજન કરે, ભક્તિ કરે, જેવી એમની શ્રધ્ધા. પણ અમારી તો ફરજ છે કે અમારી દીકરીને પરણાવવી જોઈએ. સમય થતા દીકરીને ન પરણાવીએ તો લોકમાં જુદી જુદી વાતો થવા લાગે. દરબારોને મરવાથીએ વધુ દુઃખ મેણા ટોણા સાંભળવામાં લાગેછે. મહારાજે રાજબાઈને બોલાવ્યા.
સ્વામિનારાયણ ભગવાને રાજબાઈ ને કહ્યું , અમારું માનશો? રાજબાઈ કહે- હા, પ્રભુ ! આપની જેવી આજ્ઞા. તો લગ્ન કરો. તમારી ભક્તિ સાચી હશે તો ભગવાન તમારી રક્ષા કરશે. પણ અત્યારે તમારે તમારા માતાપિતાનું માનવાનું છે. ભગવાનની આજ્ઞા થઈ. રાજબાઈ ઘરે આવ્યા. માતાપિતાએ સગાઈ ગોઠવી. સગપણ થયું ને વર પક્ષવાળાએ ચૂંદડી મોકલી. માતાએ ચૂંદડી પટારા ઉપર મૂકી હતી. રાજબાઈ બહાર થી ઘરે આવ્યા એટલે બાએ કહ્યું કે બેટા સસરાને ઘરેથી તારા માટે ચૂંદડી આવીછે તે પટારા ઉપર છે. કેવી સુંદર ને કિંમતી છે. પહેરીને જોઈ લે કેવી શોભીશ તેમાં  તું ! રાજબાઈને ચૂંદડીમાં જરાય રસ ન હતો. તેને મન તો બસ સ્વામિનારાયણ જ સર્વસ્વ હતા. રાજબાઈ ગુસ્સામાં બોલ્યા, બળી તારી ચૂંદડી. અને એકાએક ચૂંદડી સળગી ગઈ. જેનામાં ટેક હોય,જેનામાં સત્ય હોય, જેનું હૈયું એક નિષ્ઠાથી પ્રભુની ભક્તિમાં સમર્પિત હોય તેની વાણીમાં અગાધ શક્તિ આવી જાય છે. બધા મહાઅચરજ પામ્યા. ધામધુમથી દીકરીને પરણાવી . વિદાય આપી. રાજબાઈ સસરાને ઘરે આવ્યા. સસરાને ત્યાં આજ પહેલી રાત હતી. એક ઓરડામાં રાતે બેઠા હતા. એમના પતિએ બહારથી આવીને દરવાજો ખોલ્યો તો ત્યાં ચમત્કાર થયો-
                                                    દીઠું    પુરુષે    બાઈનું   રૂપ ,
                                                   સિંહ   સાદૃશ્ય  ભાળ્યું  સ્વરૂપ .
પલંગ માં મોટી સિંહણ બેઠી હોય તેમ દેખાણું. શું એની ચકળવકળ થતી પીળી આંખો, મોટી કેશવાળી, ભયાનક રોદ્ર રૂપ જોઇને પેલો ડરીને ભાગ્યો, મોટેથી ચીસ નીકળી. લોકો ભેગા થયા. માતાપિતા કહે શું થયું? આમ કેમ ધ્રુજે છે?  દીકરો  કાંપતા કાંપતા બોલ્યો કે તમારે મને મારવો છે કે જીવાડવો છે? પણ દીકરા તને થયું છે શું !  માંડીને વાત કર. મને જીવાડવો હોય તો આને અત્યારે જ ઘરે મુકી આવો. વેહલી તકે વેલમાં બેસાડીને એમને પિયર મોકલી દો. સગાસંબંધી કહે કાલે મોકલશું. ના ના ,અત્યારેજ હો. હમણા જ મોકલો. શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું. આ સિહણ છે સિહણ . માતાપિતાને પેલી બળી તારી  ચૂંદડી વાળી વાત યાદ આવી. મારો દીકરો કાઇ ખોટું નથી બોલતો. રાજબાઈના કહેવાથી જો ચૂંદડી બળી જાતી હોય ને મારા દીકરા વિશે આવું કાઈક બોલે ને મારો દીકરો મારી જાય તો? સાસુ એ હાથ જોડીને આદરથી પગે લાગીને રાજબાઈ ને કહ્યું, તમે સુખેથી પિયર સિધાવો.
રાજબાઈ ઘરે આવ્યા. ભગવાનની આજ્ઞા હતી કે ઘરે રહીને ભક્તિ કરવી એટલે માતાપિતા ને ઘરે રહીને આકરું તપ આદર્યું.  શરીરને હાડપીંજર જેવું કરી નાખ્યું. માતાપિતાએ સ્વામીનારાયણ ભગવાનને વિંનતી કરી કે હે દયાળુ! હવે અમારી દીકરીની ઈચ્છા પ્રમાણે જીવુબાની સાથે રહેવાની આજ્ઞા કરો. શ્રીજીમહારાજે તથાસ્તુ કહ્યું. રાજબાઈ ગઢપુર માં આવ્યાં. જીવનભર  સાંખ્યયોગ ધર્મ પાળ્યો.
જયારે રાજબાઈ ભગવાનના ધામમાં જવાના હતા ત્યારે કહેલું કે મને તો આખી જીંદગીમાં કોઈ પુરુષનો સ્પર્શ નથી થયો પણ હવે મારા મૃત શરીર ને પણ કોઈ પુરુષનો સ્પર્શ ના થાય તેનું ધ્યાન રાખજો. બહેનો જયારે એમના મૃત શરીરને સ્મશાને લઈ ગયા ત્યારે અગ્નિ પણ સ્પર્શ નહોતો કરતો. અગ્નિદાહ દેવાની બહુ કોશિશો કરી પરન્તુ અગ્નિ સળગે નહિ. અગ્નિદેવ ને ડર હતો કે હું સતીનો સ્પર્શ કરુને મારું સામર્થ્ય નાશ થઈ જાય તો તેથી રાજબાઈના દેહ ને સ્પર્શતા બીતા હતા. ગોપાળાનંદ સ્વામીને વાત કરી. સ્વામીએ અગ્નિદેવને કહ્યું કે હવે તમે તમારું શેષ કાર્ય પૂર્ણ કરો. મહાસતી રાજબાઈ આ દેહનો ત્યાગ કરીને અક્ષરધામમાં પ્રભુ ની સેવામાં છે. પછી રાજબાઈનો અગ્નિ સંસ્કાર થયો . આવા પ્રભાવશાળી રાજબાઈ હતા.


