Dhoon
Kirtan
Charitra
બાળ ભક્ત હીરો
સોરઠમાં જગા-મેડી નામનું નાનું ગામ છે. આ ગામમાં નંદસંતોએ સત્સંગ કરાવ્યો હતો. સંતો ગામમાં પધાર્યા. દરરોજ સવાર સાંજ ગામનાં ચોરે કથા કરે. ઘણા મુમુક્ષુઓ કથા સાંભળવા આવતાં. તેમાં પટેલનો દીકરો હીરો પણ આવતો. તેના હૃદયમાં સંતોના શબ્દો ઉતરવા લાગ્યા. ધીમે ધીમે સંતો સાથે હેત થઇ ગયું. પછી સમય મળે એટલે સંતો પાસે સમાગમ-સેવા કરવા પહોંચી જાય. સંતો પાસે વર્તમાન ધારણ કરી પૂજા કરવાનું નિયમ લીધું. નીયમની દ્રઢતા કરાવી સંતો બીજા ગામમાં ગયા.
બાર વર્ષનો આ હીરો સાચે જ હીરો હતો. બીજે દિવસે સવારે વહેલા નાહીને પવિત્રપણે તે પૂજા કરવા બેઠો. થોડી વારમાં તેમનો જમ જેવો બાપ જાગ્યો અને હીરાને માળા ફેરવતા જોઇને ત્રાડુંક્યો, ‘એલા હિરલા! તને આ ધતીંગ કોણે શીખવ્યું? બંધ કર આ તારું ટીખળ. તું હજી વેંત જેવડો છો ને ભગત થાવા હાલ્યો છો. તે મને કોઈદિ’ પૂજા કરતા જોયો છે? સમય શું બગાડ છો? ખેતીનું કામ કરવા જા.’ એમ કહીને પૂજાની મૂર્તિ ફાડી નાખી. પૂજાની સામગ્રી ફેકી દીધી. હીરો દીકરો સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતો ખેતરે કામ કરવા ગયો. તે દિવસે જમ્યો નહિ. તેને બહુ દુ:ખ થયું. ભગવાનને પ્રાર્થના કરી.
બીજે દિવસે સવારે માનસીપૂજા કરવા બેઠો. તે જોઇને તેના પિતા ફરી ખીજાયા અને મારવા જ મંડયા. હીરો જોર જોરથી સ્વામિનારાયણ... સ્વામિનારાયણ... બોલવા લાગ્યો. પિતાએ સ્વામિનારાયણ નામ લેવાની ના પાડી. હીરાએ કહ્યું કે ‘હું ખેતરમાં કામ કરવાની ના નથી પડતો તો તમે મને શા માટે સ્વામિનારાયણનું નામ લેવાની ના પડો છો?’ આ સાંભળી તેના બાપને વધારે ક્રોધ ચઢયો. કહેવા લાગ્યો, ‘હજુ તો તું ટાબરિયો છો ને મારી સામે બોલે છે?’ ગાડામાં બેસાડી ને વાડીએ લઈ ગયા. આજે ખેતરમાં ખડ વાઢવાનું હતું. હીરો ખડ વાઢતા વાઢતા મહારાજનું ભજન કરતો હતો. તેના મોઢામાં સ્વામિનારાયણનું નામ સંભાળીને જ તેના બાપને ગુસ્સો આવી જતો હતો.
ગુસ્સામાં તે હીરાને ખડ ભરેલા ગાડા પાસે લઇ ગયો. હીરાને બળદ બાંધવાના જોતરે બાંધી તે નરાધમ બાપ બોલ્યો, ‘એય હિરીયા! હું હિરણ્યકશીપુ છું. માટે કાન ખોલીને સાંભળી લે. તું આજથી સ્વામિનારાયણનું નામ લેવાનું મૂકી દે. નહીતો હું ગાડુ ઉલાળી ને મારી નાખીશ. તારો નિર્યણ મને અત્યારે કહે?’ હીરા ભગત તો હીરા જેવા જ મજબુત હતા. પિતાને જવાબ આપતા બોલ્યાં, ‘પિતાજી! જો તમે હિરણ્યકશીપુ છો તો હું પ્રહલાદ છું. મારા દેહમાં જ્યાં સુધી પ્રાણ હશે ત્યાં સુધી મારા મોઢામાં સ્વામિનારાયણનું નામ રહેશે. તમારે જે કરવું હોય તે કરો.’
બાર વર્ષના બાળકની આવી હિંમતભરી વાત સાંભળી ને નરાધમ પિતાનો ક્રોધ આસમાને પહોચી ગયો. એણે ગાડાને જોરથી ઉલાળી નાખ્યું. કોમળ અંગવાળા હીરાના ગાળામાં જોતારનો ફાંસો લાગી ગયો. પ્રભુનું સ્મરણ કરતા મૂર્છા પામી ગયા. તે સમયે અનંત મુક્તોને લઈને શ્રીજીમહારાજ પધાર્યા. હીરાભગતને દર્શન દઈને કહ્યું કે ‘એ હીરા! મારા માટે તે આવું અસહ્ય દુઃખ સહન કર્યું અને મૃત્યુનો પણ સ્વીકાર કર્યો. માટે તારે જે જોઈએ તે માગી લે. તું કહે તો હું તને જીવતો કરું. તું ઈચ્છે તો તને અમર કરું. તારે ઇન્દ્રના વૈભવ જોઈએ તો તે આપું. ને મારા આવવું હોય તો ધામમાં નિવાસ કરાવું. તારે શું જોઈએ છે? તે જલ્દી માગી લે.’ આ રીતે બોલતા બોલતા શ્રીહરિની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા.
શ્રીજી મહારાજના દર્શનથી હીરાની પીડા દુર થઈ. બે હાથ જોડીને પ્રભુને વિનંતી કરવા લાગ્યા કે ‘હે દયાળુ! આપે મારા જેવા સામાન્ય જીવ ઉપર બહુ દયા કરી. હવે આ લોકમાં મારે રહેવું નથી તથા તમારા વિના બીજું કશુજ મારે જોતું નથી. મારે આપની સેવામાં રહેવું છે મને તમારી સાથે લઈ જાવ.’
આવી દીનતાભરી વાણી સાંભળીને શ્રીહરિ રાજી થયા. વિલંબ કર્યા વગર માઇક દેહનો ત્યાગ કરાવીને અક્ષર ધામમાં લઇ ગયા. પટેલે પોતાના એકના એક દીકરાને મારી નાખ્યો તે વાતની ગામમાં બધાને જાણ થઇ એટલે લોકો નિંદા કરવા લાગ્યા કે, ‘આવો તે બાપ હોતો હશે? આના કરતા તો રાક્ષસ સારો.’ હીરાની માતાને પણ બહુ જ દુઃખ થયું. એકનો એક દીકરો મૃત્યુ પામ્યો. પટેલને પણ પછી પસ્તાવો થયો પણ પછી શું થાય? તે જીવ્યા ત્યાં સુધી પીડા ભોગવતા રહ્યાં.
ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી આપણને ઘણી વાર યાદી આપતા કહે છે કે ‘ક્ષણનો ક્રોધ વર્ષોનો પસ્તાવો છોડતો જાય છે. ક્ષણની ભૂલ જિંદગીની સજા બને છે.
આપણે પણ બાળભક્ત હીરા જેવા શુરવીર સત્સંગી બનીએ. ગુરુમહારાજ કહે છે કે ‘લોકો ધર્મ માટે બાધવામાં શૂરવીરતા બતાવતા હોય છે પરંતુ સાચી શૂરવીરતાતો ધર્મનું પાલન કરવામાં છે.’
સ્વાધ્યાય:
બાળકોને પૂછવાના પ્રશ્નો:
- બાળભક્ત હીરો ક્યાં ગામનો હતો?
- હીરાનો પિતા કોના જેવો હતો?
- હીરાના પિતાએ તેને શા માટે મારી નાખ્યો?
- હીરાને શ્રીજીમહારાજ ક્યાં લઇ ગયા?
મોટા માટેના પ્રશ્નો:
- જયારે તમારા ઉપર કોઈ ખીજાય ત્યારે તમને મનમાં શું વિચાર આવે તે લખો.
- ક્રોધને કાબુમાં કેવી રીતે કરવો તેની ચર્ચા ઘરસભામાં કરો.
‘My Guardian and Protector’
Barpatoli is a small village in Saurashtra. Khima Dobariya and his wife, natives of the village, were dedicated devotees of Bhagwan Swaminarayan. He was happy socially and financially. He had a respectable name in the region.
One afternoon, an astrologer came to Khima Dobariya's house. Though by appearance he donned a pair of odd clothes and sported a heavy beard, Khima Dobariya's wife welcomed him thinking that he was a Brahmin. After a while he turned the pages of a voluminous book and said, “Lady, I am warning you that, by the scriptures of astrology, your husband's stars have now become unfavorable.”
“What do you mean by unfavorable?” Khima's wife enquired. And the Brahmin took the opportunity to prey upon the woman's apparent gullibility. He uttered a chain of references and stories and added, “It means that he will have to beg for alms from village to village and will go hungry for days on end.”
At this, Khima's wife responded emphatically, “There are no unfavorable stars shining on my husband's fate. He has happily had his lunch and is now peacefully taking an afternoon nap on his farm. So it seems that it is not his stars but yours that are unfavorable. Otherwise, why would you have to come roaming all the way from Gujarat to Kathiawad to earn your living!” The Brahmin was simply astonished at the unexpected answer. Then Khima Dobariya's wife added, “Listen, O stranger! We have Swaminarayan as our guardian and protector. Through His powers, no amount of black magic can affect us.” The Brahmin left in shame, never to return to that village.
Moral: A true devotee has unswerving faith in God. He believes neither in black magic nor evil elements influence him or her. He considers Maharaj to be the doer of all and no one else.
No comments:
Post a Comment