Sabha 2


Dhoon


Kirtan



Charitra


ગુરુ વચને


સોરઠ પ્રદેશમાં માણાવદર ગામે મયારામ ભટ્ટ રહેતા હતા. તેઓ રામાનંદ સ્વામીના મુખ્ય શિષ્ય હતા ને ગુરુને ભગવાન તુલ્ય સમજતા. પોતે ધર્મ્નીયમ બહુ દ્રઢતાવાળા વ્યવહારકુશળ અને સેવાભાવી હતા. ગુરુની આજ્ઞાને રૂચી પ્રમાણે જ વર્તવું એવું એમનું અંગ હતું.  એથી તેઓ રામાનંદ સ્વામીના કૃપાપાત્ર બન્યા હતા. સદાચાર પ્રધાન, ધર્મનિષ્ઠા અને નૈતિકતા એ એમના જીવનમાં ઓતપ્રોત થઇ ગયા હતા. સત્સંગની સેવા તો તન, મન અને ધનથી ભારે ઉત્સાહથી કરતા. શરીનને ગમે તેવું કષ્ટ પડે પણ સેવામાં પછી પાણી કરતા નહિ.

એ જમાનામાં ઝડપી વાહનો ન હતા; એટલે કાગળ, પત્ર કે સંદેશા મોકલવા હોય તો બધુ કામ માણસો મારફત જ થતું. શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે સત્સંગમાં ચોતરફ કાગળ પત્ર પહોંચાડવાની અતિ કઠીન સેવા મયારામ ભટ્ટ હરવખત ઉત્સાહથી કરતા।. વીસ, પચ્ચીશ ગાઉ ચાલવું એ તો એમને મન રમત વાત હતી. શ્રીજી મહારાજ જુદે જુદે ઠેકાણે દર વર્ષે બે-ચાર વખત મોટામોટા ઉત્સવ સામૈયા કરતા; એ રીતે હજારો માણસોને એકત્ર કરી વ્યાસન, વહેમ, દુરાચાર અને અનીતીપ્રધાન બની ગયેલા સમાજને સદાચાર, સત્ય અને સત્સંગરૂપ સંજીવનીનું પાન કરાવી સાચી જાગૃતિ લાવીને અમુલ પરિવર્તન કર્યું, અને કુટુંબ, ગામ, સમજ કે સમગ્ર દેશને દીપાવે એવા પ્રમાંનીકને ધર્મનિષ્ઠ માણસોનો સમૂહ તૈયાર કર્યો.

જગતના જીવો મનગમતી માયિક વસ્તુઓ મળે ત્યારે અને તેના વિનાશ કે વિયોગમાં વિહ્વળ બની જાય છે. પણ મુમુક્ષુ પરુષો અતિ વિષમ વેળામાં પણ ધૈર્ય ધારણ કરે છે અને શાસ્ત્ર તથા મહાપુરુષની રૂચી પ્રમાણે જીવન જીવે છે. આ ન્યાયે મયારામ ભટ્ટ નાની વયમાં વિધુર (ઘરભંગ) થયા હતા, તેથી સગાસંબંધીઓ તેમને વિશેષ આગ્રહ કરી કહેવા લાગ્યા કે તમને ફરીથી પરણાવીએ.

ત્યારે તેઓએ કહ્યું; “મારા ગુરુ રામાનંદ સ્વામીને પૂછીને જવાબ દઈશ. પછી ભટ્ટજી રામાનંદ સ્વામી લોજમાં હતા ત્યાં પુછવા માટે ગયા. સ્વામી એ વખતે સભામાં જ્ઞાનોપદેશ આપી રહ્યા હતા. ભટ્ટજી પ્રણામ કરી સભામાં બેઠા ત્યારે સ્વામીએ ચાલુ કથાવાર્તાના પ્રસંગમાં વાત કરી કે, અમારી તો રૂચી એવી છે કે આ જીવાત્મા જગતની મોહજાળ છોડી ભગવાનમાં જોડાય.

કોઈ મુમુક્ષુ લગ્નપ્રસંગે ત્રણ ફેર ફર્યો હોય છતાં મારું માને તો હું ચોથો ફેરો ફરવા દઉ નહિ. સ્વામીની આ રીતેની વાત સાંભળી ભટ્ટજીએ વિચાર કર્યો;  “કે ગુરુની રૂચી આ પ્રકારની છે. તો તેમને શી રીતે પૂછી શકાય કે હું ફરી ઘર કરું?” પછી બે દિવસ વાતો સાંભળી જીવનભર બ્રહ્મચર્યવ્રત પાળી સત્સંગની સેવા કરવી એવી દ્રઢ પ્રતિજ્ઞા લઇ ઘેર આવ્યા. આમ પૂજ્ય પુરુષોની ઈચ્છાને નિઃસંશયપણે તત્કાલ ગ્રહણ કરી દેવો એ કોઈ નાનીસુની વાત નથી. અનેકવાર સમજણપૂર્વક ઉપદેશો સંભાળવા છતાં માણસનું હૃદય રંગાતું નથી ત્યારે અહિયાં ફક્ત ગુરુએ પોતાની રૂચી દર્શાવી તે પણ હર્ષ સાથે સ્વીકારી લીધી એ કેટલી મહત્વની વાત.

કોઈ પણ ટેક, નિયમ વાર પ્રતિજ્ઞા પ્રમાણે જીવનભર બરાબર રહેવું એ તલવારની ધાર ઉપર રહેવા જેવું અતિ અઘરું કામ છે, મનની ખુબ દ્રઢતા, પૂર્ણ શ્રદ્ધા અને મહાપુરુષોની કૃપા આ વસ્તુ હોય તો જ અંત સુધી એક સ્થિતિમાં રહી સંયમ આલી શકાય છે.

અતિ ઉત્કટ ઈચ્છા અને તીવ્ર શ્રદ્ધા હોય તો અવશ્ય અનુકુળ સહાય પણ મળી રહે છે અને ધારેલું કાર્ય સફળ થાય છે. મયારામ ભટ્ટે જીવનભર બ્રહ્મચર્ય પાળવાનું નિયમ લીધું હતું। જગતના વાતાવરણની અસર, અંતઃશત્રુઓની અસર અને વિકલ્પનું બળ આ ત્રણે બાબત ક્યારેય તેમને પરાજય કરી શક્યા નહિ.


The Importance of Ekadashi
     As always Ghanshyam came to Hanuman Gadhi after bathing in the Saryu river one day. A sadhu named Mohandas was reading the importance of Ekadashi in the Ramayan: 'The merit gained by performing a 100 Rajsuya yagnas or a 1000 Ashwamedh yagnas doesn't compare to even a 16th of the merit gained by observing the Ekadashi.'  Hearing this, Ghanshyam was very pleased and asked Mohandas, “If Ekadashi is so important, why don't people observe it?”
    Mohandas felt slightly offended as he himself didn't used to do the Ekadashi  and didn't encourage others to observe it either. He immediately became defensive by arguing, “There is no need to go hungry unnecessarily. It is our duty to preserve and nourish our bodies, so we should eat and drink to our heart's content. And anyway, Ekadashi is held upside down in the temple of Jaganathpuri.”
    Hearing these completely absurd arguments that contradicted our Hindu scriptures, Ghanshyam left and sat in the periphery of the temple.
    Seeing Ghanshyam gets up, the rest of the audience got angry at Mohandas' reply. They told him strongly, “How dare you sit on the throne of righteousness and yet speak against niyams (rules) and austerities?”
    Hearing this, Mohandas realized his mistake. Tears came to his eyes as he said to himself, 'Such a young boy cares so much about righteousness and yet I, am trying to justify my indulgences and leading others to follow my path of descent.' He fell at Ghanshyam's feet and promised to preach righteousness and the importance of Ekadashi.
Moral: Observing the Ekadashi pleases Ghanshyam so we should do it.

Katha


Swaminarayan Gurukul

Shree Swaminarayan Gurukul, Rajkot is a socio-spiritual, non profit organization that believes propagating true education in the world is the noblest work for all.

No comments:

Post a Comment