Saintly Childhod
 At a very young age Pujya Shashtriji Maharaj displayed saintly qualities. Upon hearing about any troublesome event, he would be perturbed and would not rest until he found a way to help. This is the trademark of a true Saint.
The writer, Madanlal Pandya, who currently resides in Rajkot, once lived in Taravada. He is the author of the book “Samaya Saagarnaa Moti. He kindly shared his father’s experience who was Pujya Shastiji Maharaj’s childhood friend.
“This year I’m going to get the highest marks in the class. Arjan you keep getting the highest marks each year” said Mulu. “But didn’t you receive the highest marks in past summer exams” replied Arjan. “True but in math your answer was more correct which pleased the teacher. How can I forget that” said Mulu while picturing the teacher patting Arjan on the shoulder. “Oh you. Forget about that. Your writing is beautiful, clean and legible which is why you attain high marks in Gujarati” Arjan praised Mulu.
Suddenly, the bell rang signalling the end of recess. The conversation fell short and both boys ran to their classes. Their competition was amicable since each brought out the best in the other. Sometimes, Arjan would attain the highest marks and other times Mulu would. Both were close friends who not only studied together but played together by the banks of the river, Setrungi and shared their snacks during recess.
It was the time of their next set of exams. Both diligently studied and wrote their exams. When the exams were handed back, the teacher declared that Mulu had received the highest score. While checking their scores and answers, Mulu peered over and noticed that the question Arjan had incorrectly answered was in fact very easy. Mulu asked Arjan, “The question was so simple why did you purposefuly write the wrong answer? Arjan replied, “No I didn’t.” He looked at the teacher and said, “Sir I didn’t know how to solve the problem.” But Mulu knew the truth. Arjan had purposely written the incorrect answer so Mulu could receive the highest marks. This is who was Param Pujya Shastri Dharmajivandasji Swami was as a child, selfless, compassionate, down-to-earth and a friend that anyone would be honoured to have.
In this journey of life, everyone wants to be happy and they seem to have created their own formula. Based on the amount of complaints and discussions on stress the formulas don’t seem to be working. That’s because there are two parts to attaining happiness. The first is we must learn to be respectful, loving and considerate because this allows us to develop our own identity. A cluttered mind is like a cluttered room. You can’t find anything. Then how can you discover yourself with all the negativity, anger and hatred. The second is we must be able to let go because this enables us to live with everyone. Shastriji Maharaj embodied this and inspired everyone to do the same. He never expected or wanted praise. It was a characteristic he had ever since he was a child.

Katha

Swaminarayan Gurukul

Shree Swaminarayan Gurukul, Rajkot is a socio-spiritual, non profit organization that believes propagating true education in the world is the noblest work for all.

1 comment: